સિવિલમાં ૮૬ કોરોના પોઝિટીવ અને ૧૩૫૫ સામાન્ય દર્દીઓનું ડાયાલીસીસ

કોરોનાની વિકટ પરિસ્થિતિમાં કિડની તેમજ બિમારી ધરાવતા દર્દીઓનું ખાસ ધ્યાન રાખવું પડે છે. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ અને તેનો મેડીકલ સ્ટાફ દર્દીઓની મહામુલી જીંદગી બચાવવા માટે એક પ્રયાસો સાથે પોતાની કામગીરી કરી રહ્યા છે. કોરોનાના દર્દીઓની સાથે અન્ય બિમારીથી પીડિત દર્દીઓને કોઈ મુશ્કેલી ન પડે તેવી સુગમ વ્યવસ્થા સાથે સારવાર આપવામાં આવી રહી છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આઈ.કે.ડી.આર.સી દ્વારા સંચાલિત ડાયાલીસીસ વિભાગમાં કામ કરતાં ડો. ક્રિષ્નાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, ” ડાયાલીસીસ વિભાગ દ્વારા કોવીડ-૧૯ હોસ્પિટલના દરેક ફ્લોર પર કોવીડ પોઝીટીવ અને લીવર ફેલ્યોરના ૨ થી ૩ દર્દીઓનું રોજ ડાયાલીસીસ કરવામાં આવે છે. જેમાં જુન મહિનામાં ૨, જુલાઈમાં ૧૦ ઓગસ્ટમાં ૨૮, સ્પ્ટેમ્બરમાં ૪૬ એમ કુલ ૮૬ દર્દીઓનું ૧૦૪ વાર ડાયાલીસીસ કરવામાં આવ્યું છે. જ્યારે નોન કોવીડના ૧૩૫૫ દર્દીઓનું ડાયાલીસીસ કરવામાં આવ્યું છે.

કોવીડ -૧૯ હોસ્પિટલમાં ડાયાલીસીસ ટેક્નિશિયન તરીકે ફરજ નિભાવતા કૌશલ બિસેનએ કહ્યું હતું કે, “કોવીડ પોઝીટીવ હોય અને સાથે કીડની ફેઈલ હોય તેવા દર્દીઓને કોરોના વોર્ડમાં જઈને આર્ટીફિશિયલ રીતે જેમ કીડની શરીરમાં કામ કરતી હોય તેવી જ રીતે આધુનિક મશીન અને સુવિધા સાથે દર્દીને લોહી શુધ્ધિકરણ કરી આપવામાં આવે છે. તેમના સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે છે.આ માટે અલાયદી વ્યવસન ઉભી કરાઇ છે. જેથી

Loading...