ધુણી રે ધખાવી… આજે ભજન અને લોકસંગીતનો બેવડો લ્હાવો

ખરા દિલથી કોઈ દ્વાર ખખડાવે…

યુવા કલાકાર મિતભાઈ સોનીની સુમધુર વાણીનો રસથાળ

‘અબતક’ ચેનલ દ્વારા પ્રસ્તુત કલારસિક દર્શકોનો અતિપ્રિય કાર્યક્રમ ‘ચાલને જીવી લઈએ’માં રજૂ થતા કલાકારો પોતાની આગવી કળાથી સૌરાષ્ટ્ર, ગુજરાત, દેશ અને વિદેશમાં વસતા ગુજરાતીઓને મંત્રમુગ્ધ કરે છે. આપણા લોકસંગીતને લોકો વધુને વધુ માણે સાથે સાથે ખૂબજ સારા પરંતુ અપ્રચલિત કલાકારોને પોતાની કલા છેવાડાના લોકો સુધી પહોચાડવા માટેનું એક પ્લેટફોર્મ પૂરૂ પાડવા ‘અબતક’ ચેનલનો હંમેશા પ્રયાસ રહ્યો છે.

‘ચાલને જીવી લઈએ’ માં આજે મિતભાઈ સોની ભજન અને લોકસંગીતનો બેવડો લ્હાવો લઈ શકાશે. મિતભાઈ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના વતની છે. તેઓ છેલ્લા પાંચ વર્ષથી સંગીતનો અનુભવ ધરાવે છે.

તેમણે વિશાલભાઈ આચાર્ય પાસેથી સંગીતની તાલીમ મેળવી છે.તેઓ ભજન તેમજ લોક સંગીતના બેવડા રસથાળ દ્વારા લોકોને મંત્રમુગ્ધ કરશે. તેમણે બિરજૂ બારોટ, હકાભા ગઢવી, જેવા નામી કલાકારો સાથે પ્રોગ્રામ આપ્યા છે. તેમણે રાજય સરકાર દ્વારા યોજાયેલ યુવા મહોત્સવમાં રાજયકક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો છે. સૌરાષ્ટ્રના ઘણા સંતોની હાજરીમાં કાર્યક્રમો રજૂ કર્યા છે.

તો આજે ચાલને જીવી લઈએમાં આ યુવા કલાકારની બેવડી સિધ્ધિનો લ્હાવો લેવાનું ચૂકાય નહી.

કલાકારો

 • કલાકાર: મિતભાઈ સોની
 • એન્કર: યોગીત બાબરીયા
 • તબલા: મિહિર સોની
 • પેડ: કેયુર બુધ્ધદેવ
 • કીબોર્ડ: પ્રશાંત સરપદડીયા

આજે પ્રસ્તુત થનાર સુમધુર કૃતિઓ

 • ચરણ કમળમાં રાખજો…
 • ભોલે તેરી જટામેં…
 • હરીહરાની મરજી…
 • ધુણીરે ધખાવી…
 • ખરા દિલથી કોઈ દ્વાર ખખડાવે…
 • અજબ આ જગત છે…
 • ભામસરા વાળા મારા કલેજાની કોર…

આ કાર્યક્રમ રાત્રે ૮ કલાકે અબતક ચેનલ, યુ-ટયુબ અને ફેસબૂક પર લાઈવ નિહાળી શકશો

 • ઈન કેબલ ચેનલ નં.૫૬૧
 • ડેન નેટવર્ક ચેનલ નં.૫૬૭
 • મુંબઈ સેવન સ્ટાર ચેનલ નં.૫૪૦
 • સુરત રિયલ જીટીપીએલ ચેનલ નં.૯૮૩ અને ૩૫૦
Loading...