Abtak Media Google News

કોમન પ્લોટમાં ખડકાયેલા દબાણો હટાવવા પાંચ દિવસનું અલ્ટીમેટમ

ધ્રાગધ્રા નગરપાલિકાની કામગીરી તદ્દન નિષ્ક્રીય માનવામા આવે છે જેનુ ઉદાહરણ સમગ્ર શહેરમા લોકોને પ્રાથમિક સુવિધાનો અભાવ છે. જ્યારે અમુક ઇમાનદાર અધિકારીઓને બાદ કરતા કેટલાક સરકારી બાબુઓ સમય સાથે સરકારી ચેમ્બરમા આવી આખો દિવસ ગપાટા મારતા નજરે પડે છે પરંતુ ધ્રાગધ્રા નગરપાલિકાના વિવાદિત ચીફ ઓફીસર પોતે આ તમામ સરકારી બાબુઓની પણ હદ વટલાવે તેવુ કાયઁ કરે છે જેમા ધ્રાગધ્રા નગરપાલિકાના ચીફ ઓફીસર સમયસર હિજર નહિ રહેતા લોકો, અરજદારો તથા સામાજીક કાયઁકરોને ધરમના ધક્કા ખાવા પડે છે.

અને જ્યારે ચીફઓફીસર હાજર હોય છે ત્યારે લોકોને ઉડાવ જવાબ સિવાય પોતાના કામનુ આશ્વાસન મળતુ નથી. અગાઉ નડિયાદ જીલ્લાના ચકલાસી ગામે પોતાની ફરજ પર રહેલા હાલ ધ્રાગધ્રાના નિલમ રોય નામના ચીફઓફીસરનો ભુતકાળ પણ વિવાદીત રહ્યો છે જા નડિયાદ જીલ્લાના ચકલાસી નગરપાલિકામા ચીફઓફીસર તરીકેની ફરજ બજાવતા નીલમ રોય ક્યારેય પણ નગરપાલિકાની ચેમ્બરમા હાજર જોવા મળતા નહિ જેથી આ બાબતની રજુવાત મુખ્યમંત્રી સુધી કરાતા તેઓને તાત્કાલિક ધોરણે બદલી કરાવા આદેશ કયાઁ હતા.

વળી કુતરાની પુછડી ગમે એટલી સીધી કરો વાંકી જ હોય તેવી રીતે ધ્રાગધ્રા નગરપાલિકામા બદલી થતા ચીફઓફીસરના ભુતપુવઁ તેવર ગયા નથી જેથી ચકલાસીના શહેરીજનો દ્વારા જે પ્રશ્ને ચીફ ઓફીસરની બદલી કરાઇ તેવો જ પ્રશ્ન ધ્રાગધ્રામા પણ ઉદભવ થવા લાગ્યો છે. આજે ધ્રાગધ્રાના સામાજીક કાયઁકર હમીરસિંહ પરમાર, અચંદ્રેશભાઇ વાણીયા સહિતનાઓ ચીફઓફીસર નિલમ રોય પાસે શહેરના ગેરકાયદેસર દબાણના પ્રશ્નોને લઇ જતા ચીફઓફીસર ભડક્યા હતા અને સામાજીક કાયઁકરોને ઉડાવ જવાબ આપી પોતાની પાસે કઇ જ સત્તા ન હોય તમામ સત્તા નગરપાલિકા શાસક પક્ષના પ્રમુખ પાસે હોવાનો ભાંગરો વાટ્યો હતો.

જ્યારે પોતે ચીફ ઓફીસર કક્ષાના અધિકારી હોવા છતા પણ પોતે સત્તાવિહીન હોવાની વાત કરતા સ્પષ્ટરીતે પોતાની બુધ્ધીનુ પ્રદશઁન કયુઁ હોવાનુ નજરે પડતુ હતુ. ત્યારે ચીફ ઓફીસર પાસે આર.ટી.આઇ મુદ્દે ચચાઁ કરતા નગરપાલિકા દ્વારા આર.ટી.આઇ નિયમો પ્રમાણે ૩૦ દિવસમા માહિતી આપવી જોઇએ તેના સામે ચીફ ઓફીસર નિયમ રોય પોતે અન્ય કામમા વ્યસ્ત હોય જેથી આર.ટી.આઇ એક્પીવીસ્ટે અપીલ દાખલ કરી દેવાના ઉડાવ જવાબ આપ્યા હતા.

જોકે આ બાબતે સામાજીક કાયઁકર હમીરસિંહ પરમાર દ્વારા ધ્રાગધ્રા નગરપાલિકાના ચીફ ઓફીસર નિલમ રોય વિરુધ્ધ મુખ્યમંત્રી સહિત ઉચ્ચસ્તરે રજુવાત કરી છે. જ્યારે વોડઁ નંબર ૫ના કોમન પ્લોટમા ગેરકાયદેસર દબાણ હટાવવા માટેની રજુવાત કરવા ગયેલા સાધુ પ્રવીણદાસ નરભેરામ પરમારે ચીફ ઓફીસરના ઉડાવ જવાબ તથા તોછડાયભયાઁ વતઁન સામે અગામી પાંચ દિવસમા નગરપાલિકા ચીફ ઓફીસરની ચેમ્બરમા જ આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.