Abtak Media Google News

નિવૃત કર્મચારીના પેન્શન અને હકકરજાના બીલો બનાવવા પેટે રૂ.૨ હજાર લેતા બંને એસીબીનાં સકંજામાં સપડાયા.

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતે સરદાર સરોવરા નર્મદા નિગમ સૌરાષ્ટ્ર બ્રાંચ કેનાલ ડીવી.ના કાર્યપાલક ઈજનેર અને જુની. કલાર્ક નિવૃત કર્મચારી પાસેથી હકકરજા અને સાતમા પગાર પંચ મુજબ બીલો બનાવવા માટે રૂ.૨૨ હજારનીલાંચ લેતા રંગે હાથે રાજકોટ એસીબી શાખાએ ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ધ્રાંગધ્રા ખાતે સરદાર સરોવર નર્મદા નિગમના નિવૃત કર્મચારીએ સાતમા પગાર પંચ મુજબ પેન્શન અને હકકરજાના પુરવણી બીલો બનાવવા માટે રૂ.૩૨ હજાર આપ્યા બાદ કાર્યપાલક ઈજનેર મહેશ ધનજી પટેલે વધુ રૂ.૨૨ હજારની માંગ કરી તેમજ જૂની. કલાર્ક પ્રતિક જગુ રાઠવા જે તે કહે તે આપી દેવા જણાવ્યું હતુ.

આ મામલે નિવૃત કર્મચારીએ લાંચ રૂશ્વત શાખાનો સંપર્ક કરતા રાજકોટ એ.સી.બી. એકમના મદદનીશ એકમના એચ.પી. દોશીના માર્ગદર્શન હેઠળ પી.આઈ. સુ.જે.સુરેજાએ છટકુ ગોઠવ્યું હતુ.

સુરેન્દ્રનગર પતરાવાળી હોટલ નજીક મેળાના મેદાનની પાછળ છટકુ ગોઠવ્યું હતુ ગોઠવાયેલ છટકામાં જૂનીયર કલાર્ક પ્રતિક રાઠવા રૂ.૨૨ હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપી લઈ અને કાર્યપાલક ઈજનેર મહેશ પટેલ સાથે મોબાઈલ ફોન પર લાંચની રકમ મળી ગયાનું જણાવતા પોલીસે મહેશ પટેલને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.