Abtak Media Google News

સુરેન્દ્રનગર જિલ્લામાં અસામાજીક પ્રવૃત્તિઓ વધી રહી છે ત્યારે જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં જુગાર દારૂ જેવી અસામાજીક પ્રવૃત્તિ દિવસેને દિવસે વધતી જાય છે ત્યારે શ્રાવણ માસ નજીક આવતાની સાથે જ જુગારીઓ પોતાના અડ્ડાઓ ચાલુ કરી અને જુગાર રમતા હોય છે.

ધ્રાંગધ્રા પોલીસે બાતમીના આધારે ધ્રાંગધ્રાના રોકડીયા સર્કલ પાસે આવેલી તુલસી હોટલની બાજુના ખાંચામાં રહેણાંક મકાનમાં જુગાર અંગેની હકીકત મળતા રેડ કરી હતી. ત્યાં રેડ દરમિયાન છ જુગારીઓ ગંજીપાના નો જુગાર રમતા ઝડપાયા હતા.

જેમાં ગુણવંતભાઈ નંદલાલભાઇ ઠક્કર રહે.ધાંગધ્રા,મગનભાઈ નાનજીભાઈ ડોરીયા રહે. ધ્રાંગધ્રા,ગોરધનભાઈ કેશાભાઈ ઠાકોર (પુર્વ તાલુકા ભાજપ મહામંત્રી) રહે.થળા,ગોવિંદભાઈ માવજીભાઈ કોળી ઠાકોર (ભાજપ ના તાલુકા પંચાયત ના સદસ્ય) રહે.નરાળી,ડાયાલાલ માવજીભાઇ સિંધવ રહે.ધ્રાંગધ્રા,દેવેન્દ્રભાઈ શામજીભાઈ સિસોદિયા રહે.ધ્રાંગધ્રા વાળાઓ ગંજીપાનાથી પૈસાનો હારજીત નો જુગાર રમતા પકડાયા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ધાંગધ્રા તાલુકા પંચાયતના નરાળી સીટના ભાજપના સદસ્ય ગોવિંદભાઈ માવજીભાઈ કોળી ઠાકોર પણ જુગાર રમતા ઝડપાયા અને ગોરધનભાઈ કેશાભાઈ ઠાકોર પુર્વ તાલુકા ભાજપ ના મહામંત્રી પણ જુગાર રમતા ઝડપાયા.

ભાજપના હોદેદારો જુગાર રમતા ઝડપાયા અન્ય હોદ્દેદારો દ્વારા ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકે આવી મામલો થાળે પાડવા પ્રયાસ કર્યા હતા. પરંતુ ધ્રાંગધ્રા સિટીમાં કડક પી.આઇ એન.કે.વ્યાસ હોવાને લીધે મામલો રફેદફે થયો નહીં અને પોલીસે રેડ દરમિયાન રોકડ રૂ.૨૧,૧૦૦ તેમજ મોબાઈલ ફોન નંગ૬ કિંમત રૂપિયા ૭,૦૦૦ તથા જુગાર સાહિત્ય મળી કુલ ૨૮,૧૦૦ ના મુદ્દામાલ સાથે છ આરોપી ઓને પોલીસે દબોચી લઇ ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.