Abtak Media Google News

રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર અને સુરેન્દ્રનગરમાં વધુ એક-એક કેસ નોંધાયા

કોરોના વાયરસના કારણે પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા શખ્સોનો કોરોના રિપોર્ટ કર્યા બાદ કોર્ટમાં રજુ કરવાના અદાલતના હુકમના પગલે ધોરાજી નળીયા કોલોનીના માથાભારે શખ્સની પાસા હેઠળ અટકાયત કર્યા બાદ કોરોના રિપોર્ટ કરવામાં આવતા તેનો રિપોર્ટ પોઝિટવ આવતા તેને જેલ હવાલેના બદલે રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

ધોરાજીના નળીયાપરા વિસ્તારમાં આશાવર્કર દ્વારા સર્વેની કામગીરી ચાલી રહી હતી ત્યારે કાસમ દલ નામનો શખ્સ ઘસી આવ્યો હતો અને આશા વર્કર પાસે રહેલા રજીસ્ટર ઝુટવી તેણીની ફરજમાં રૂકાવટ કરતા જિલ્લા કલેકટર રૈમ્યા મોહને કોરોના યૌધ્ધા પર હુમલો કરનાર કાસમ દલની પાસા હેઠળ અટકાયત કરવા વોરન્ટ ઇસ્યુ કરતા એલ.સી.બી. પી.આઇ. એમ.એન.રાણા સહિતના સ્ટાફે પાસાનું વોરન્ટ બજાવવા કાસમ દલની અટકાયત કરી કોર્ટના આદેશ અનુસાર તેના લોહીના સેમ્પલ લઇ રાજકોટ લેબોરેટરીમાં મોકલ્યુ હતું. તેનો રિપોર્ટ પોઝિટીવ આવતા તેને જેલના બદલે હોસ્પિટલમાં ખસેડાયો છે.

જૂનાગઢ જિલ્લામાં આજ રોજ વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા ૫ પર પહોંચી છે. જૂનાગઢ જિલ્લામાં અન્ય જિલ્લામાંથી અવર જવર વધી જતાં કોરોના પોઝિટિવ કેસ વધી રહ્યો છે. વિસાવદર ગામના પ્રેમપરા ગામના ૧૫ વર્ષના કિશોરને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.

સૌરાષ્ટ્રમાં ગઈ કાલે વધુ ચાર જિલ્લાઓમાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે.

જેમાં સુરેન્દ્રનગરના આશુન્દ્રાડી ગામમાં સગર્ભાને શંકાસ્પદ લક્ષણો જણાતા તેઓને સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેઓને કોરોનાનો ચેપ હોવાનું જાણવા મળતા આઇશોલેસન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધી કુલ ચાર કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંના ત્રણ પોઝિટિવ કેસ માત્ર આશુન્દ્રાડી ગામમાં હોવાથી આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે.

જ્યારે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ભાવનગર જિલ્લામાં ૧૦૩ પોઝિટિવ કેસ નોંધાયા છે. ગઈ કાલે લેવાયેલા સેમ્પલમાંથી અત્યાર સુધી ભાવનગર જિલ્લામાં એકપણ પોઝિટિવ કેસ નોંધાયો ન હતો. તેનાથી આરોગ્ય વિભાગમાં રાહત અનુભવાઈ છે.

જામનગર જિલ્લામાં પણ કોરોના વાયરસે ફરી ઉથલો માર્યો છે. લાંબા સમયની રાહતથી જામનવર જિલ્લો ગ્રીનઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ ફરી કોરોના વાયરસે માથું ઉચકતા ગઈ કાલે વધુ એક કેસ કોરોનાગ્રસ્ત નોંધવાની સાથે કુલ ૩૪ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

ગીર સોમનાથ જિલ્લામાં પણ ગઈ કાલે વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ અત્યાર સુધી ૨૩ પોઝિટિવ કેસ નોંધાઈ ચુક્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં અત્યાર સુધી કુલ ૧૨ જિલ્લાઓમાં ૩૦૦થી વધુ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા નોંધાઈ છે. જ્યારે ૧૩થી વધુ લોકોના મોત નિપજ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.