Abtak Media Google News

ભારતનો બેડમિન્ટન સ્ટાર કિદામ્બી શ્રીકાંત ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની મહેન્દ્ર સિંહ ધોનીનો મોટો પ્રશંસક છે અને તેના આશ્ચર્યની વચ્ચે તેને ધોની તરફથી એક ખાસ ગિફ્ટ મળી હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની પસંદગી સમિતિના ચેરમેન એમએસકે પ્રસાદે શ્રીકાંતને ધોનીના ઓટોગ્રાફવાળુ બેટ આપ્યું હતું. શ્રીકાંતે જ પ્રસાદને ધોનીના ઓટોગ્રાફવાળુ બેટ લાવી આપવાનું કહ્યું હતું. શ્રીકાંતના પિતા કેવીએસ ક્રિષ્નાએ જ પ્રસાદને વિકેટકીપિંગ માટે પ્રોત્સાહન આપ્યું હતું. પ્રસાદે કહ્યું હતું કે હું તમને કહેવા ઈચ્છું છું કે શ્રીકાંત મારા બાળપણના આદર્શ એવા કિટ્ટુ અંકલનો પુત્ર છે.

પ્રસાદે હૈદરાબાદમાં પુલેલા ગોપીચંદ એકેડેમી ખાતે શ્રીકાંતને આ બેટ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે શ્રીકાંત ધોનીનો મોટો પ્રશંસક છે. એક દિવસે તેણે મને ધોની પાસેથી એક ભેટ લાવી આપવાનું કહ્યું હતું. મેં ત્યારે તેને કહ્યું હતું કે જ્યારે તું બેડમિન્ટનમાં ટોચના સ્તરે પહોંચી જઈશ ત્યારે હું તેને ગિફ્ટ લાવી આપીશ.

પ્રસાદે કહ્યું હતું કે જ્યારે મેં ધોનીને શ્રીકાંતની ઈચ્છા અંગે વાત કરી ત્યારે તે ઘણો જ ખુશ થયો હતો. અને કહ્યું હતું કે તે પોતે બેડમિન્ટનનો ખેલાડી રહી ચૂક્યો છે અને તે ભારતીય બેડમિન્ટન પર ઘણી બારીકાઈથી ધ્યાન રાખે છે. ધોનીએ મારા ઘરે જ બેટ પર ઓટોગ્રાફ કર્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.