Abtak Media Google News

ઓવરરેટેડ ‘યુવા’ ખેલાડીઓને સ્થાન મળતાં બેંગ્લોર  સામેની   જીત છતાં ટિમ પ્લેઑફ માંથી ‘આઉટ’

આઇપીએલની ૧૨મી સીઝન બેંગ્લોર ખાતે રમાઈ રહી છે. ટુર્નામેન્ટની શરૂઆતથીજ ચેન્નઈનો દેખાવ ખૂબ જ નબળો રહ્યો હતો. અત્યાર સુધીની આઇપીએલની ૧૨ સીઝનમાં ચેન્નઈ હંમેશા ઉપરી સ્થાન પર રહ્યું છે. કહી શકાય કે આઇપીએલમાં ચેન્નઈનો દબદબો રહ્યો છે. ચેન્નઈના સુકાની મહેન્દ્રસિંહ ધોનીએ શરૂઆતથીજ અંડર રેટેડ યુવાનોને મોકો આપવામાં આવ્યો નથી. અને ચેન્નઈના મારધીમો ચાલ્યા ન હતા. ત્યારે રવિવારે યોજાયેલ ચેન્નઈની મેચમાં નવા ખેલાડીઓને મોકો આપવામાં આવ્યો હતો. જેમાં યુવા ઋતુરાજ ગાયકવાડે પોતાની પહેલી મેચમાંજ ૬૫ રન કર્યા હતા. હાલ આઇપીએલના પ્લેઑફ માંથી ચેન્નઈ બહાર થવાની છે. ત્યારે બેંગ્લોર સામેની જીતથી ચેન્નઈને દેખીતી રીતે કોઇ ફાયદો થશે નહીં.

દુબઇ ખાતે રમાયેલ ચેન્નઈ અને બેંગ્લોરની મેચમાં ચેન્નઈ ૧૪૬ રનનો ટાર્ગેટનો પીછો કરતા ૧૮.૪ રનમાં જીત મેળવી હતી. જોકે ચેન્નને જીત મેળવાથી કોઈ ફાયદો થશે નહી. આ સિઝનની પ્રથમ મેચ રમનાર યુવા ખેલાડી ઋતુરાજ ગાયકવાડે બીજી વિકેટ માટે ૫૧ દડામાં ૬૫ રન બનાવ્યા હતા. ઋતુરાજની ફિફ્ટી થતા મહેન્દ્ર સિંહ ધોનીનો સીઝનમાં યુવા ખેલાડીઓને ન રમાંડવાનો વિચાર ખોટો ઠર્યો હતો. જ્યારે અંબતી રાયડુએ ૨૭ દડામાં ૩૯ રન કર્યા હતા. રાયડુના ૩૯ રનથી  ચેન્નઈના ૮.૨ ઓવરમાં ૬૭ રન થાય હતા. હાલ ચેન્નઈના પોઇન્ટ ટેબલમાં ૧૨ પોઇન્ટ છે. જ્યારે કોલકાતાના ૧૨ પોઇન્ટ છે. મુંબઇ ઇન્ડિયનસ અને રોયલ ચેલેન્જર બેંગ્લોરના ૧૪ પોઇન્ટ છે. મહેન્દ્રસિંહ ધોનીએ જણાવ્યું હતું કે આવનારા ૮ કલાક તમના માટે અસહય રહશે. કારણકે ચેન્નઈએ હજુ બે રમત રમવાની બાકી છે. અને પ્લેઑફ માંથી ચેન્નઈ બહાર થઈ ચૂક્યું છે. ત્યારે બાકીની બે મેચ રમવાથી ટીમને કોઈ ફાયદો થાય તેમ નથી. મેચમાં ખેલાડીઓનો રસ બરકરાર રાખવો કેપ્ટન માટે પડકાર રૂપ રહેશે.

સિઝનની શરૂઆતથી જ ચર્ચામાં રહેલા યુવા ખેલાડીઓમાંના એક ગાયકવાડે મેચમાં સારો દેખાવ કર્યો હતો.  તેણે ૪ ફોર અને ત્રણ સિક્સ મારી હતી. યુઝવેન્દ્ર ચહલે પણ બાઉન્ડ્રીઓ મારી હતી. ગાયકવાડ દ્વારા રામયેલ ધુવધાર  ઈનનીગથી ચેન્નઈની કેટલા સમયથી રાહ જોતા જીત અપાવી હતી. આ પહેલા વિરાટ કોહલી અને એબી ડી વિલિઅર્સની જોડી  મનોરંજન કરતી હતી, પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને નિર્ધારિત ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૪૫ રને રોકી રાખવામાં સફળ રહી હતી.  સેમ કુરનએ ૧૯ રન આપી ૩ વિકેટ લીધી હતી. ચેન્નઈની જીતનો શ્રેય તેમના બોલારોને પણ જાય છે. કરણકે છેલ્લી ૩ ઓવરમાં ૨૦ જ રન આપીને ૪ વિકેટ લીધી હતી. કોહલી અને એબી ડિવિલિયર્ષ એ ૮૨ રનની ભાગીદારી કરી હતી. દિપક ચહરે ૪ ઓવરમાં ૩૧ રન આપીને ૨ વિકેટ લીધી હતી. જ્યારે બેંગ્લોરના કોહલીએ ૪૩ દડામાં ૫૦ રન કર્યા હતા. કોહલી દ્વારા આઇપીએલ ટી-૨૦માં ૨૦૦ સિક્સ મારવાનો રેકોર્ડ બનાવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.