Abtak Media Google News

ઝંડા ઉંચા રહે હમારા !!!

 ટ્વીટર  સહિત અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રશંસાનો ધોધ વરસી  રહ્યો છે

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી અંતિમ મેચમાં એક અભૂતપૂર્વ દ્રશ્યો જોવામાં આવ્યું હતું. જયારે એક પ્રશંસક પોતાના હાથમાં ભારતનો રાષ્ટ્રધ્વજ લઈ ધોનીને જયારે મળવા આવી પહોંચ્યો હતો ત્યારે જોત જોતામાં રાષ્ટ્ર ધ્વજ નીચે પડતા ધોનીએ સૌપ્રથમ ધ્વજ લઈ પોલીસ કર્મીને સોંપ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ સમગ્ર વિશ્વમાંથી અનેકવિધ ટ્વીટર કોમેન્ટસ ધોની માટે આવવાની શરૂ થઈ ગઈ હતી. કહેવાય છે કે, ધોનીએ ફરી વખત પોતાનો રાષ્ટ્રપ્રેમ દેખાડયો છે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચની વાત કરવામાં આવે તો ન્યુઝીલેન્ડે ભારતને ચાર રને હરાવી સીરીઝ પોતાના નામે કરી હતી. ૨૧૨ રનના લક્ષ્યાંક સામે ભારત ૨૦૮ રન જ બનાવી શકયું હતું. ત્યારે મહેન્દ્રસિંહ ધોની પોતાના કુશળતા ફરી સાબીત કરી સ્ટમ્પ પાછળ ખેલાડીઓને પોતાના અનુભવનો લાભ આપી ટીમને મહદઅંશે સંભાળી હતી.

મહેન્દ્રસિંહ ધોનીની વાત કરવામાં આવે તો તેને ૯૬ મેચ જેમાં તેને ૧૫૪૮ રન ૩૬.૮૫ની એવરેજથી બનાવ્યા હતા. જેમાં ધોની દ્વારા ૫૬ કેચ અને ૩૪ સ્ટમ્પીંગ પણ પોતાના નામે કર્યા છે. ત્યારે પૂર્વ સુકાની પોતાની અનેકવિધ પ્રતિભા અને પોતાના પ્રભાવથી દેશ આખાને ચકીત કરી દીધા છે. પોતાની સુઝબુઝથી અનેક એવા મેચોમાં પણ તેને વિજય પ્રાપ્ત કર્યો છે જેમાં ભારતની હાર નિશ્ચિત હોય. એવી જ રીતે રમતમાં તો પોતાના હકારાત્મક અભિગમની સાથો સાથ સામાજીક સ્તર ઉપર પણ પોતાના સરળ સ્વભાવ માટે તે અનેકવાર ચર્ચામાં રહ્યો છે.

મહેન્દ્રસિંહ ધોની એક સેવાભાવી વ્યક્તિત્વ પણ ધરાવે છે ત્યારે મેચ દરમિયાન જે રાષ્ટ્ર ધ્વજની ઘટના ઘટી તેનાથી તેનું માન-સન્માનમાં ખુબજ વધારો થયો હોય તેવું લાગી રહ્યું છે. તેના દ્વારા રાષ્ટ્ર ધ્વજની રક્ષા અને તેના માનમાં માટે જે કાર્ય કરવામાં આવ્યું તેનાથી વિશ્વ આખુ તેની પ્રશંસા કરતા થાકતું નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.