Abtak Media Google News

તાજેતરમાં મૂકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણી વિશે મીડિયા અને સોશ્યલ મીડિયામાં પ્રસંગની તમામ ભવ્યતા અને ઝાકમઝોળ વચ્ચે પણ જે વાતને લોકોએ સૌજન્યપૂર્વક બિરદાવી તે હતી દુનિયાના ધનાઢ્યોમાં એક શ્રી મૂકેશ અંબાણીની એક દીકરીના બાપ તરીકેની વિનમ્રતા અને વર્તાવ! અંબાણી પરિવારના આ ભારતીય સંસ્કાર, આ ગરિમા અને દીકરીવાળાઓ તરીકેનાં વ્યવહાર, વાણી અને વર્તન સમગ્ર ભારતીય અને વૈશ્વિક સમાજે નિહાળ્યાં તે સાચા અર્થમાં ધીરૂભાઈનો વારસો છે. ધીરૂભાઈ નખશીખ ભારતીય હતા. પોતાની તમામ વૈશ્વિક સિધ્ધિઓ અને સફળતાઓ વચ્ચે પણ તેમના પગ દેશની માટી સો જકડાયેલ રહ્યા.

Dhirubhai Banner

જે સમયે ધીરૂભાઈ તત્કાલીન એડન (વર્તમાનમાં યમન ભારત પરત આવ્યા તે સમયે બ્રિટીશ કોલોનીના આફ્રિકી પ્રદેશમાં સ્થાયી થવું સરળ હતું અને ઘણા ભારતીયો ત્યાં સ્થાયી થયા અને કાળાંતરે બ્રિટીશ નાગરિકત્વ પણ પામ્યા અને બ્રિટનમાં પણ જઇને વસી શક્યા. ધીરૂભાઈ માટે પણ તે સહેલું હતું. પરંતુ તેઓ સ્વદેશ પાછા આવ્યા અને દેશમાં જ નવેસરી શરૂઆત કરી. આ દેશ, આ ધરતી, આ માટીનું કદાચ તેમને જબરૂં ખેંચાણ હતું.

ધીરૂભાઈ પ્રત્યેક વ્યાવસાયિક કે ઔદ્યોગિક કદમ દેશના ર્અતંત્રને ધ્યાનમાં રાખીને લેતા. તેઓ દેશના જ નહિ પણ વિદેશના ર્અ-પ્રવાહોી પોતાને માહિતગાર રાખતા અને તે માહિતીનો ઉપયોગ પોતાના વ્યવસાય અને ઉદ્યોગને કેવી રીતે મજબૂતી પ્રદાન કરે અને તે દ્વારા દેશના અર્થતંત્ર શાથે ફાયદો થાય તે પ્રકારનાં પગલાં લેતા. દેશના વધુને વધુ લોકોને પોતાના ઉદ્યોગ-વ્યવસાય સાથે સાંકળીને તેઓ જાતે તો સમૃધ્ધ થતા, બીજા હજારો લોકોને પણ સમૃધ્ધ કરતા જતા અને તે રીતે દેશના આર્થિક, ઔદ્યોગિક અને સામાજીક વ્યવસમાં માતબર પ્રદાન કરતા રહેતા.

આજે જે કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલીટીનો વિચાર સી.એસ.આર. તરીકે સરકાર અને સમાજમાં સ્વીકૃત બન્યો છે તે ધીરૂભાઈએ જે રીતે નાવિન્યસભર બનાવ્યો હતો તે જોઇને તો દંગ રહી જવાય તેવું છે. તેઓ માનતા કે રાજા-મહારાજાઓ, પૂર્વજો અને શેઠ-મહાજનો તો પોત પોતાની રીતે દાન-પુણ્ય કરી સામાજીક જવાબદારીનું વહન કરતા જ. આ પરંપરાગત ભારતીયતા છે. દરેકે પોત પોતાની હેસિયત અને શક્તિ પ્રમાણે જેટલું શક્ય હોય તેટલું કરવું જોઇએ. એક ઉદ્યોગપતિ તરીકે કદાય દુનિયાના ઔદ્યોગિક ઇતિહાસમાં એ પહેલીવાર બન્યું હશે કે કોઇપણ ઉદ્યોગપતિએ પોતાના કારખાનામાં ઉત્પાદન શરૂ થાય તે પહેલાં સામાજીક જવાબદારી નિભાવવવાનું શરૂ કર્યું હોય !

જામનગરમાં દુનિયાની મોટામાં મોટી ક્રૂડ ઓઇલ રિફાઇનરીના જંગી મૂડી રોકાણનું વળતર (ROI) મળવાનું શરૂ થાય તે પહેલાંથી જ ધીરૂભાઈએ ગ્રામ્ય વિસ્તારમાં વિશિષ્ટ સમાજલક્ષી કાર્યોનો પ્રારંભ કર્યો હતો. રિફાઇનરીની આજુબાજુનાં ગામોની ગાયોને નિયમિત ધોરણે ઘાસચારો પૂરો પાડવાનું અને ગામેગામ ગૌશાળાઓ બાંધવાનું કાર્ય કોઇ ઉદ્યોગગૃહ કરે, કોઇ ઉદ્યોગપતિ કાયમી ધોરણે તે કામને પોતાનું ગણી માથે લે તે ધીરૂભાઈ અંબાણી જ કરી શકે!તેમણે પોતાના સંકુલમાં પ્રોસેસ વોટરની જરૂરિયાત માટે સપેલ દરિયાના પાણીને પીવા લાયક બનાવવાના ડિસેલિનેશન પ્લાન્ટમાંથી નાગરિક વપરાશ માટે પુષ્કળ પાણી સપ્લાય કર્યું!ગામડાંઓમાં ધુમાડાબંધ જમણ અને લોકસાહિત્યના કવિઓ-કલાકારો-વાર્તાકારોના ડાયરાઓનું આયોજન અને આ પ્રકારનાં કામોમાં સક્રિય ભાગીદારી અને વ્યક્તિગત ઉપસ્થિતિ ધીરૂભાઈની ખાસિયત પણ હતી ને ખૂબી પણ. કારણ કે તેમની નસોમાં ભારતીય સંસ્કારો વહેતા હતા.

Shri Dhirubhai Ambani With Shri Parimal Nathwani

ધીરૂભાઈ ટેકનોલોજી અને પ્રોસેસ પ્લાન્ટો આયાત તો કરતા જ, પરંતુ તેમાંથી ઉત્પાદન તો દેશમાં જ કરતા. કારણ કે તેઓ માનતા કે જેમાં દેશનું શ્રેય છે તેમાં જ રિલાયન્સનું શ્રેય છે. (What is good for India is good for Reliance). તેી જ જ્યારે આજકાલ દેશના તવંગરોમાં ઇટાલી જેવા દેશોમાં લગ્ન પ્રસંગ ઉજવવાનો ઉન્માદ છે ત્યારે મૂકેશભાઈ દીકરીનાં લગ્ન દેશમાં જ અંબાણી પરિવારને છાજે તેવી ભવ્યતા અને ગરિમાી કરે તે ધીરૂભાઈ અંબાણીના સંસ્કાર નહિ તો બીજું શું? ભારતીયતા નહિ તો બીજું શું? કારણ કે ગમે તેટલા ધન વૈભવ છતાંય ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની !

સંસ્કારિતા એવી કે દેશનાં તીર્થોના દેવી દેવતાઓને કંકોતરી અર્પણ થાય છે. સેવા પરાયણતા એવી કે લગ્ન સમારંભનું પ્રમ ભોજન ‘નારાયણ સેવા સંસન’ જેવી સેવાભાવી સંસના પાંચ હજાર વૃધ્ધો-બાળકો-વિર્દ્યાીઓી શરૂ થાય છે, જેમાં યજમાન પરિવાર શ્રી મૂકેશ અંબાણી  શ્રીમતી નીતા અંબાણી સહિત સૌ પ્રેમી ભોજન પીરસે છે અને આગ્રહ કરીને જમાડે છે.  ભોજન સમારંભ ત્રણ દિવસ સુધી ચાલે છે. ઇશ્વર-પ્રીતિ એવી કે વિદેશી મહેમાનો સહિત સૌ કોઇ ભેગા મળી ‘જય જગદીશ હરે’ આરતી ભાવપૂર્વક ગાય છે. અને વિનમ્રતા, કૃતજ્ઞતા એવી કે શ્રી મૂકેશ અંબાણી સ્વયં એમ કહે કે ‘દીકરીવાળા છીએ, કોઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો.’ ભારતીય સંસ્કારિતાની આ પરાકાષ્ઠા છે. ધીરૂભાઈ અંબાણી અને કોકિલાબેન અંબાણીના આ સંસ્કારો છે. આ છે ભારતીય પરંપરા. આ છે દેશની ધરતીની સુગંધ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.