Abtak Media Google News

ધવનનાં અંગુઠામાં ફેકચર થવાથી અઠવાડિયા માટે રખાયો દેખરેખ હેઠળ

ભારતીય ટીમનાં ઓપનર શિખર ધવનનાં અંગુઠામાં ઈજા થઈ હોવાથી તેઓ ૩ સપ્તાહ માટે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. ધવનને ૯ જૂને ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં કુલ્ટર નાઈલનો બોલ વાગ્યો હતો. તપાસમાં ખબર પડી કે, શિખરના અંગુઠામાં ફ્રેકચર થયું છે. શંકા છે કે, આ ઈજાનાં કારણે શિખર ધવન સમગ્ર ટૂર્નામેન્ટમાંથી પણ બહાર થઈ શકે છે. ધવનને હાથમાં ઈજા થઈ હોવા છતાં તેણે ૧૦૯ બોલમાં ૧૧૭ રન કર્યા હતા. ચહાલ ધવનની ફિઝિયોથેરાપીસ્ટ પેટ્રિક ફરહાર્ટની દેખરેખમાં સારવાર ચાલી રહી છે. ભારતની આગામી મેચ હવે ૧૩ જૂને ન્યુઝીલેન્ડ સામે થવાની છે.

ધવન ઓસ્ટ્રેલિયા સામે મેચમાં ફિલ્ડિંગ માટે નહતા ઉતર્યા. તેમની જગ્યાએ રવિન્દ્ર જાડેજાએ સંપૂર્ણ ૫૦ ઓવર ફિલ્ડિંગ કરી હતી. ભારતે તે મેચમાં ઓસ્ટ્રેલિયાને ૩૬ રનથી હરાવ્યું હતું. આ મેચમાં ધવન જ મેન ઓફ ધ મેચ બન્યો હતો. ગઈ ૨ મેચમાં મિડલ ઓર્ડરમાં બેટિંગ કરનાર કે.એલ.રાહુલને ટીમમાં ત્રીજા ઓપનર તરીકે જગ્યા મળી શકે છે. આગામી મેચમાં તેને ઓપનિંગમાં ચાન્સ આપવામાં આવે તેવી પણ શકયતા છે. જો ધવનને સમગ્ર ટુર્નામેન્ટમાંથી બહાર કરવામાં આવશે તો ટીમમાં ઋષભ પંત અને અંબાતી રાયડૂમાંથી કોઈને સામેલ કરવામાં આવે તેવી શકયતા છે. બીસીસીઆઈએ આ બંનેને સ્ટેન્ડ બાય પ્લેયર તરીકે સામેલ કર્યા છે. ભારતની આગામી મેચ ૧૩ જૂને ન્યુઝીલેન્ડ સાથે છે અને તે પછી ૧૬ જૂને પાકિસ્તાન સામે મેચ છે.

માનવામાં આવે છે કે, મેનેજમેન્ટ મુંબઈનાં બેટસમેન શ્રેયસ અય્યરને પણ ટીમમાં સામેલ કરવાની માંગણી કરી શકે છે. શ્રેયસ નંબર ૪ની પોઝીશન પર ખાસ બેટસમેન માનવામાં આવે છે તે અત્યારે ઈંગ્લેન્ડમાં જ ટીમની સાથે છે જો રાહુલ ઓપનીંગ કરે શ્રેયસ નંબર ૪ માટે સારો વિકલ્પ છે પરંતુ એ વાત નકકી છે કે ધવન અને હજી સુધી વિશ્ર્વકપમાંથી આઉટ થયો નથી અને તેને એક અઠવાડિયા માટે ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યો છે ત્યારે ટીમ મેનેજમેન્ટ દ્વારા ઋષભ પંતને સ્ટેન્ડ બાય પર રાખવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.