Abtak Media Google News

ગુજરાતનો ચકચારી મચાવનાર બીટકોઇન કેસમાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા ધવલ મેવાણીની ધરપકડ અબુધાબીથી દિલ્હી મોકલવા માટે રેડ કોર્નર નોટીસ અપાઇ.

કરોડો રૂપિયાના બીટકોઇન કેસમાં સીઆઇડી ક્રાઇમને એક સફળતા મળ છે. બીટકોઇન ના મુખ્ય પાંચ આરોપી પૈકીનો છેલ્લો આરોપી એક વર્ષથી નાસતો ફરતો હતો. આ નાસતા ફરતા ધવલને અબુધાબીથી ઝડપી લેવામાં આવ્યો. ધવલને પકડવા ઇન્ટરોલ દ્વારા રેડ કોર્નર નોટીસ જાહેર કરવામાં આવેલી જેના અનુસંધાને તેને દિલ્હી એકપોર્ટ પર મોકલવામાં આવ્યો છે. આ માટે સુરત પોલીસે ૧૦ દિવસના રીમાન્ડ માંગ્યા છે.

જુલાઇ ૨૦૧૮માં સીઆઇડી દ્વારા બહોળા પ્રમાણમાં છેતરપીંડી, વિશ્વાસધાત અને નાણાં ઉચાપતનો કેસ રજુ કરવામાં આવ્યો.  આ બીટકોઇન  એક પ્રકારનું ડીજીટલ નાણા તરીકે પ્રખ્યાત થયું હતું. જયારે નોટબંધી ના વાતાવરણ બાદ અનેક પ્રખ્યાત વ્યકિતઓએ આ બિટકોઇનમાં પોતાના પૈસાઓ રોકયા હતા અને અંતે આ તમામ પૈસાઓથી હાથ ધોઇ નખાયા હતા. જેની તપાસ સીઆઇડી દ્વારા કરવામાં આવી રહી હતી. ત્યારે સીઆઇડીની રેડ કોર્નર નોટીસને ઘ્યાને રાખી અબુધાબીમાંથી ધવલ મેવાણીને પકડી પાડવામાં આવ્યો.

Dhawal-Mawani-Arrested-In-Police-Custody-Last-Accused-Of-Rs-3,000-Crore-Bitcoin-Scam
dhawal-mawani-arrested-in-police-custody-last-accused-of-rs-3,000-crore-bitcoin-scam

રોજ નોંધાયેલ ગુન્હાને પ્રશ્ને તેના વિરુઘ્ધ લુક આઉટ સકર્યુલર ઇસ્યુ કરવામાં આવ્યું હતું. ધવલનું મુખ્ય કામ વેલ ડેવલપમેન્ટનું હતુ. સાથે જ સપોર્ટ સીસ્ટમનું કામકાજ સંભાળતો હતો. જયારે બીટકનેકટ, બીટકનેકશનકોઇન અને બીટ કનેકટએ કરી નામની વેબસાઇટનું ડેવલપીંગ ધવલે કર્યુ હતું.

ત્યારે આગામી દિવસોમાં રિમાન્ડ દરમ્યાન ઘણા નવા ખુલાસા ધવલ દ્વારા કરવામાં આવે તેવી આશા પોલીસ બેડામાં જેવા મળી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.