Abtak Media Google News

Table of Contents

  • માધાપર- મોરબી બાયપાસ રોડ પર સ્વામીનારાયણ નગરનું અદ્દભુત નિર્માણ: ૧૧ દિવસીય મહોત્સવમાં પપ દેશોમાંથી ભાવિકો ઉમટી પડશે

  • મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, કર્ણાટકના ગવર્નર વજુભાઇ વાળા તેમજ સંતો અને મહંતોની ઉ૫સ્થિતિમાં બુધવારે મહોત્સવનું ઉદ્ધાટન

રાજકોટનાં આંગણે પૂ. પ્રમુખ સ્વામી મહારાજમાં ૯૮માં જન્મજયંતિ મહોત્સવ તેમજ બીએપીએસ સ્વામીનારાયણ મંદિર, રાજકોટના દ્વિદશાબ્દી મહોત્સવનું આગામી તા. પ થી ૧પ દરમિયાન જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવ માટે માધાપર-મોરબી બાયપાસ રોડ પર પ૦૦ એકર જમીનમાં ભવ્ય સ્વામીનારાયણ નગરનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.

Dsc 1999

૧૧ દિવસીય આ મહોત્સવમાં પપ દેશોમાંથી ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડયાના છે. આગામી બુધવારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, કર્ણાટકના રાજયપાલ વજુભાઇ વાળા તેમજ સંતો મહંતોની ઉ૫સ્થિતિમાં આ જાજરમાન મહોત્સવનું ઉદધાટન કરવામાં આવશે.

પૂ. પ્રમુખ સ્વામી મહારાજની ૨૭ ફુટ ઉંચી પ્રતિમા

Dsc 2006

આ પ્રકારના કુલ પાંચ કલાત્મક મંદિરોનું નિર્માણ

Dsc 2010

પકાર થીમ આધારિત કલાત્મક પ્રવેશદ્વાર જેની પહોળાઈ ૩૫૦ ફુટ અને ઉંચાઈ ૩૪ ફુટ છે

Dsc 2005

સંત-મહંતો તેમજ મહાત્માઓની પૂર્ણ કદની પ્રતિમાઓ ધરાતા સંત ઝરૂખાઓ

Dsc 2008

પ્રવેશ દ્વારની નજીક તૈયાર  કરાયેલું સુંદર ઉપવન

Dsc 2002

૬ પ્રદર્શનખંડો મુલાકાતીઓને વિવિધ પ્રકારની પ્રેરણા પુરી પાડશે

Dsc 2000સ્વામીનારાયણ નગરમાં ૬ વિશાળ પ્રદર્શન ખંડો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં એક ખંડમાં બે હજાર જેટલા લોકો ખુરશીમાં બેસી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મુકતાનંદ પ્રદર્શન ખંડમાં વ્યસન મુકિતની પ્રેરણા અપાશે નિત્યાનંદ પ્રદર્શન ખંડમા પારિવારિક એકતાની પ્રેરણા અપાશે.સેવાનંદ પ્રદર્શન ખંડમાં સૌને સેવાનો સંદેશ આપવામાં આવશે.

સહજાનંદ પ્રદર્શન ખંડમાં વચનામૃતના જ્ઞાન દ્વારા હતાશા અને નિરાશામાં સહજ આનંદમાં કેમ રહેવાય તેની પ્રેરણા અપાશે. ભારતાનંદ પ્રદર્શન ખંડમાં નાગરીકોને દેશ પ્રત્યેની ફરજોનું દર્શન કરાવતો પ્રેરક શો યોજાશે. પરમાનંદ પ્રદર્શન ખંડમાં પ્રમુખ સ્વામી મહારાજના જીવન અને કાર્ય દ્વારા પરમ આનંદમાં રહેવાની અનુભુતિ કરાવવામાં આવશે.

આ મહોત્સવ ઐતિહાસિક બની રહેશે: પૂ.અપૂર્વમુની સ્વામી

Dsc 2020મહોત્સવના મુખ્ય આયોજક અપૂર્વમુનિ સ્વામીએ ‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, પ્રમુખ સ્વામી મહારાજનો ૯૮મો જન્મોત્સવ રાજકોટની ભૂમિ પર યોજાવા જઈ રહ્યો છે. આ મહોત્સવ ઐતિહાસિક બની રહેશે. વધુમાં તેઓ સાથે પ્રશ્ર્નોતરી પણ કરવામાં આવી હતી.

પ્ર.આ મહોત્સવનો લાભ રાજકોટને કઈ રીતે મળ્યો ?

જ. પૂ.પ્રમુખ સ્વામી મહારાજનો ૯૬માં જન્મજયંતિ મહોત્સવની ઉજવણી સુરતમાં કરવામાં આવી હતી. બાદમાં ૯૭માં જન્મજયંતિ મહોત્સવની ઉજવણી મધ્ય ગુજરાતમાં કરવામાં આવી હતી. હવે ૯૮માં મહોત્સવની જન્મજયંતી મહોત્સવની સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ જોડાય શકે તે માટે રાજકોટને પસંદ કરવામાં આવ્યું છે. વધુમાં રાજકોટમાં ભવ્ય આયોજનની વ્યવસ્થામાં સગવડતા હોવાથી તેની પસંદગી કરવામાં આવી છે.

પ્ર. સ્વામીનારાયણ સંપ્રદાયના સફળ મેનેજમેન્ટનું રહસ્ય શું છે ?

જ. અમારા કાર્યક્રમોમાં ભણેલા-ગણેલા સંતો તેમજ સમર્પિત કાર્યકર્તાઓ જોડાયેલા હોય છે. તેઓની આગવી સુઝથી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય છે. ઉપરાંત સાથે ગુરુની કૃપા પણ હોય છે. પૂ.પ્રમુખ સ્વામી મહારાજના અને મહંત સ્વામી મહારાજના આશિર્વાદથી બધા કાર્યક્રમો સફળતાપૂર્વક પૂર્ણ થાય છે.

પ્ર. દેશ-વિદેશમાં વસતા ભાવિકો પણ મહોત્સવનો ઘેર બેઠા લાભ લઈ શકે તેવી કોઈ વ્યવસ્થા ?

જ. મહોત્સવનું લાઈવ ટેલીકાસ્ટ કરવામાં આવશે, સોશ્યલ મીડિયા હવે એ હદે ફાસ્ટ થઈ ગયું છે કે, લાઈવ થયેલો કાર્યક્રમ ખૂબ વાયરલ થઈને કયાંનો કયાં પહોંચી જાય છે. આ સમગ્ર કાર્યક્રમ લાઈવ ટેલીકાસ્ટ અનેક માધ્યમો પર કરવામાં આવશે.

પ્ર. દિક્ષાનું મહત્વ શું છે ?

જ. હિન્દુ સંસ્કૃતિમાં ત્યાગ અને ગૃહસ્થ એમ બે માર્ગ છે. જેની અંદર સમર્પણની ભાવના છે. રાષ્ટ્ર માટે સંસ્કૃતિ માટે તેઓ ભગવા કપડા આદર્શ ગુરુ પાસેથી ધારણ કરે છે. દિક્ષા ગ્રહણ કરે છે. સ્વામીનારાયણે સંત પરંપરાનો પ્રારંભ કર્યો હતો તે પરંપરા પ્રમુખ સ્વામી મહારાજે તેમજ મહંત સ્વામી મહારાજે જીવંત રાખી છે. હાલ દેશ-વિદેશની ભણેલા નવ યુવાનો દિક્ષા ગ્રહણ કરે છે તે ઓ દિક્ષા ગ્રહણ કરી સમાજ, સંસ્કૃતિ અને ધર્મ માટે તેમજ રાષ્ટ્ર માટે પોતાનું જીવન સમર્પિત કરી દયે છે.

સ્વામીનારાયણ નગર વિશે જાણવા જેવું

  •  પ્રમુખ સ્વામીના જન્મોત્સવની ઉજવણી માટે પ૦૦ એકર જેટલી વિશાળ જમીન ખેડુતોએ સ્વામીનારાયણના નિર્માણ માટે આપી.

  •  ૮૦૦ સંતોના ઉતારા માટે એક ભાવિકે આલીશાન ૧૪ માળનું બિલ્ડીંગ સોંપી દીધું, મહંત સ્વામીના ઉતારા માટે એક ભાવિકે પોતાની હોટલ સોંપી દીધી.

  •  સ્વામીનારાયણના નિર્માણ માટે એક પણ કામદાર નથી રાખવો પડયો. રર હજાર સ્વયંસેવકો અહિ કામ કરે છે. ઘણા પ્રતિષ્ઠાવાન લોકો પણ કામ-ધંધો છોડીને સેવા આપે છે.

  •  સવારનોસમય વિઘાર્થીઓ માટે અનામત રખાયો, સ્વામીનારાયણ નગરની મુલાકાત લેવા માટે ૧ લાખ જેટલા વિઘાર્થીઓનું રજીસ્ટ્રેશન

  •  લાઇટીંગ અને સાઉન્ડ શોનું અદ્દભુત આયોજન, એક સાથે ૩૦ થી ૩પ હજાર લોકો બેસીને નિહાળી શકશે આ શો

  •  સ્વયં સેવક તરીકે કાર્યરત ૧૦ ડમ્પર ચાલકોએ અહિ કામ કરીને દારૂ તેમજ અન્ય વ્યસકનોનો ત્યાગ કર્યો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.