Abtak Media Google News

રાજકોટની જળ જરૂરીયાત સંતોષતા ભાદર, ન્યારી-૧, ન્યારી-૨, આજી-૧ અને લાલપરીમાં પાણીની આવક: ભાદર ડેમમાંથી દર કલાકે છોડાતું ૧૪૦૦ કયુસેક પાણી

આજે પણ અનરાધાર વરસાદની આગાહી

છત્તિસગઢમાં સર્જાયેલું લો-પ્રેશર પશ્વીમ તરફ સરકતા સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ: કાલથી જોર ઘટશે

સૌરાષ્ટ્રમાં વરસી રહેલા અવિરત વરસાદના કારણે ધોરાજી પાસે આવેલ ભાદર-૨ ડેમ સવારે ઓવરફલો થઈ જતા લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા સુચના આપી દેવામાં આવી છે. ડેમના બે દરવાજા અડધો ફુટ ખોલી દેવાયા છે. દર કલાકે ૧૪૦૦ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

જયારે ડેમમાં પ્રતિ કલાક ૧૩૨૯ કયુસેક પાણીની આવક થઈ રહી છે.  રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સોમવારે પડેલા સાર્વત્રિક વરસાદના કારણે જળાશયોમાં નોંધપાત્ર આવક થવા પામી છે. રાજકોટની જળ જ‚રીયાત સંતોષતા પાંચેય જળાશયોમાં પાણીની આવક થવા પામી હોવાના અહેવાલો મળી રહ્યા છે. મોતીસર ડેમ ઓવરફલો થઈ ગયો છે તો ભાદર-૨ ડેમ ૮૫ ટકા ભરાઈ જતા એલર્ટ પર મુકી દેવામાં આવ્યો છે. જળાશયોમાં ધીમીધારે પાણીની આવક ચાલુ છે.

રાજકોટની જળજ‚રીયાત સંતોષતા પાંચેય જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. ભાદર ડેમમાં ૧.૪૮ ફુટ પાણી આવ્યું છે. ૩૪ ફુટે ઓવરફલો થતા ભાદરની સપાટી ૧૮.૭૦ ફુટે પહોંચી જવા પામી છે અને ડેમમાં ૧૬૨૩ એમસીએફટી પાણી સંગ્રહિત છે. આજી-૧ ડેમમાં ૦.૪૯ ફુટ પાણી આવતા ૨૯ ફુટે ઓવરફલો થતા આજીની સપાટી ૧૬.૫૦ ફુટે પહોંચી જવા પામી છે. ડેમમાં ૨૯૧ એમસીએફટી પાણી સંગ્રહિત છે.

ન્યારી-૧ ડેમમાં પણ ૧.૧૭ ફુટ પાણી આવતા ૨૫.૧૦ ફુટે ઓવરફલો થતા ન્યારીની સપાટી ૧૫.૧૦ ફુટે પહોંચી જવા પામી છે અને ડેમમાં ૪૭૨ એમસીએફટી પાણી સંગ્રહિત છે. ન્યારી-૨ ડેમમાં ૭.૫૫ ફુટ પાણીની આવક થવા પામી છે. ૨૦.૭૦ ફુટે ઓવરફલો થતા ન્યારી-૨ ડેમની સપાટી ૧૫.૭૦ ફુટે પહોંચી છે અને ૨૬૧ એમસીએફટી પાણી સંગ્રહિત છે. શહેરના રાજાશાહી સમયના લાલપરી તળાવમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૩.૮૭ ફુટ પાણી આવ્યું છે. ૧૫ ફુટે ઓવરફલો થતા લાલપરીની સપાટી ૭.૮૦ ફુટે પહોંચી જવા પામી છે. ડેમમાં ૫૧ એમસીએફટી પાણી સંગ્રહિત છે.

આ ઉપરાંત આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન મોજ ડેમમાં ૫.૦૨ ફુટ, ફોફળ ડેમમાં ૩.૩૮ ફુટ, આજી-૨ ડેમમાં ૨ ફુટ, આજી-૩ ડેમમાં ૧૪.૩૭ ફુટ, સુરવોમાં ૦.૯૮ ફુટ, ડોડીમાં ૯.૧૯ ફુટ, ગોંડલીમાં ૬.૪૦ ફુટ, વાછપરીમાં ૨.૪૬ ફુટ, વેરીમાં ૦.૨૩ ફુટ, ફાળદંડબેટીમાં ૪.૫૯ ફુટ, ખોરાપીપરમાં ૦.૧ ફુટ, છાપરવાડી-૨માં ૫.૯૧ ફુટ, ઈશ્ર્વરીયામાં ૨.૩૦ ફુટ, કરમાળમાં ૨.૩૦ ફુટ, ભાદર-૨માં ૦.૪૯ ફુટ, મચ્છુ-૨માં ૫.૩૮ ફુટ, ડેમી-૧માં ૨.૫૬ ફુટ, ડેમી-૨માં ૧.૪૮ ફુટ, મચ્છુ-૩માં ૧.૧૫ ફુટ, ઉંડ-૨માં ૫.૫૬ ફુટ, લીંબડી ભોગાવો-૧માં ૭.૦૨ ફુટ, વાસલમાં ૯.૮૪ ફુટ, મોરસરમાં ૧૨.૮૦ ફુટ, ત્રિવેણી ઠાંગામાં ૧૮.૫૬ ફુટ અને ધારીમાં ૫.૫૮ ફુટ પાણીની આવક થવા પામી છે.

રાજસમઢીયાળા નજીક ભૂપગઢનો યુવાન પુરમાં તણાયો શોધખોળ ચાલું

રાજકોટ કારખાનામાં કામ કરતાં શ્રમિક યુવાનને અન્ય લોકોએ ના પાડવા છતાં કોઝવેના ધસમસતા પ્રવાહમાં બાઇક નાખ્યુ અને સર્જાય દુર્ધટના

રાજકોટ શહેર જીલ્લામાં ગઇકાલે પડેલા ભારે વરસાદને કારણે ચોતરફ પાણી પાણીની પરિસ્થિતિમાં રાજકોટ તાલુકાના રાજસમઢીયા ગામના કાઝવેના ધસમસતા પ્રવાહમાં બાઇક લઇને પસાર થવાની કોશિષ કરનાર ભુપગઢનો યુવાન તણાઇ ગયો હતો દુર્ધટનાને પગલે રાજકોટ તાલુકા મામલતદાર સહીતનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો અને આ બનાવને ૧ર કલાક વિતવા છતાં હજુ યુવાનનો પત્તો લાગ્યો નથી.

પ્રાપ્ત વિગત મુજબ ગઇકાલે બપોર બાદ ભારે વરસાદને કારણે નદી નાળામાં ધસમસતા પાણી વહેતા હોવા છતાં રાત્રીના સમયે રાજકોટ તાલુકાના રામસમઢીયાળા ગામના કોઝવે પર  બાઇક લઇને પસાર થવાની કોશિષ કરનાર ભુપગઢ ગામના દેવેન્દ્ર બાબુભાઇ ચાવડા (ઉ.વ.૧૮) નામના યુવાને પાણીના પ્રવાહમાં બાઇક નાખી કોઝવે ઓળંગવાની કોશીષ કરતા પુરતાં પ્રવાહમાં તણાઇ ગયો હતો.

વધુમાં ધટનાની જાણ થતાં રાજકોટ તાલુકા મામલતદાર ખાનપરા સહીતનો કાફલો ફાયર બ્રિગેડના જવાનોને સાથે રાખી પાણીના પ્રવાહમાં તણાયેલા યુવાનની શોધખોળ હાથ ધરી હતી પરંતુ મોડી રાત્રી સુધી યુવાનનો પત્તો લાગ્યો નહતો.

રાજકોટ તાલુકા મામલતદાર ખાનપરાના જણાવ્યા મુજબ મોડી રાત્રી સુધી હાથ ધરવામાં આવેલ શોધખોળ બાદ આ યુવાનનું મોટર સાયકલ મળી આવ્યું હતું જો કે આ યુવાનની ભાડ મળી ન હતી, ઉલ્લેખનીય છે કે પાણીના ધસમસતા પ્રવાહમાં બાઇક ઉતારનાર દેવેન્દ્ર ચાવડાને અહીંના સ્થાનીક રહેવાસીઓએ જોખમ ન ખેડવા સલાહ આપી હતી. આમ છતાં આ યુવાને લોકોની વાત અવગણી પુરનાં પ્રવાહમાં કોન્વે પર બાઇક ઉતારતા જ તણાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે પુરના પ્રવાહમાં તણાયેલ દેવેન્દ્ર ચાવડા ભુપગઢથી રાજકોટ કારખાનામાં કામ કરવા આવતો હતો અને ગઇકાલે પણ રાજકોટ કારખાનેથી નોકરી પૂર્ણ કરી ઘરે જવા રવાના થયો હતો ત્યારે રાત્રીના સાડાનવથી દશ વાગ્યાના અરસામાં આ ગોજારો દુર્ધટના સર્જાઇ હતી.

બીજી તરફ આજે સવારથી જ રાજકોટ ફાયરબ્રીગેડના સાત જવાનોની ટીમ દ્વારા રાજસમઢીયાના કોઝવેથી લઇ આજુબાજુના વિસ્તારમાં તણાયેલ દેવેન્દ્ર ચાવડાને શોધવા સર્ચ ઓપરેશન ચાલુ કર્યુ છે અને ઘટનાના ૧ર કલાક વિતવા છતાં હજુ સુધી આ યુવાનનો પત્તો લાગ્યો ન હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

રાજકોટ: ઓરીસ્સા-છતિસગઢમાં સર્જાયેલું હવાનું હળવું દબાણ પશ્ર્ચિમ તરફ સરકતા સોમવારે સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. આ સિસ્ટમ હજી સક્રિય હોય આજે પણ અનરાધાર વરસાદની આગાહી આપવામાં આવી છે. ગઈકાલની પેટર્ન મુજબ આજે પણ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર ઓરીસ્સા અને છતિસગઢમાં હળવાનું હળવું દબાણ સર્જાયેલું છે જે ગઈકાલે રાત્રે પશ્ર્ચિમ તરફ સરકયું છે જેની અસરતળે ગઈકાલે સાંજથી સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. આ સિસ્ટમ હજી સક્રિય હોવાના કારણે આજે પણ સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસે તેવી પ્રબળ સંભાવના છે. આ ઉપરાંત સમગ્ર ગુજરાત પર અપરએર સાયકલોનીક સરકયુલેશન છે જે દરીયાઈ સપાટીથી ૩.૧ કિ.મીથી ૭.૬ કિમીની ઉંચાઈ પર છે.

જેની અસરતળે આગામી પાંચ દિવસ સુધી સમગ્ર રાજયમાં ભારે વરસાદ આપી શકે છે. આજે રાજયમાં દાહોદ, પંચમહાલ, બરોડા, મહિસાગર, અરવલ્લી, અમદાવાદ, છોટાઉદેપુર, આણંદ, ખેડા, ડાંગ, તાપી, ભ‚ચ, નર્મદા, ભાવનગર, રાજકોટ, બોટાદ, ગીર-સોમનાથ, અમરેલી, જુનાગઢ અને દીવમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આગામી ૨૧મી જુલાઈ સુધી રાજયમાં વરસાદી માહોલ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.