Abtak Media Google News

જમીન પચાવવા ખોટા ડોકયુમેન્ટ બન્યા હતા, અન્ય માસ્ટર માઈન્ડને પકડવા તપાસ શરૂ

ધોરાજીના માસ્ટર માઈન્ડ સરદારજી દ્વારા તમામ પ્રકારના બનાવટી દસ્તાવેજો બનાવી ખંભાળીયામાં કરોડોની જમીન, હડપ કરી જવાના ષડયંત્રનો મામલતદારે પર્દાફાશ કરતા આ શખ્સ સામે પોલીસ ફરિયાદ થવા સાથે તેમની ધરપકડ કરવામાં આવી છે.

પંજાબના પટીયાલામાં રહેતા પૂર્વ બ્રિગેડીયર સ્વ. મોહન મુકુંદ સિંગ હરમાનસિંગની કરોડોની કિંમતની જમીન ખંભાળીયાના હર્ષદપુર વાડી વિસ્તારમાં આવેલી હોય જેના મુળ માલીક બ્રિગેડીયર મોહન મુકુંદ સિંગનાવારસદાર બનવા તેમના નજદીક સગા તથા આ હકિકતના જાણભેદુ અને ધોરાજીમાં રહેતા માનસીંગ ઉધમસિંગે ખંભાળીયા રજીસ્ટ્રાર કચેરીમાં તદન વાહીયાત ખોટી બનાવટી વારસાઈ આંબો ખોટુ સોગંદ નામું ખોટા દસ્તાવેજો બનાવટી વારવાઈ એન્ટ્રી રજૂ કર્યા હતા.

આ હકિકતની જાણ બ્રિગેડીયરના જમાઈને જાણ થતા આ સામે વાંધા અરજી રજૂ કરવામાં આવતા દાળમાં મોટુ કાણુ હોવાનું જણાતા રજીસ્ટ્રાર કચેરીના નાયબ મામલતદાર પોલીસમાં ફરિયાદ દાખલ કરતા પોલીસે આરોપી માનસીંગના ધોરાજી સ્થિત રહેણાંક મકાનમાંથી પકડી પાડી પુછપરછ કરતા તેમના આગળથી મળેલ વિગત પ્રમાણે તેમણે તમામ દસ્તાવેજી પુરાવા તદન અસલ પ્રમાણ પત્રો માફક બનાવતા હતા પોલીસે આ માસ્ટર માઈન્ડ પાછળ કોણ કોણ સંડોવાયેલા છે. તે બાબતે તપાસ હાથ ધરી છે.

આ પ્રકરણમાં નોંધનીય બાબત એ છે કે આ પ્રકરણ સામે વાંધા અરજી કરનારે જો વાંધા અરજી દાખલ કરી નહોતતો શાયદ આ પ્રકરણ પરંપરાગત લેતી દેતી ના પ્રણાલીમાં ભમાભમ પસાર થઈ જાત અને સંભવિત પણે માસ્ટર માઈન્ડની કમાલથી કરોડોની જમીન ભ્રષ્ટાચારના સહયોગથી મૂળ માલીકના વારસદાર ના હાથ માંથી છીનવાઈ જાત આ પ્રકરણ ભ્રષ્ટાચારના ગંજાવર સડાની ગવાહી આપી રહ્યું છે. ત્યારે એક આરોપીની નહી પરંતુ અનેકની તપાસ થાય તો જ ભ્રષ્ટાચાર નાબુદીનું સાચુ પગલુ કહેવાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.