ધોરાજી: અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા ગોંડલના સર ભગવતસિંહજીનો ૧૫૩મો જન્મદિવસ ઊજવાયો

37

સર ભગવતસિંહજીની જન્મ જયંતિ નિમિત્તે ધોરાજી તથા ગ્રામ્ય વિસ્તારોમાં રજપુત સમાજ અને અન્ય સમાજનાં અગ્રણીઓની ઉપસ્થિતિમાં ભગવતસિંહજીનાં સ્ટેચ્યુને પુષ્પ અર્પણ કરી અને ભગવતસિંહજીનાં ૧૫૩ના જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.

અખિલ ગુજરાત રાજપુત યુવા સંધનાં પ્રદેશ મંત્રી ગોહિલે આ તકે એસ ટી એસટીનાં સરકારે લાગું કરેલ કાયદાનો સખ્ત શબ્દોમાં વખોડી અને રદ કરવાનું જણાવતાં વધું દિવસોમાં શું પરીણામ આવે તે સરકારે વિચારવું જોઈએ નું જણાવેલ આ તકે ધોરાજી માં તથા આજુબાજુના વિસ્તારોમાં રહેતાં રાજપુતો તથા અન્ય સમાજનાં આગેવાનો સામાજિક સંસ્થાઑનાં હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

Loading...