Abtak Media Google News

નોકરી, ધંધાએ જતા લોકોને ટેસ્ટિંગ માટે અનુકુળતા રહે  તેવા હેતુથી સમયમાં વધારો કરાયો: મ્યુનિ. કમિશનર

રાજકોટ મહાનગરપાલિકાએ શહેરીજનોની સેવા માટે ૫૦ ધનવંતરી રથ કાર્યરત કર્યા છે જે લોકોના વિસ્તારમાં જઈને રોગ પ્રતિકારક શક્તિ વધારતા આયુર્વેદિક ઉકાળા, આયુર્વેદિક દવાઓ, નસ્ય સેવા, ટેમ્પરેચર  ઓક્સિજન ચકાસણી, એન્ટીજન ટેસ્ટીંગ જેવી સેવાઓ આપે છે. હાલ શહેરમાં નોકરી-ધંધા ચાલુ થઇ જતા લોકોને દિવસે મહાનગરપાલિકાની સેવા લેવાનો સમય ન મળતો હોવાથી ધનવંતરી રથ અને આરોગ્ય કેન્દ્રમાં વિશેષ સમય સેવા ચાલુ કરેલ છે. હવેથી ધનવંતરી રથ દ્વારા સાંજે ૪ થી ૮ અને આરોગ્ય કેન્દ્ર ખાતે ૪ થી ૯ સેવા આપવામાં આવશે. નોકરી, ધંધાએ જતા લોકોને રાત્રે અનુકુળ સમય રહે તે માટે ધનવંતરી રથ અને આરોગ્ય કેન્દ્રની સેવાના સમયમાં વધારો કરવામાં આવ્યો છે જેથી તે લોકો પણ આ સેવાનો લાભ લઇ શકે, તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

લોકો પોતાનો વધુ સમય નોકરી અને ધંધામાં પસાર કરતા હોય છે તેમને મહાનગરપાલિકાની સેવાનો લાભ મળતો નથી હોતો તે માટે મ્યુનિ. કમિશનર ધનવંતરી રથ અને આરોગ્ય કેન્દ્રના સમયમાં વિશેષ સમય ચાલુ રાખવા જણાવ્યું છે જેથી વધુને વધુએ લોકો મહાપાલિકાની સેવાઓનો લાભ લઇ શકે.

Udit 1

મ્યુનિ. કમિશનર વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાને મ્હાત આપવા મહાનગરપાલિકા દ્વારા લોકોને અનુરૂપ કામગીરી કરવામાં આવી રહી છે. લોકોએ કોરોનાથી ગભરાવાની જરૂર નથી. જે વ્યક્તિને શરદી, તાવ, ઉધરસ કે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તેમણે તુર્ત જ નજીકમાં આવતા મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જ્યાં તેમણે સંપૂર્ણ સારવાર વિનામુલ્યે આપવામાં આવશે. જરૂર જણાયે તેમની કોરોના અંગેના ટેસ્ટીંગની કામગીરી પણ કરવામાં આવશે. લોકો જેટલું વહેલું નિદાન કરાવશે મહાનગરપાલિકા તેમણે તેટલી વહેલી સારવાર આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.