Abtak Media Google News

હાલમાં સમગ્ર દેશ અને રાજયમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહેલ છે. કોરોનાનું સંક્રમણ રોકવા અને નાગરીકોની સ્વોસ્યં  અને સુખાકારી વધારવા દરેક વિસ્તાોરમાં હરતો ફરતો “ધન્વંાતરી આરોગ્યરથ” કોરોના સંક્રમણના લક્ષણો હોય અને તેનું વહેલું નિદાન થાય તો તુરત જ સારવાર વહેલામાં વહેલી તકે શરૂ કરી શકાય છે. અને તેના પરિણામો પણ સારા મળે છે. રાજયના દરેક જિલ્લાંના અંતરિયાળ વિસ્તારમાં આરોગ્ય  સેવાઓ સમયસર મળી રહે તે ખુબજ અગત્યિનું છે.

રાજકોટ જિલ્લાામાં રોગ અટકાયતી કામગીરીમાં એલોપેથીક સહીત આયુર્વેદિક અને હોમિયોપેથિક સારવાર પણ અસરકારક રીતે કામ કરે છે. તેથી રાજય સરકારે ધન્વં તરી આરોગ્ય રથ દ્વારા દરેક રાષ્ટ્રીય બાલસખા કાર્યક્રમની ટીમ ગ્રામ્ય  વિસ્તાતરમાં ગામડે ગામડે કોરોનાના પોઝીટીવ કેસ નોંધાયેલ છે તેવા વિસ્તા રોમાં અને અંતરિયાળ વિસ્તારિમાં ફરે છે.

આ ધન્વંાતરી આરોગ્ય રથ અંતરિયાળ વિસ્તાનરના લોકોને તાવ, શરદી, ઉધરસ, ઝાડા, ડાયાબિટીસ, બી.પી., ચામડીના રોગો વગેરેના નિદાન અને સ્થાળ પર પ્રાથમિક સારવારની સેવાઓ આપવામાં આાવે છે.

આ ધનવંતરી આરોગ્યી રથ માં એક ડોકટર, એક સ્ટાાફ નર્સ, એક લેબ ટેકનિશિયન અને ડ્રાઇવરનો સમાવેશ થાય છે. ધનવંતરી રથ દ્વારા ૧,૫૦,૪૩૯ લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવેલ છે. જેમાં રેસ્પીરેટરીઇન્ફેક્ષન દર્દી શોધી તેમને સ્થથળ પરજ સારવાર આપવામાં આવે છે. લોકના એંટીજન ટેસ્ટ પણ કરવામાં આવે છે. તેમજ અંતરિયાળ વિસ્તાથરના લોકોને આયુર્વેદિક તેમજ હોમિયોપેથી દવાઓનું વિતરણ કરવામાં આવે છે.

રાજકોટ જિલ્લાના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં વસતાં ૭૮ હજારથી વધુ લોકોની આરોગ્ય તપાસ

રાજકોટ જિલ્લાના વિવિધ ઔદ્યોગિક વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકાવવાના ભાગરૂપે જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયા દ્વારા ખાસ ઝુંબેશના આયોજન અને અમલીકરણ માટે સંબંધિત

તાલુકાના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, નગરપાલિકા ચીફ ઓફિસર તથા આરોગ્ય વિભાગના અધિકારીઓને ખાસ કામગીરી સોંપવામાં આવી છે.

જે અન્વયે જિલ્લાનાં મેટોડા, શાપર, કુવાડવા, બામણબોર, પડવલા લોઠડા, ગોંડલ, જામવાડી, હડમતાળા તેમજ ગુંદાળા જેવાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલાં કુલ ૫,૧૮૩ જેટલા ઔદ્યોગિક એકમોમાં કાર્ય કરતાં શ્રમિકો તેમજ તેમનાં પરિવારજનો મળીને ૭૮ હજારથી વધુ લોકોની આરોગ્યની ટીમ દ્વારા તપાસણી કરવામાં આવી છે. જે પૈકી સામાન્ય લક્ષણો ધરાવતા લોકોને ટીમ દ્વારા સ્થળ પર જ જરૂરી સારવાર આપવામાં આવી હતી. આ ટીમ દ્વારા પલ્સ, ઓક્સિજન લેવલની ચકાસણી ઉપરાંત લેબોરેટરી ટેસ્ટ પણ સ્થળ પર જ કરવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.