Abtak Media Google News

ધન્વંતરી જયંતિ આયુર્વેદ દિવસ રૂપે મનાવાય છે: કાર્યકરો અબતકના આંગણે

આરોગ્ય ભારતી રાજકોટ દ્વારા ધનતેરસનાદિવસે તા.૫ને સોમવારે સવારે ૯.૩૦ થી ૧૧ આરોગ્યના દેવતા ભગવાન ધન્વંતરીના જન્મ જયંતિ નિમિતે પૂજન અર્ચનનો કાર્યક્રમ વીરાણી બહેરા મુંગા શાળા ઢેબર રોડ, રાજકોટ ખાતે યોજાશે આરોગ્ય ભારતીની સ્થાપના ૨૦૦૨માં કોચી ખાતે કરવામાં આ દિવસે જ કરવામા આવેલ. સ્વસ્થ વ્યકિત સ્વસ્થ સમાજ અને સ્વસ્થ રાષ્ટ્રની કલ્પના સાથે આરોગ્ય ભારતી આજે ભારતના તમામ રાજયમાં કાર્ય કરી રહી છે.

ભારત સરકારે પણ ધન્વન્તરી જયંતિને આયુર્વેદ દિવસ તરીકે ગત વર્ષથી જાહેર કરેલ છે લોકો માત્ર ધનની જ નહિ પરંતુ આરોગ્ય રૂપી ધનની રક્ષાનું મહત્વ સમજે તે માટે આરોગ્ય ભારતી પ્રયત્નશીલ છે. આ કાર્યક્રમમાં આરોગ્ય ભારતીના વરિષ્ઠ રાષ્ટ્રીય કક્ષાના અધિકારી ડો. હર્ષદભાઈ પંડિત (તું જ તારો તારણ હાર) આરોગ્ય ભારતીના પ્રાંત સચિવ ડો. જયસુખભાઈ મકવાણા વનૌષધિ વિભાગના પ્રાંત સંયોજક ભરતભાઈ કોરાટ ઘરેલું ઉપચારના પ્રાંત સંયોજક પ્રવીણગીરી ગૌસ્વામી (ગીરીબાપુ) મેડીકલ વિદ્યાર્થી પ્રાંત સંયોજક પ્રો. વિજય પીઠડીયા ઉપસ્થિત રહેશે.

રાજકોટના મંત્રી ડો. હાર્દિક જોબનપુત્રા, વિપુલભાઈ પરમાર, તપનભાઈ પંડયા મોનીકાબેન ભટ્ટ, જાગૃતિબેન ચૌહાણ, વાહીદ માર્ફાની વી. વ્યવસ્થા ગોઠવશે તેમ યાદીમાં જણાવાયું છે. આરોગ્ય ભારતીના કાર્યકરો નિદાન કેમ્પનો લાભ લેનાર દર્દીઓ અને તમામ ડોકટર મિત્રો અને નગરજનોને પૂજન માટે ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે. કાર્યક્રમને સફળ બનાવવા કાર્યકરોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.