ગ્રાન્ટ થકી નગરોમાં વધુને વધુ સુવિધા વિકસાવવા ધનસુખ ભંડેરીનું આહવાન

ગુજરાત મ્યુ.ફાઈનાન્સ બોર્ડ દ્વારા નડિયાદ ખાતે રીવ્યુ બેઠક યોજાઈ

અમદાવાદ ઝોનના ૪ જિલ્લાઓની ૨૫ નગરપાલિકાઓના મહાનુભાવોની ઉપસ્થિતિ

રાજયના મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વમાં રાજયની ભાજપ સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અને વિકાસ લક્ષી કાર્યો વેગવંતા બન્યા છે ત્યારે પારદર્શક, સંવેદનશીલ, નિર્ણાયક અને પ્રગતિશીલ સરકારના ચાર આધારસ્તંભોથી રાજયની ભાજપા સરકાર સર્વસ્પર્શી અને સર્વવ્યાપી બની છે ત્યારે છેવાડાના માનવીને પ્રાથમિક સુવિધાઓથી લઈ માળખાકિય અને આંતર માળખાકિય સુવિધાઓ પ્રાપ્ત થાય તેવા આશયથી અમદાવાદ ઝોનની ૪ જિલ્લાની ૨૫ નગરપાલિકાની રીવ્યુ બેઠક નડિયાદ ખાતે યોજાઈ હતી.

આ રીવ્યુ બેઠકમાં માર્ગદર્શન આપતા ભંડેરીએ જણાવેલ કે, રાજયના નગરો અને મહાનગરો સુખી, સંપન્ન અને સમૃદ્ધ બને તે દિશામાં રાજયની ભાજપ સરકાર કામ કરી રહી છે તેમજ કોરોનાની મહામારીમાં પણ રાજયની ભાજપ સરકારે પ્રજાહિત-લોકહિતના કામો અટકવા દીધા નથી ત્યારે રાજયની ભાજપ સરકારે સૌનો સાથ, સૌનો વિકાસના ધ્યેય સૂત્ર સાથે સમાજના છેવાડાના માનવીના ઉત્થાન માટે યોજનાઓ અમલી બનાવી તેનો સંપૂર્ણ લાભ મળે તેવું માઈક્રો આયોજન કર્યું છે અને કોરોના સંક્રમણ સામે સર્તકતાથી વિકાસકામોની યાત્રા ચાલુ રાખી ‘જાન ભી હૈ, જહાન ભી હૈ’ના સુત્રને ચરિતાર્થ કર્યું છે ત્યારે રાજય સરકારની અનેકવિધ યોજનાઓથી છેવાડાના માનવીના પાયાના પ્રશ્ર્નો હલ થાય અને લઘુતમ સાધનોનો મહતમ ઉપયોગ કરી નગર પાલિકાઓ, મહાનગરપાલિકા જેવી બને અને મહાનગર પાલિકાઓ મેગાસીટી બને તેમજ નગરપાલિકાઓને ફાળવાયેલ ગ્રાન્ટના મહતમ ઉપયોગથી લોકોની પ્રાથમિક સુવિધા અને સુખાકારીમાં વધારો થાય તે માટે આયોજનબઘ્ધ કામગીરી થાય અને વહિવટી અને કાયદાકીય જ્ઞાનની એકબીજા સાથે આપ-લે થાય અને જાણકારીમાં વૃદ્ધી થાય તે માટે માર્ગદર્શન પુરુ પાડેલ હતું.

ત્યારે અમદાવાદ ઝોનનાં ૪ જિલ્લા જેમાં અમદાવાદ, ખેડા, સુરેન્દ્રનગર, બોટાદ જિલ્લાની કુલ મળી ૨૫ નગરપાલિકાઓ જેમાં અમદાવાદ જિલ્લાની વિરમગામ, ધંધુકા, આણંદ, ધોળકા, બાવળા અને બારેજા નગરપાલિકા, ખેડા જિલ્લાની નડીયાદ, કપડવંજ, મહેમદાવાદ, ચકલાસી, ખેડા, ડાકોર, કઠલાલ, મહુધા, કણજરી, ઠાસરા નગરપાલિકા, સુરેન્દ્રનગર જિલ્લાની સુરેન્દ્રનગર, વઢવાણ, ધ્રાંગધ્રા, લીંબડી, થાનગઢ, ચોટીલા, પાટડી નગરપાલિકા, બોટાદ જિલ્લાની બોટાદ, ગઢડા, બરવાળા નગરપાલિકા સહિત ના નગરપાલિકાઓના પદાધિકારી તથા અધિકારીઓની ઝોન બેઠક નડીયાદ ખાતે મળી હતી. ધનસુખ ભંડેરીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ રીવ્યુ બેઠકમાં અમદાવાદ ઝોનના પ્રાદેશિક કમિશનર ડો.મનિષકુમાર બંસલ, નડીયાદ નગરપાલિકા પ્રમુખ દિપીકાબેન, પ્રોબેશન આઈ. એ. એસ. ઓફિસર રાજ સુથાર, ઝોન એડી.ક લેકટર બારૈયા, નડીયાદ ચીફ ઓફિસર પ્રણવ પારેખ, અધિકારીઓ પટ્ટણી, નટુભાઈ દરજી, મીતાબેન બ્રહ્મભટ્ટ સહિત વિવિધ નગરપાલિકાના પ્રમુખો, ઉપપ્રમુખો, કારોબારી ચેરમેન, ચીફ ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકની વ્યવસ્થા એડી.ઝોન કલેકટર બારૈયા અને નટુભાઈ દરજીએ  સંભાળી હતી.

Loading...