Abtak Media Google News

સરકારી હોસ્પિટલમાં પુરતા તબીબો ન હોવાી દર્દીઓને છેક સુરેન્દ્રનગર સુધી ધક્કા ખાવા પડતા હોય આ મામલે અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં ન આવતા દયાવાન ગ્રુપ, ગૌરક્ષા દળ અને બજરંગ દળ સહિતની સંસઓએ લડતનું રણશીંગુ ફૂંકયું

ધ્રાંગધ્રા શહેરમાં આવેલી એકમાત્ર સરકારી હોસ્પિટલમાં તબીબોના અભાવે લોકોને હાલાકી વેઠવી પડી રહી છે. દર્દીઓને છેક સુરેન્દ્રનગર સુધી ઈલાજ માટે ધક્કા ખાવા પડી રહ્યાં છે. ત્યારે આ મામલે ત્વરીત પગલા લેવાની માંગ સો દયાવાન ગ્રુપ, બજરંગ દળ, ગૌરક્ષા દળ સહિતની સંસઓ દ્વારા આજે ધ્રાંગધ્રા બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ એલાનના પગલે શહેરના મોટાભાગના લોકોએ પોતાના કામ-ધંધા બંધ રાખીને બંધના એલાનને સર્મન પણ આપ્યું હતું.

ધ્રાંગધ્રા શહેરમા ઝાલાવાડની એક માત્ર અત્યાધુનીક મશીનરી ધરાવતી સરકારી હોસ્પીટલ ધ્રાંગધ્રાખાતે આવેલી છે પરંતુ તબીબોના અભાવે આ હોસ્પીટલ ખંડેરની માફક નકામી હોય તેમ કહી શકાય અહિ છેલ્લા કેટલાક સમયથી ડોક્ટરોના અભાવના લીધે આજુ-બાજુના બેથી ત્રણ તાલુકામા વસવાટ કરતા રહિશોને સુરેન્દ્રનગર સુધી લાંબા થવુ પડે છે જેના લીધે ગરીબ લોકોને રુપિયા તથા સમયનો વ્યય થાય છે. હાલમા જ સરકારી હોસ્પીટલ ખાતે એક સગર્ભાને પ્રસુતિની પીડા બાદ સરકારી હોસ્પીટલે ડિલેવરી માટે લઇ જતા માતા તથા શીશુનુ ડોક્ટર બેદરકારીના લીધે મોત થયુ હતુ. સરકારી હોસ્પીટલમા તબીબોના અભાવે તાત્કાલિક સારવાર નહિ મળતા અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જેથી ધ્રાંગધ્રા શહેરના રહિશો તથા સામાજીક કાર્યકરો દ્વારા હોસ્પીટલમા ડોક્ટરનો પુરતો સ્ટાફ મુકવા રાજ્ય સરકારને અસંખ્ય રજુઆત કરી હતી પરંતુ આ મામલે કોઇ કાર્યવાહી ન થતા હજુ સુધી તબીબોની ખાલી જગ્યા પુરવામા નહિ આવતા અંતે શહેરની સામાજીક સંશ્થાઓ દ્વારા આ મામલે આંદોલનનુ રણશીંગુ ફુક્યુ છે. જેમા ધ્રાંગધ્રા શહેરના દયાવાન ગૃપ, બજરંગ દળ, ગૌરક્ષાદળ સહિત અનેક સામાજીક સંસ્થાઓના કાર્યકરો તથા હોદ્દોદારો એકઠા થઇ મિંટીંગનુ આયોજન કર્યુ હતુ આ મિટીંગ દરમિયાન શહેરના રહિશોનો પ્રશ્ન હોય જેથી ડોક્ટરોની ખાલી જગ્યા પુરવા આજે ધ્રાંગધ્રા શહેર બંધનુ એલાન આપ્યુ હતુ. સાથે શહેર બંધમા લોકો તથા વેપારી સ્વેચ્છીક સહકાર આપવા સામાજીક સંસ્થાઓ દ્વારા અપીલ કરાઈ હતી.

આ બંધના એલાનમાં આજે અનેક લોકોએ જોડાઈને પોતાના કામ ધંધા સ્વૈચ્છાએ બંધ રાખ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ધ્રાંગધ્રાના દર્દીઓને ઈલાજ માટે સુરેન્દ્રનગરના સરકારી હોસ્પિટલનો સહારો લેવો પડતો હોય છે. મામુલી દર્દ માટે પણ તેઓને છેક સુરેન્દ્રનગર સુધીનો ધક્કો ખાવો પડતો હોય છે. છેલ્લા ઘણા સમયી આ સમસ્યા યાવત રહી છે. આ મામલે અનેક રજૂઆતો કરવા છતાં પણ તંત્રએ કોઈપણ જાતની દરકાર ન લેતા અંતે સામાજિક સંસઓએ તંત્ર સામે લડતનું રણશીંગુ ફૂંકીને બંધન એલાન આપ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.