ચોટીલામાં ‘મેઘાણી’ને ભાવાંજલિ અર્પતા ડીજીપી ભાટિયા

મેઘાણીના જન્મસ્થળની મુલાકાત લીધી

ગુજરાત રાજયના ડીજીપી આશિષ ભાટિયાએ ચોટીલા સ્થિત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી ના ઐતિહાસિક  જન્મ સ્થળ ખાતે ભાવાંજલિ  અર્પણ કરી હતી.

જ્યારે આ સમયે  ઝવેરચંદ મેઘાણી ના પૌત્ર  પિનાકી મેઘાણી દ્વારા ભાવ ભર્યું અભિવાદન કરવામાં આવ્યું હતું પોલીસ લાઈન અને પોલીસ પરિવારમા જન્મેલા ઝવેરચંદ મેઘાણી અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પર ગુજરાત પોલીસ ગર્વ અનુભવે છે

ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ સાહિત્ય સંસ્કૃતિ પ્રેમી પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી આશિષ ભાટિયાએ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મ જયંતી વર્ષ નિમિત્તે તેમના ચોટીલા સ્થિત ઐતિહાસિક  જન્મ સ્થળ ખાતે ભાવાંજલિ અર્પણ કરી હતી

રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષ સંદીપ સિંગ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા  આઇપીએસ વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક ચેતન મુંધવા ચોટીલા પી આઈ ભાવનાબેન પટેલ સીપીઆઇ આર ડી પરમાર પી.એસ.આઇ એમ કે ગોસાઈ તથા પોલીસ પરિવાર ની મોટી ઉપસ્થિતિ રહી હતી.

ચોટીલા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના કિરીટસિંહ રહેવર મામા અને સરકારી તાલુકા પુસ્તકાલય ના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Loading...