દેવભૂમિ દ્વારકા જીલ્લાને કુપોષણથી મુક્ત કરવા નયારા એનર્જીના પ્રોજેકટ ‘તુષ્ટિ’નો આરંભ

152

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કરાયો પ્રોજેક્ટનો આરંભ કરાયો

સુસંકલિત ડાઉનસ્ટ્રીમ કંપની નયારા એનર્જીએ આજે પ્રોજેકટ તુષ્ટિના પ્રારંભની જાહેરાત કરી છે, સમુદાયો પ્રત્યે કંપનીની નિષ્ઠાને આગળ ધપાવતા આ પ્રોજેકટનો ઉદ્દેશ દેવભૂમિ દ્વારકા જીલ્લાને પોષણના અભાવથી મુક્ત કરવાનો છે.

આ ઝુંબેશનો  મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે ગાંધીનગરમાં  પ્રારંભ કરાયો છે.

કંપની આ વિસ્તારમાં દેશના બીજા નંબરના સૌથી મોટા સીંગલ સાઈટ રિફાઈનરી પ્રોજેકટનુ સંચાલન કરે છે અને આ વિસ્તારમાં આરોગ્ય તથા પોષણ તેમજ શિક્ષણ અને પર્યાવરણ ક્ષેત્રે કેટલાક સાતત્ય પૂર્ણ વિકાસ  કાર્યક્રમો હાથ ધરીને સમુદાયોના જીવનની ગુણવત્તામાં સુધારો કરવાનો પ્રયાસ કરે છે.

વર્ષ ૨૦૧૯ની વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં  નયારા એનર્જી અને ગુજરાત સરકારે આ વિસ્તારના એકંદર વિકાસમાં યોગદાન માટે  દેવભૂમિ દ્વારકા જીલ્લાને પોષણના અભાવથી મુક્ત કરવા માટે હાથ વાડીનારમાં રિફાઈનરીનો પાયો નાખ્યો ત્યારથી દેવભૂમિ દ્વારકા નયારા એનર્જીના  અસ્તિત્વની આધારશિલા છે. પ્રોજેકટ તુષ્ટિનો ઉદ્દેશ દેવભૂમિ દ્વારકામાં પોષણના સ્તરમાં સુધારો કરીને આ વિસ્તારના એકંદર વિકાસમાં યોગદાન આપવાનો છે.

નયારા એનર્જી તેના અમલીકરણના ભાગીદારો જેએસઆઈ, આર એન્ડ ટી ઈન્ડીયા ફાઉન્ડેશન અને ઈન્ડીયન ઈન્સ્ટિટયુટ ઓફ પબ્લિક હેલ્થ-ગાંધીનગર (IIPHG) સાથે મળીને સુસંકલિત બાલ વિકાસ સર્વિસીસ સ્કીમ (ICDS) અને મહીલા અને બાલ કલ્યાણ વિભાગ (DWCD) સાથે ઘનિષ્ઠપણે  કામગીરી કરશે. પ્રોજેકટ તુષ્ટિ  હેલ્થ અને વેલનેસ સેન્ટર્સ સાથે સમન્વય કરીને ટેકનોલોજી તથા નવા યુગની વિતરણ વ્યવસ્થા મારફતે જીલ્લાના પોષણ નિર્દેશકો મજબૂત બનાવશે.

Loading...