Abtak Media Google News

રાજકોટ જીલ્લાના ધોરાજીમાં 26 મી જાન્યુઆરી અને 70 માં ગણતંત્ર દિવસ નિમિત્તે આજરોજ ભક્તિ ભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં સમગ્ર દેશમાં અને આખાં વિશ્વ માં વસતાં ભારતીયો એ તિરંગો ફરકાવી ને 70 માં ગણતંત્ર દિવસ ની ભક્તિ ભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ધોરાજી માં પણ 70 માં ગણતંત્ર દિવસ ની ભક્તિ ભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં તોરણીયા , જમનાવડ , ધોરાજી માં લેઉઆ પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે અને ભગવતસિંહજી હાઈસ્કૂલ માં તો મુસ્લિમ વિસ્તાર એવાં તિરંગા ચોક ખાતે ત્રિરંગો લહેરાવ્યો હતો અને ત્રિરંગા ની આન બાન અને શાન થી ધ્વજ વંદન કરવામાં આવ્યો અને સાંસ્કૃતિક ભક્તિ જેવાં કાર્યક્રમો યોજાયા હતા.

આ કાર્યક્રમ માં રાજકીય નેતા ઓ સામાજીક આગેવાનો કાર્યકર્તા ઓ આમંત્રિત મહેમાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને 26 મી જાન્યુઆરી 70 માં ગણતંત્ર દિવસ ની ભક્તિ ભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી. ગણતંત્ર દિવસ ની શુભેચ્છાઓ પાઠવી હતી તો ધોરાજી નાં આઝાદ ચોક ખાતે આવેલ ગાંધી ની પ્રતિમા આવેલ છે ત્યા ગાંધી નાં ચશ્મા પર કોઈ એ તિરંગા ઝંડો કોઈ ટીખડ ખોરે મુક્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.