‘અબતક’ના ફેસબૂક પેઈજ ઉપર શનિદેવના લાઈવ દર્શન નિહાળી ધન્યતા અનુભવતા ભાવિકો

શહેરના જ્યુબિલી ગાર્ડનમાં ૩૩૦ વર્ષ જૂનું સાત હનુમાન મંદિર આવેલું છે. જ્યા નવ ગ્રહો બિરાજે છે. લોકડાઉનના કારણે આજે શનિ જયંતિ નિમિતે ભાવિકોને મંદિરમાં જવાની છૂટ નથી. ત્યારે ભાવિકોને ’અબતક’ મીડિયા દ્વારા ફેસબુકના માધ્યમથી શનિદેવના લાઈવ દર્શન કરાવવામાં આવ્યા હતા. ૩૦ હજારથી વધુ ભાવિકોએ આ દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી.

પહેલી પસંદગી ભગવાનના દર્શનને આપશો કે પાન- ફાકીને?: જણાવો આપનો અભિપ્રાય

હાલ લોકડાઉનમાં પાન- માવાના ગલ્લા શરૂ થઈ ગયા છે. પરંતુ મંદિરના દ્વાર હજુ બંધ છે. ત્યારે તમે પહેલી પસંદગી ભગવાનના દર્શનને આપશો કે પાન- ફાકીને ? આપનો આ અભિપ્રાય ’અબતક’ મીડિયા હાઉસને મો.નં. ૯૪૨૬૬૨૨૩૦૩ ઉપર વોટ્સએપમાં જરૂર જણાવો.

Loading...