Abtak Media Google News

ભાટ ગામમાં સાત લાખ પેજ પ્રમુખોના કેસરીયા મહાકુંભને સંબોધતા પ્રધાનમંત્રી

ભાટ ગામ ખાતે સાત લાખી વધુના પેજપ્રમુખોના કેસરીયા મહાકુંભને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રભાવક સંબોધન કરીને સૌના મન મોહી લીધા હતા. પ્રધાનમંત્રીએ જણાવ્યુ હતુ કે, ચૂંટણી તે લોકશાહીનો પવિત્ર યજ્ઞ છે. સતયુગી લઇને કળયુગ સુધી યજ્ઞમાં અંતરાયો અને અડચણો પેદા કરનાર નકારાત્મક તત્વો જે તે સમયે સક્રિય તા હોય છે, પરંતુ આપણે આપણી વિચારધારાના સામર્થ્ય દ્વારા તેમને સફળ નહી વા દઇએ. ધન-બળ અને વંશવાદ તા ભ્રષ્ટાચાર પર ચાલનારી કોંગ્રેસ સામે ૨૦૧૪ના લોકસભાની ચૂંટણીમાં નિર્ણાયક વિજય મેળવીને મેન ઓફ ધી મેચ બનેલા અમિતભાઇ શાહને અભિનંદન આપતા નરેન્દ્રભાઇએ તાજેતરની ઉત્તરપ્રદેશની ચૂંટણીનો યશ પણ અમિતભાઇ ને આપીને જણાવ્યું હતુ કે, દેશના નિષ્ણાંતો એ પણ બીજા બધા જ વિપક્ષોને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી ભુલીને ૨૦૨૪ ની તૈયારી કરવા જણાવ્યું હતું.

કોંગ્રેસે સકારાત્મકતાની વિચારધારા ખોઇ છે, નકારાત્મતા તા જુઠ્ઠાણાનો આશરો લીધો છે. ગુજરાતની ચૂંટણીઓમાં વિશેષ કરીને કોંગ્રેસને નકારાત્મકતાનો તાવ જરા વધારે જ આવે છે. સરદાર વલ્લભભાઇ પટેલી લઇને પુજ્ય મણીબેન, મોરારજી દેસાઇ,  બાબુભાઇ પટેલ તા પોતાની જ પાર્ટીના માધવસિંહ સોલંકી જેવા તમામ ગુજરાતના મહાનુભાવો સો કોંગ્રેસે જે તે સમયે ઘોર અન્યાય જ કર્યો છે. બોફોર્સ કાંડમાં પરિવારને બચાવવા માટે તે સમયના વિદેશમંત્રી અને ગુજરાતના એક સમયના કોંગ્રેસના પૂર્વમુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો ભોગ લેવામાં કોંગ્રેસ જરાય અચકાઇ નહોતી. મને પણ યેનકેન પ્રકારેણ જેલમાં નાખવાનું ષડયંત્ર કરવા માટે  અમિતભાઇ શાહને પણ વિના કારણે જેલમાં પુરવામાં કોંગ્રેસે પાછીપાની કરી નહોતી, આ છે કોંગ્રેસની ગુજરાતવિરોધી માનસિકતા, જે નર્મદા યોજનાનું સ્વપ્ન સરદાર સાહેબે જોયુ હતુ તે નર્મદા યોજનાને અટકાવવામાં કોંગ્રસે કોઇ કસર છોડી ન હતી. ભૂતકાળમાં જે કોંગ્રેસ પાલીતાણામાં ડેમ બનાવીને નહેરો બનાવવામાં ઉણી ઉતરી હતી તે કોંગ્રેસ નર્મદાની નહેરો બનાવવા માટે અમને પ્રશ્નો પુછે છે ? સરદાર સરોવર નર્મદા યોજનાનું સ્વપ્ન સરદાર પટેલે જોયુ હતુ એટલે નેહરૂ અને કોંગ્રેસે તેને અવરોધી છે.

વધુમાં જણાવ્યું કે, આખાયે દેશમાં કોંગ્રેસના ૪૦ વર્ષના શાસનકાળ દરમ્યાન ૯૦ જેટલા ડેમના કામ અધુરા રહ્યા છે, પ્રધાનમંત્રી કૃષિસિંચાઇ યોજના દ્વારા ૫૦ હજાર કરોડ ખર્ચીને અમે આ કાર્યો પૂર્ણ કરવા જઇ રહ્યા છીએ. પ્રગતિ યોજના હેઠળ દેશના તમામ રાજ્યોના સેક્રેટરીઓ સો દરમહિને નિયમિત સંપર્ક સપિત કરીને ૧૨ લાખ કરોડના કોંગ્રેસના શાસનમાં અપૂર્ણ રહેલા પ્રોજેક્ટ અમે શરૂ કરાવ્યા છે. કોંગ્રેસને સરદાર  ગુજરાત  જનસંઘ  ભાજપા ક્યારેય પસંદ આવ્યા ની. વિકાસ માટે કોંગ્રેસને મુળભૂત નફરત છે. જે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ભ્રષ્ટાચારના આરોપોમાં જામીન પર છુટેલા છે તેઓ ગુજરાતમાં આવીને અમને પ્રશ્નો પુછે છે ત્યારે, આશ્ચર્ય ાય છે. એક યા બીજા મુદ્દે પ્રજાને જુઠ્ઠાણા દ્વારા ભ્રમીત કરનાર કોંગ્રેસને વિકાસના મુદ્દા ઉપર ચૂંટણી લડવા માટે પ્રધાનમંત્રીએ ખુલ્લો પડકાર ફેંક્યો હતો.

જીએસટીના બધા જ નિર્ણયો દેશના તમામ રાજ્યોની સરકારો તા માત્ર ૩૦ ટકા કેન્દ્રના પ્રતિનિધિત્વ સો સંયુક્ત રીતે લેવાય છે. તેમાં કોંગ્રેસ પણ સામેલ છે. જીએસટી એ આઝાદી પછીની સૌી મહત્વની ઐતિહાસિક નવીન ટેક્સ કલેક્શનની યોજના છે. ગુજરાતના વેપારીભાઇઓને હૈયાધારણ આપતાં પ્રધાનમંત્રીએ જીએસટીના સંદર્ભે તેમના તમામ પ્રશ્નોને સંવેદનશીલ રીતે સમયબધ્ધ પીરીયડમાં હલ કરવાની ખાત્રી આપી હતી. નોટબંધીને કારણે ૩ લાખ કરોડ જેટલું બીનહિસાબી નાણું બેંકોમાં જમા યું છે. ૨ લાખ ૧૦ હજાર જેટલી બનાવટી કંપનીઓના રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યા છે. એમાંી માત્ર ૫૦૦૦ કંપનીઓના હિસાબ તપાસતા ૪ હજાર કરોડ રૂપિયાની નોટબંધી પછી માત્ર ૧૫ દિવસમાં યેલી હેરફેર સરકારના ધ્યાને આવી છે ત્યારે, આગામી દિવસોમાં ગરીબ તા મધ્યમ વર્ગના પૈસા લુંટનાર ગમે તેવા ચમરબંધીને પણ છોડવામાં આવશે નહી તેમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું. નોટબંધીનો વિરોધ કરનાર કોંગ્રેસને દુખે છે પેટ ને કુટે છે માુ તેવો વ્યંગ પ્રધાનમંત્રીએ કર્યો હતો.ઉત્તર ગુજરાતના પ્રજાજનોને સુજલામ સુફલામ યોજનાની વિશેષરૂપે યાદ અપાવીને પ્રધાનમંત્રીએ જે-તે સમયે રાજસનના તત્કાલિન કોંગ્રેસી મુખ્યમંત્રી અશોક ગેહલોતે સુજલામ સુફલામ યોજનામાં પાણી આપવા અંગે કરેલા વિરોધની વાત સુપેરે યાદ રાખવા સૌને જણાવ્યું હતુ. ૨૨મી ઓક્ટોબરના રોજ તેમના હદયમાં વિશેષરૂપે સન ધરાવતી દહેજ ઘોઘા રો-રો ફેરી સર્વીસ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચેનું ૮ કલાકનું અંતર ૧ કલાકમાં પૂર્ણ વાની અતિમહત્વની યોજના અંગે પ્રધાનમંત્રીએ સૌને જાણ કરી હતી. વિકાસવાદ આપણો મંત્ર છે અને આગામી ચૂંટણીઓમાં આપણા વિકાસવાદ અને કોંગ્રેસના વંશવાદનો જંગ છે એમ જણાવી વંશવાદની સામે વિકાસવાદનો નિર્ણાયક વિજય નિશ્ચિત છે તેમ પ્રધાનમંત્રીશ્રીએ વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.