Abtak Media Google News

૩૦ હજાર લિટર પાણીની ક્ષમતાવાળી સીન્ટેક્ષની ટાંકી ધડાકાભેર ફાટતા પારાપેટ પર તૂટી: મહિલાનું બીપી વધી જતા સિવિલમાં સારવાર અર્થે ખસેડાઈ: બેકબોન એન્ટરપ્રાઈઝ અને સીન્ટેક્ષ કંપનીને દંડ ફટકારાયો

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વોર્ડ નં.૩માં મોરબી રોડ બાયપાસ નજીક રેલનગરમાં આજથી એક વર્ષ પૂર્વે સૌપ્રથમ લોકાર્પણ કરવામાં આવેલી મુખ્યમંત્રી ગૃહ યોજનાના બાંધકામમાં લોટ, પાણી અને લાકડા હોવાનું આજે પુરવાર થઈ ચૂકયું છે. છત્રપતિ શિવાજી ટાઉનશીપમાં ટાવર-ઈમાં ધડાકાભેર પાણીનો ટાંકો ફાટતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. પાણીના ફોર્સના કારણે પારાપેટ પણ ધડાકાભેર નીચે ખાબકતા દહેશતનામાર્યા એક મહિલાનું બીપી વધી જતા તાત્કાલીક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દરમિયાન મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ આવાસ યોજનાના કોન્ટ્રાકટર બેકબોન એન્ટરપ્રાઈઝ અને સીન્ટેક્ષ કંપનીને  લાખનો દંડ ફટકાર્યો છે.આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ વોર્ડ નં.૩માં મોરબી રોડ બાયપાસ નજીક રેલનગર વિસ્તારમાં મહાપાલિકા દ્વારા મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત ૯૫૦ કવાર્ટર બનાવવામાં આવ્યા છે. ૭ માળના એક એવા ૧૬ ટાવર અહીં ઉભા છે. દરમિયાન આજે સવારે પ્રેસર કે કોઈ અન્ય કારણોસર છત્રપતિ શિવાજી ટાઉનશીપના ટાવર-ઈમાં ૭માં માળની અગાસી પર મુકવામાં આવેલો ૩૦,૦૦૦ લીટરની પાણીની ક્ષમતાનો સીન્ટેક્ષ પાણીનો ટાંકો ધડાકાભેર ફાટયો હતો. જેના કારણે પાણીનું પ્રેશર વધતા અગાસીની પારાપેટ પણ તૂટીને નીચે પડી હતી. હવાજ એટલો પ્રચંડ આવ્યો હતો કે, લોકો ડરના માર્યા ઘરની બહાર નીકળી કયા હતા. ભૂકંપ આવ્યો હોવાની દહેશતમાં એક મહિલાનું બીપી વધી જતા તેને તાત્કાલીક અસરથી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી.ઘટનાની જાણ થતા મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, સ્ટે.કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ અને મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાની સહિતના પદાધિકારી તથા અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને જીણવટભરી તપાસ કરી હતી. મ્યુનિ.કમિશનરે તાત્કાલીક અસરથી આવાસ યોજનાના કોન્ટ્રાકટર બેંકબોર્ન એન્ટરપ્રાઈઝને અને સીન્ટેક્ષ કંપનીને દંડ ફટકાર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મહાપાલિકા દ્વારા મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત આ ટાઉનશીપનું સૌપ્રથમ લોકાર્પણ તત્કાલીન કેન્દ્રીય મંત્રી અને વર્તમાન ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડુના હસ્તે આજથી એક વર્ષ પૂર્વે કરવામાં આવ્યું હતું. જેમાં ૯૫૬ યુનિટ આવેલા છે અને મોટાભાગના લાભાર્થી અહીં વસવાટ કરી રહ્યાં છે.પાણીનો ટાંકો અને પારાપેટ તૂટવાના કારણે બે મહિલા અને બાળક સહિત પાંચ વ્યક્તિને સામાન્ય ઈજા થવાની ચર્ચા થઈ રહી છે. પરંતુ આ વાતને કોઈ સત્તાવાર સમર્થન મળતું નથી.આ ટાઉનશિપની ક્ધસ્ટ્રકશનની જવાબદારી સંભાળનાર બેકબોન એન્ટરપ્રાઈઝ ૧૦ વર્ષ માટે કરારબદ્ધ યેલી છે જ્યારે સીન્ટેક્સ કું.ના પાણીના ટાંકામાં વોરંટી ગેરન્ટી સમાવિષ્ટ છે. તૂટી ગયેલા ટાંકાના સ્ળે તાત્કાલિક નવો ટાંકો રિપ્લેસ કરવામાં આવશે. આ કામગીરી પૂર્ણ ાય એ દરમ્યાનના વચગાળાના સમય માટે કામચલાઉ ટાંકાની વ્યવસ કરવામાં આવી રહી છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.