Abtak Media Google News

માનવ જીંદગીઓ બચાવતા વિકાસને ગાંડપણથી જોનારનું ભગવાન ભલુ કરે: કોંગ્રેસને ભાજપ ધારાસભ્યનો જવાબ

વિકાસ કયારેય ગાંડો થઈ શકે નહીં પણ વિકાસને પચાવી નહી શકનારની માનસિકતા જ‚ર બદલી શકે તેમ કોંગ્રેસના મિત્રોના જવાબમાં ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે એક નિવેદનમાં જણાવ્યું છે.  તેઓ વધુમાં જણાવે છે કે વિકાસને જોવાની એક દ્રષ્ટિ હોય છે કે જે સામાન્ય માણસ પણ જોઈ શકે અને સમજી શકે. રાજકોટથી અમદાવાદનો હાઈવે રોડ કે જે રોડ પર નિયમિત અકસ્માતો થતા સેકડો લોકોએ જીવ ગુમાવ્યા રાત્રીના સમયે કોઈ ફોર વ્હીલર આ રોડ પર નીકળવાનું ટાળતો હતો તે વખતે કોંગ્રેસી મિત્રો શાસનમાં બેઠા હતા. ૧૯૯૫માં ભાજપની સરકાર આવી કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા અને આ અમદાવાદ-વાયાલીમડી રાજકોટ રોડ ફોર ટ્રેક રોડ બન્યો અકસ્માતો થતા અટકયા મહામૂલ્ય જિંદગી પણ બચવા લાગી. વધુમાં જણાવે છેકે અમરેલી જીલ્લો ભાવનગર જીલ્લાના અમુક ભાગો કે જયાં પીવાનું પાણી કોંગ્રેસના શાસનમાં ‘ફલોરાઈડ યુકત’ પીવાતું હતું. જેના કારણે માણસ અકાળે વૃદ્ધ થતો હતો અને ખાટલામાંથી ઉભા થવા માટે દોરડાનો સહારો લેવો પડતો હતો. પશુઓ પણ તેની આયુષ્ય ૪૦% જેટલી ઓછી આયુષ્ય ભોગવતા હતા. બળગદ, ગાય કે ભેંસને ઉભી કરવા ટેકાઆપવા પડતા હતા. આ બધી જ પીડા ૧૯૯૮માં કેશુભાઈ પટેલની ભાજપ સરકારે મહી પરીએજની લાઈનથી પીવા લાયક પાણી આપ્યું. જેના કારણે આ રોગોમાંથી માનવી અને પશુઓનું આરોગ્ય સારું થયું અને આયુષ્ય વધ્યું. સૌરાષ્ટ્ર ઓછા વરસાદના કારણે કાયમી પાણીની સમસ્યાથી પીડાતું હતું તેને સૌની યોજના થકી પીવાનું પાણી અને ચોમાસા દરમ્યાન દરિયામાં વહી જતા પાણીનો સદુપયોગ કરીને સૌરાષ્ટ્રના ડેમો-તળાવો ભરવાની યોજનાએ અમુક લોકો યુવાનીમાંથી ઢાંઢા થઈ જાય તો પણ સમજી ન શકે તો એમાં ભાજપ શું કરે ? કોંગ્રેસના સમયમાં પીવાના પાણીની યોજનાની કાયમી લાઈનની વ્યવસ્થા કયાં અને કેટલી હતી ? અને આજે ભાજપ સરકારમાં માત્ર સૌરાષ્ટ્રમાં એક લાખ અને સતાવીશ હજાર કિલો મીટરની લાઈન નાખી અને છેલ્લા બે વર્ષ સૌરાષ્ટ્ર-કચ્છમાં પાણીની અછતના સમયે આ લાઈનો ૬૦૦૦ ગામોને પાણી આપીને પશુઓ અને માનવ જીંદગીને બચાવી તે વિકાસને પણ ગાંડપણથી જોવાનો હોય તો આવા મિત્રોનું ભગવાન ભલું કરે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.