દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૨૧ ટાપુઓ પર પ્રવેશ પ્રતિબંધ

304

દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારતની પશ્ર્ચિમ આંતરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્લો છે.જિલ્લામાં ૨૪ ટાપુઓ આવેલા છે. જે ટાપુઓ માંથી માત્ર ૨ ટાપુઓ પર માનવ વસતી વસવાટ કરે છે.જયારે ૨૨ ટાપુઓ માનવ વસાહત રહિત છે.નિર્જન ટાપુઓ પર ધાર્મિક સ્થળો આવેલ હોવાથી વિવિધ ધાર્મિક પ્રસંગોએ દર્શનાર્થે વિવિધ જ્ઞાતિના શ્રદ્ધાળુઓ અવર જવર કરતા હોય છે.આ શ્રદ્ધાળુઓ સાતે રાષ્ટ્રવિરોધી તેમજ દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવુતીઓ કરતા ઈસમો નિર્જન ટાપુઓ પર આશ્રય મેળવે અથવા હથિયાર કે નશાકારક પદાર્થો છુપાવે તેની શકયતાઓ નકારી શકાય નહી.

ત્રાસવાદી જુથો દેશના મહત્વના ચાવીરૂપ સંસ્થાઓ તેમજ મહત્વના ઝાર્મિક સંસ્થાનો ભીડવાળા સ્થળોએ હુમલા કરી ભાગફોડ તથા હિંસા કરે તેવી શકયતા રહેલી છે. આવી પ્રવૃતીઓના કારણે જનસલામતીન જોખમાય તેમજ જાહેર સુલેહ શાંતીનો ભંગ ન થાય તે હેતુથી કે.એમ.જાનિ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દેવભૂમિ દ્વારકાએતેમને મળેલ  સતાની રૂખે એત જાહેરનામુ પ્રસિદ્ધ કરી જિલ્લામાં આવેલ ૨૧ ટાપુઓ જેવા કે (૧) ધાની ઉર્ફેડની ટાપુ (૨) ગાંધીચોકડી ટાપુ, (૩) કાલુભાર ટાપુ, (૪) રોઝી ટાપુ, (૫) પાનેરો ટાપુ, (૬) ગડુ (ગારૂ)ટાપુ, (૭) સાનબેલી (શિયાળી)ટાપુ, (૮) ખીમરોઘાટ ટાપુ, (૯) આસાબાપીર ટાપુ (૧૦) ભેંદર ટાપુ. (૧૧) ચાંક ટાપુ (૧૨) ધમધબો (દબદબો)ટાપુ, (૧૩) દીવડી ટાપુ (૧૪) સામીયાણી ટાપુ (૧૫) નોરૂ ટાપુ (૧૬) માન મરૂડી ટાપુ, (૧૭) લેફા મરૂડી ટાપુ (૧૮) લંઘા મરૂડી ટાપુ (૧૯) કોઠાનું જંગલ ટાપુ (૨૦) ખારા મીઠા ચુષ્ણા ટાપુ (૨૧) કુડચલી ટાપુ ઉપર જે તે ટાપુની મહેસુલી હકુમત ધરાવતા મામલતદાર અને એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ કે તેના ઉપરી મેજીસ્ટ્રેટની લેખીત પુર્વે મંજુરી વિના પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે. આજાહેરનામું તા.૧૮/૧૨/૨૦૧૯ થી તા.૧૫/૦૨/૨૦૨૦ સુધી અમલમાં રહેશે. જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર કરશે.

Loading...