Abtak Media Google News

ધર્મશાલામાં રમાયેલ દેવધર ટ્રોફીના પ્રથમ મેચમાં ઇન્ડીયા-એ ની ટીમ સામે ઇન્ડીયા-બીટીમે વિજયી શરુઆત કરી હતી. ઇન્ડીયા-બીના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોચ જીતીને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય લીધો હતો.ઇન્ડીયા-એ ની ટીમ શરુઆતથી જ રેગ્યુલેર વિકેટ ગુમાવતા કોઇ વિશાળ સ્કોર કરવામાં નિષ્ફળ ગયું હતું. ઇન્ડીયા-એ તરફથી મિડલ ઓડર બેટસમેન રીકી ભૂઇએ સર્વાધિક ૭૮ રન બનાવ્યા હતા. ઇન્ડીયા-બી તરફથી સૌરાષ્ટ્રના ધર્મેન્દ્રસિંહ જાડેજાએ શાનદાર બોલીંગ પ્રદર્શન કરતાં ૯ ઓવરમાં માત્ર ૩૬ રન આપી ૪ મહત્વની વિકેટ લીધી હતી. જયારે ઉમેશ યાદવ, સિઘ્ધાર્ંથ કોલ અને જયંત યાદવને અનુક્રમે ર-ર વિકેટો મળી હતી.

ઇન્ડીયા-એ ની ટીમ પ્રથમ ૧૦ ઓવરમાં જ મહત્વની ૩ વિકેટો ગુમાવી દેતા મોટો સ્કરો કરી શકી ન હતી. વાતાવરણ સાનુકુળ ન રહેવાને કારણે મેચ ૪૩ ઓવર પર સાઇડ કરવામાં આવેલ અને વીજેડી મેથડ પ્રમાણે ઇન્ડીયા-બીને ૪૩ ઓવરમાં ૧૭૫ રન કરવાનો લક્ષ્યાંક મળ્યો હતો.

૧૭૫ રનનાં લક્ષ્યાંકનો પીછો કરતાં ઇન્ડીયા-બીએ પ્રથમ વિકેટ શ્રીકર ભરતને ૧૩ રનનાં સ્કોર પર ગુમાવી હતી. શ્રીકર ભરત માત્ર ૯ રન બનાવી પેવેલીયન પરત ફર્યા હતા. ત્યારબાદ બેટીંગમાં આવેલ હનુમા વિહારી અને ઓપનર અભિમન્યુ એશ્ર્વરમ ૯૮ રનની મહત્વની પાર્ટનરશીપે ઇન્ડીયા-બી માટે વિજયના દ્વાર ખોલી નાખ્યા હતા. ઇન્ડીયા-બી તરફથી હનુમા વિહારીએ સર્વાધિક ૯૫ રન માત્ર ૭૬ બોલમાં ૧૬ ચોગ્ગા અને ૧ છકકે માયા હતા. ઇન્ડીયા-બીનો વિજય નિશ્ર્ચીત કર્યો હતો. ઇન્ડીયા-બીએ માત્ર ૨૬.૨ ઓવરમાં ર વિકેટો ૧૭૫ રનનો ટારગેટ ચેઇઝ કરવામાં સફળ રહી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.