Abtak Media Google News

જનતાદળ-એસના વરીષ્ઠ નેતા એચ.ડી. દેવગૌડાએ રાજયસભાની ચૂંટણી લડવા કર્યો નિર્ણય

દેશમાં ખુરશી ભૂખ્યા નેતાઓને કોઈ પણ મર્યાદાઓ નડતી નથી. ભગવાનનું નામ જપવાની જગ્યાએ નેતાઓ ૮૦-૯૦ વર્ષે પણ ખૂરશી પામવાની ઈચ્છા રાખતા હોય છે. આવા નેતાઓની સત્તાભૂખ કયારેય સંતોષાતી નથી જેના માઠા પરિણામો જનતાને ભોગવવા પડતા હોવાનું ભૂતકાળમાં અનેક વખત નોંધાઈ ચૂકયું છે. નેતાઓની સતાભૂખ અંગે વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. ૮૭ વર્ષિય દેવગૌડા પણ રાજયસભાની ખૂરશી માટે મેદાને ઉતર્યા હોવાનું જાણવા મળે છે.

જનતાદળ એસના દિગ્ગજનેતા એચડી દેવગૌડાએ ૧૯મી જૂનની રાજયસભાની ચૂંટણીમાં કર્ણાટકથી ચૂંટણીલડવાનોનિર્ણય કર્યો હતો. આજે સંભવિત રીતે તે ઉમેદવારીપત્ર ભરશે તેમ તેમના પુત્ર અને પૂર્વ મુખ્યમંત્રી એચ.ડી.કુમારસ્વામીએ જણાવ્યું હતુ તેમણે જણાવ્યું હતુ કે પૂર્વ વડાપ્રધાન એ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયાગાંધી અને પક્ષના રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ અને ધારાસભ્યોએ કરેલી વિનવણીના પગલે આ નિર્ણય લીધો હતો તેમને રાજયસભા પ્રવેશતા અટકાવવા સરળ નહિ બને તે આવતી કાલે નામાંકન કરવા જશે કુમારસ્વામીએ ટવીટ કરીને જણાવ્યું હતુ કે દેવગોડા નેતાઓની વિનંતીને માન રાખીને તે ચૂંટણી લડવા સહમત થયા.

પૂર્વ વડાપ્રધાન દેવગોડા સફળ થશે, લોકો તેમના પ્રત્યે ભારે અપેક્ષા સેવી રહ્યા છે.કુમાર સ્વામીએ જણાવ્યું હતુ કે દેવગોહાને રાજયસભમાં પ્રવેશતા અટકાવવા સહેલા નથી અંતે એચડીદેવગોડાએ દરેકની અપેક્ષા આકાંક્ષાને ન્યાય આપી રાજયના ટોચના પ્રતિનિધિ તરીકે રાજય સભામાં જશે.

જેડીએસ વિધાનસભામાં ૩૪ બેઠકો ધરાવે છે. જે પોતાની મેળે રાજયસભાની ચૂંટણી જીતી શકે તેમ નથી તેને ઘટતા જીતો માટે કોંગ્રેસના ટેકાની જરૂર પડશે. ઉમેદવારોને જીતવા માટે ઓછામાં ઓછા ૪૪ મતોની જરૂર પડશે જે દેવગોડા જીતશે તો તે ૮૭ વર્ષની વયમાં તેમનો રાજયસભાનાં સાંસદ તરીકે તેમનો બીજો પ્રવેશ હશે. પહેલી વખત તે ૧૯૯૬માં તે વડાપ્રધાન તરીકે રાજયસભામાં ગયા હતા.

૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમા દેવગોડા તુમકુરમત વિસ્તારમાં ભાજપના ઉમેદવાર જી.એસ. બસ્વરાજ સામે ૧૩૦૦૦ મતોથી પરાજીત થયા હતા કોંગ્રેસ અને જેડીએસના સંયુકત ઉમેદવાર તરીકે દેવગોડાને તુમકપૂરમંથી લડાવવાનું નકકી થયું હતુ. પરંતુ છેલ્લી ઘડીએ તેમના વતનની પાત્રી બંને માન સાંસદે પુજજવલ રેવન્નાના મત વિસ્તાર હાસનમાંથી ચૂંટણી લડવાનો નિર્ણય છેલ્લી ઘડીએ ફેરફાર કરવામાં આવ્યો હતો. રાજયસભાની ચાર બેઠકો માટે ૧૯મી જૂને ચૂંટણી થશે.

કોંગ્રેસ તરફથી રાજીવ ગૌવડા અને બીકે હરિપ્રસાદ ભાજપન પ્રભાકર કૌર, ડી. ઉપેન્દ્ર રેડી, જનતાદળ એસ ૨૫મી જૂન નિવૃત થતા હોય તેમની જગ્યા ખાલી પડી છે. ૯મી જૂન ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ હતી વિધાનસભામાં ૬૮ ધારાસભ્યોની સંખ્યાને લઈને કોંગ્રેસ પોતાની મેળે ચારમાંથી એક બેઠક જીતી શકે છે. અને તેણે સહયોગી પક્ષના નેતા મલીકાઅર્જુન ખડકેને પોતાના ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા હતા.

૧૧૭ સભ્યો સ્પીકર સહિત ભાજપ માટે બે બેઠકોની જીત નિશ્ર્ચિત છે. ભાજપની રાજય કોર કમિટીએ શનિવારે સંભવિત ઉમેદવાર તરીકે હાઈકમાન્ડને ત્રણ મોકલ્યા હતા જેમાંથી બે નામો ફાયનલ કરવામાં આવ્યા હતા. આધારભૂત સુત્રોમાંથી જાણવ મળતી વિગતો મુજબ ભાજપ દેવગોડા સામે કોઈ ઉમેદવાર ન ઉતારવાના મૂડમાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.