બજરંગવાડીના રીઢા તસ્કરની પાસા હેઠળ અટકાયત

ચીલ ઝડપ, ચોરી અને જુગારના એક ડઝનથી વધુ ગુનામાં ઝડપાતા સુરત જેલ હવાલે કરાયો

જામનગર રોડ પર બજરંવાડી પાસે મોચીનગર શેરી નંબર ૧માં રહેતા અને તાજેતરમાં જ ચીલ ઝડપના ગુનામાં ઝડપાયેલા મહંમદ ઉર્ફે માળી યુસુફ શમા નામના શખ્સે ચીલ ઝડપ, ચોરી અને જુગારના એક ડઝન જેટલા ગુનામાં સંડોવાયાની કબુલાત આપી છે.

અગાઉ ત્રણ વખત પાસા હેઠળ જુદી જુદી જેલ હવાલે થયેલા મહંમદ ઉર્ફે માળી જેલમાંથી છુટી ફરી ચોરી અને ચીલ ઝડપ કરતો હોવાથી તાલુકા પોલીસે તેની તાજેતરમાં ધરપકડ કરી હતી. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પાસા હેઠળ અટકાયત કરવા વોરન્ટ ઇસ્યુ કરતા તાલુકા પી.આઇ. જે.વી.ધોળા, પી.એસ.આઇ. એન.ડી.ડામોર, એએસઆઇ હર્ષદસિંહ ચુડાસમા, વિજયગીરી અને હર્ષરાજસિંહ સહિતના સ્ટાફે મહંમદ ઉર્ફે માળી શમાના પાસાના વોરન્ટની બજવણી કરી સુરત જેલ હવાલે કર્યો છે.

Loading...