Abtak Media Google News

સુરેન્દ્રનગર જિલ્લાના *પોલીસ વડા દીપકકુમાર મેઘાણી* દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના જુદાજુદા નાના નાના ટાઉનમા *ડુપ્લીકેટ સીડી તેમજ ટી-સિરીઝ ની માન્યતાવાળા ગીતોને ડાઉનલોડ કરવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ* ચાલતી હોવાનું ધ્યાને આવતા, સુરેન્દ્રનગર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના થાણા અમલદારોને આ બાબતે જ્યારે જ્યારે ટી-સીરીઝ કંપનીનાં અધિકારીઓ મદદ માંગે ત્યારે મદદ આપી, સાથે રેડ કરી, ડુપ્લીકેટ સીડીનો જથ્થો તેમજ કરવામાં આવતા ડાઉનલોડીંગ ના સાધનો કબજે કરવાની તથા આ પ્રવૃત્તિ બંધ કરાવવાની ખાસ સુચનાઓ કરવામાં આવેલ હતી.

તાજેતરમાં લીંબડી ટાઉનમાં ટી-સીરિઝના હક્કો ધરાવતા અધિકારીઓ લીંબડી પોલીસ સ્ટેશનમાં આવી, પોલીસની મદદ માગતા, લીંબડી ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા માર્ગદર્શનમાં લીંબડી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર જી.જી. પરમાર, જે.ડી. મહિડા તથા સ્ટાફના હે.કો. બાબુલાલ, દિલાવરભાઈ, વિજયભાઈ, દશરથસિંહ, ઇન્દ્રસિંહ, સહિતના માણસોની ટીમ દ્વારા લીંબડી ટાઉનમાં અલગ-અલગ બે જગ્યાઓએ મળેલ બાતમી આધારે રેડ કરતાં ડુપ્લીકેટ સીડીનો જથ્થો તેમજ ડાઉનલોડીંગનો સામાન જેવો કે, કોમ્પ્યુટર હાર્ડ ડીસ્ક, પેન ડ્રાઈવ, વિગેરે મળી કુલ  રૂ. ૬૩,૩૦૦/- ના મુદ્દામાલ સાથે બે વેપારીઓની ધરપકડ કરવામાં આવેલ છે.

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે સરવરીયા હનુમાન મંદિર સામે, રૂપાલી મોબાઈલ નામની દુકાન તેમજ શ્રીજી કોમ્પલેક્ષમાં આવેલ ગાયત્રી ડિજિટલ સ્ટુડિયો નામની દુકાનમાં સુપર કેસેટ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ (ટી-સીરીઝ) કંપનીનાં હક્કો વાળી ફિલ્મો તથા ગીતોનું બિનઅધિકૃત રીતે ટી-સીરીઝ કંપનીનાં લાયસન્સ પરવાના વગર પોતાના કોમ્પ્યુટર ઉપકરણોની મદદથી ડાઉનલોડિંગ કરી, વેપાર કરતાં હોવાની માહિતી આધારે આરોપીઓ (૧)સિકંદર શાહબુદ્દીનભાઈ અઘારા ઉંવ. ૨૭ રહે. તળાવ મહોલ્લા, જુમ્મા મસ્જિદ પાસે, લીંબડી જિ. સુરેન્દ્રનગર તથા (૨)હેમેન્દ્રભાઈ દુલેરાય ઠાકર ઉવ. ૪૪ રહે. ગાયત્રી સોસાયટી, બ્લોક નંબર ૬, નવા બસ સ્ટેન્ડની સામે, લીંબડી જિલ્લો સુરેન્દ્રનગરને કોમ્પ્યુટરના મુદ્દામાલ જેવા કે પેન ડ્રાઈવ, હાર્ડ ડીસ્ક,સહિતના કુલ રૂ ૬૩,૩૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ છે. પકડાયેલ બંને આરોપીઓ વિરુદ્ધ ટી-સિરીઝ કંપનીના જયરાજસિંહ વિરમભાઈ સોલંકી ઉવ. ૨૪ રહે. જેપી શેરી નંબર ૧, દશામાંના મંદિર સામે, સુરેન્દ્રનગર દ્વારા કોપીરાઇટ એક્ટ મુજબ ફરિયાદ આપવામાં આવતા, બંને આરોપીઓ વિરુદ્ધ કોપીરાઇટ એક્ટ મુજબના ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે.

પકડાયેલા બંને આરોપીઓને પૂછપરછ કરતાં, બંને આરોપીઓએ ગ્રાહકોના ઓર્ડર મુજબ સુપર કેસેટ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ (ટી-સીરીઝ) કંપનીનાં ફિલ્મોના ઓડિયો ગીતો બિનઅધિકૃત રીતે લાયસન્સ પરવાના વગર તેઓએ પોતે પોતાના કોમ્પ્યુટર ઉપકરણોની મદદથી પ્રી-વેડિંગ તથા લગ્ન પ્રસંગના વિડિઓ શૂટિંગમાં ગ્રાહકોના ઓર્ડર મુજબ મિક્સિંગ અને એડીટીંગ કરી આપતા હોવાની કબૂલાત પણ કરેલ છે. આ બંને ગુન્હાની આગળની તપાસ લીંબડી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.ડી. મહિડા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.