Abtak Media Google News

આંબેકડર ચોકમાં પોલીસના ઘાડેઘાડા વચ્ચે મહિલા સફાઇ કર્મચારીઓ નગરપાલિકાને તાળાં બધી કરવા પહોંચ્યા

સુરેન્દ્રનગર જિલ્લા માં સફાઈ કર્મચારીઓ વિવિધ પ્રશ્ને ઉપવાસ ઉપર ઉતર્યા છે.ત્યારે આ મામલે પાટડી દશાડા ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ મેદાને આવી છે.અને આ સફાઈ કર્મચારીઓ ના ન્યાય માટે માગણી કરવા માં આવી છે.ત્યારે આ બાબતે જો સફાઈ કર્મચારીઓ ના પ્રશ્ન હલ ન થાય તો સોમવારે વિશાળ રેલી નું આયોજન કરવા માં આવ્યું છે.ત્યારે પ્રસાસન વિભાગ દવારા આ રેલી ની કોઈ પણ પ્રકાર ની પરવાનગી આપવા માં આવી નથી તે છતાં પણ સફાઈ કર્મચારીઓ ના પ્રશ્નો પાટડી ધારાસભ્ય નૌસાદભાઈ સોલંકી ની આગેવાની માં આ રેલી યોજી હતી.

ત્યારે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી માન. ધારાસભ્યશ્રી નૌશાદભાઈ સોલંકી આ મહારેલીમાં જોડાયા હતા. ત્યારબાદ સુરેન્દ્રનગર નગરપાલિકા તરફ મહારેલી પ્રસ્થાન કરી હતી.અનુસૂચિત જાતિમાં અતિ પછાત એવા વાલ્મીકી સમાજ ના સફાઈ કામદારો એ ગુજરાત સહીત સુરેન્દ્રનગર જિલ્લાની નગરપાલિકાઓના કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં પોતાના જીવના જોખમે કોરોના વોરીયર્સ તરીકે નિષ્ઠાથી ફરજ બજાવી છે.

ત્યારે યોદ્ધાઓ સુરેન્દ્રનગર જિલ્લાની નગરપાલિકાઓમાં મોટાપાયે શોષણ થઇ રહ્યુ છે. અને તેમાટે ગુજરાત ની મોટા ભાગની નગરપાલિકાઓ માં સફાઈ કામદારો પોતાના હક્ક અને અધિકાર માટે નાની મોટી લડતો કરવી પડે છે. જે રાજય સરકાર માટે શરમજનક છે. ગુજરાતમાં વર્ષ ૧૯૯૩થી અત્યાર સુધીમાં અંદાજીત ૧૫૪ થી વધુ લોકોગટર સાફ કરતા મૃત્યુ પામ્યા છે. જે આંકડો કાબુમાં લાવી શક્યા નથી જેથી ભાજપ સરકારની નિષ્ફળતા ફલિત થાય છે. સફાઈ કામદારોના નીરોના પ્રશ્ન હલ કરવામાં પણ નિષ્ફળ નીવડે છે.તેવું પાટડી ધારાસભ્ય નૌસાદભાઈ સોલંકી એ જણાવ્યું હતું.

અમે સફાઈ કર્મચારીઓ ને ન્યાય આપવી ને રહેશું : ધારાસભ્ય નૌશાદ સોલંકી

સુરેન્દ્રનગર જિલ્લાના આંબેડકર ચોક વિસ્તારથી નગરપાલિકા સુધી નક્કી કર્યું હતું અને ૨૦૦ સફાઈ કર્મચારીઓ આંબેડકર ચોક વિસ્તારમાં ભેગા પણ થયા હતા. ક્યારે રેલીની કોઈપણ જાતની પરમિશન ન હોવાના કારણે ૨૦૦ સફાઇ કર્મચારીઓની પોલીસ દ્વારા હાલમાં અટકાયત કરવામાં આવી છે જેની સાથે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસી કાર્યકરો તે ઉપરાંત પાટડી ધારાસભ્યશ્રી નવસાદ ભાઈ સોલંકી અને ૨૦૦ સફાઇ કર્મચારીઓની વગર પરમિશન યોજતા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે ત્યારે આ બાબતે પાટડી ધારાસભ્ય નવસાદ ભાઈ સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભલે અત્યારે અમારી જિલ્લા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવે પરંતુ અમે સફાઈ કર્મચારીઓના હિતમાં લડશું અને તેમને ન્યાય અપાવીશું..

આ પ્રશ્ને રેલી સફાઈ કર્મચારીઓ અને પાટડી ધારાસભ્ય દવારા રેલી યોજવામાં આવી

નગરપાલિકાઓ માંથી સફાઈ કામગીરીની કોન્ટ્રાકટ પ્રથા નાબુદ કરવામાં સરકાર નિષ્ફળ નીવડે છે.

રોજમદાર સફાઇ કામદારોને કાયમી કરવામાં આવે.સફાઈ કામદાર ભરતી કરવામાં આવે. સફાઈ કામગીરી અનુ સુચિત જાતિ અતિપછાત એવાવભીકી સમાજ ના લોકોજકતા હોય ત્યારે ભરતીનું રોસ્ટર પ્રથા હટાવવામાં આવે. તમામ સફાઇ કામદારો ને ગણવેશ તથા મેડીકલ સહાય તથા સુરક્ષાના તમામ સાધનો આપવા. કોન્ટ્રાકટ બેઈઝ અને સફાઈ કામદારોને સરકારી ધારાધોરણ મુજબ લઘુતમ વેતન ચૂકવવામાં કોન્ટ્રાકટ બેઈઝ ના સફાઈ કામદારો ને ઇ.પી.એફ ની રકમ નિયમ મુજબ કપાત કરવામાં આવે. તથા પહોરી છાપવામાં આવે. કોન્ટ્રાકટ બેઈઝના સફાઈ કામદારોને કામના ૪કલાકની જગ્યાએ પુરા (૮કલાક)નું કામ આપવામાં આવે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.