Abtak Media Google News

પશ્ચિમ રેલવેની પ્રશંસનીય કામગીરી

૮૮ હજાર ટન આવશ્યક સામગ્રીનું પરિવહન: ર૮૦૯ કરોડની આવક

લોકડાઉનના સમયગાળાથી લઇને અત્યાર સુધીમાં પશ્ચિમ રેલવેએ પ્રશંસનીય કામગીરી કરી છે. આશરે ૮૮ હજાર ટનની આવશ્કયક સામગ્રીનું પરિવહન કરવામાં આવ્યું છે. વિવિધ સ્ટેશનો પર મજુરોની અછત હોવા છતાં મહત્વપૂર્ણ ઇનકમીંગ રેકના અનલોડીંગની કામગીરી પાર પાડવામાં આવી હતી. આ સાથે રેલવેને અત્યાર સુધીમાં ગુડસ ટ્રાફીકથી ૨૮૦૯ કરોડની આવક થઇ છે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા જારી કરવામાં આવેલા એક અખબારી અહેવાલમાં જણાવવા માં આવ્યું છે કે લોકડાઉન અને વર્તમાન આંશિક લોકડાઉન દરમિયાન કઠિન પરિસ્થિતિઓ અને ભયંકર પડકારો હોવા છતાં પશ્ચિમ રેલવેમાં ૩૧ જુલાઇ ૨૦૨૦ સુધી ૧૦,૭૯૮ માલ ગાડીઓલોડ કરીને પ્રસંશનીય કાર્ય કર્યુ છે. જેના પરિણામો રૂ. ૨૮૦૯.૬૪ કરોડની આવક થઇ છે વિવિધ સ્ટેશનો પર માનવશકિતની અછત હોવા છતાં વેસ્ટનુ રેલવે તેની માલગાડીઓ દ્વારા દેશભરમાં જરુરી સામગ્રી નું પરિવહન સુનિશ્ર્ચિત કરી રહી છે તેમાં પીઓએલના ૧૧૫૫ ખાતરોના ૧૮૪૦  મીઠાના ૫૮૬ અનાજના ૧૦૯ સિમેન્ટના ૮૪૪ કોલસાના ૪૨૬ ક્ધટેનરના ૫૦૭૬ અને જનરલ ગુડસ ના પ૦ રેકો સહિત ૨૨.૧ મિલિયન ટન વજન વાળી ટ્રેનો પૂવીય પ્રદેશો માટે રવાના કરવામાં આવી છે. કુલ ૨૧,૧૫૭ માલ ગાડીઓને અન્ય ઝોનલ રેલવે સાથે જોડવામાં આવી હતી. જેમાંથી ૧૦,૫૬૧ ટ્રેનો સોંપવામાં આવી હતી અને ૧૦,૫૯૬ ટ્રેનોને પશ્ચિમ રેલવેના વિવિધ ઇન્ટરચેંજ પોઇન્ટ તરફ લઇ જવામાં આવી હતી. પશ્ચિમ રેલવેના વિવિધ સ્ટેશનો પર મજુરોની અછત હોવા છતાં આ સમયગાળા દરમિયાન જમ્બોના ૧૪૦૬  રેડ બોકસન ના ૬૯૫ રેક અને બીટીપીએન ના ૫૯૮ રેક સહિત વિવિધ મહત્વપૂર્ણ ઇનકમિંગ રેકનું અનલોડીંગ સુનિશ્ર્ચિત કરવામાં આવ્યું હતું

ઠાકુરે જણાવ્યું હતું કે ૩૧ જુલાઇ ૨૦૨૦ સુધીમાં લગભગ ૮૮ હજાર ટન વજનની આવશ્યક સામગ્રી પશ્ર્ચિમી રેલવે દ્વારા તેની ૪૩૫ પાર્સલ દ્વારા કૃષિ ઉત્પાદનો દવાઓ, માછલી, દૂધ વગેરે સહીતની સામગ્રી પરિવહન કરવામાં આવી છે. આ પરિવહન દ્વારા થતી આવક ૨૮ કરોડ રૂપિયાથી વધુની થઇ છે. આ સમયગાળા દરમિયાન પશ્ર્ચિમ રેલવે દ્વારા ૬૬ મિલ્ક સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી હતી. જેમાં પ૦ હજાર ટનની વધુનો ભાર હતો અને વેગનનો ૧૦૦ ટકા ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેની આવક લગભગ રૂ. ૮.૬૦ કરોડ હતી. જેવી જ રીતે વિવિધ આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન માટે ૩૧૦૦૦ ટનથી વધુ વજનવાળી ૩૫૩ કોવિડ ૧૯ વિશેષ પાર્સલ ટ્રેનો પણ ચલાવવામાં આવી હતી. જેનાથી રૂ. ૧૫.૮૫ કરોડની આવક થઇ છે. આ સિવાય ૬૯૫૬ ટન વજનવાળા ૧૬ ઇન્ડેન્ટેડ રેકસ પણ લગભગ ૧૦૦ ટકા ઉપયોગ સાથે ચલાવવા માં આવ્યા હતા. જેનાથી ૩.૫૫ કરોડ રૂપિયાથી વધુની આવક થઇ છે. પશ્ચિમ રેલવે દ્વારા દેશના જુદા જુદા ભાગોમાં સમયબ્ધ  પાર્સલ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની ચાલુ રાખવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.