Abtak Media Google News

વિરોધ થયો હોવા છતાં આખરે ફિલ્મ ‘પદ્માવત’ આખરે 25 જાન્યઆરીએ દેશભરમાં રિલિઝ થઇ ગઇ છે. ફિલ્મને શાનદાર પ્રતિક્રિયાઓ મળી રહી છે. આ ફિલ્મને વિકેન્ડની 4 રજાઓનો લાભ મળી રહ્યો છે. અને આ અઠવાડિયે રિલિઝ થનારી આ એકમાત્ર ફિલ્મ છે.

અહેવાલોના જણાવ્યા અનુસાર રજાઓના દિવસોમાં આ ફિલ્મ હાઉસફુલ જઇ રહી છે. અને આ ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન જોરદાર છે અને ફિલ્મ ધમાકેદાર કમાણી કરી રહી છે. ટ્રેડ એક્સપર્ટ તરણ આદર્શે કરેલા ટ્વીટ અનુસાર ઓસ્ટેરેલિયામાં ફિલ્મે રૂ.1.88 કરોડ, ન્યુઝીલેન્ડમાં રૂ.29.99 લાખ, યુકેમાં રૂ.88.08 લાખની કમાણી કરી છે.

આ ફિલ્મના વિરોધને જોતાં ટ્રેડ એક્સપર્ટે પણ અનુમાન લગાવ્યું છે કે પદ્માવત દેશમાં પણ રેકોર્ડતોડ કમાણી કરશે. તેમજ ગુરુવારે પણ ભારે વિરોધ વચ્ચે આ ફિલ્મ રિલિઝ કરવામાં આવી હતી અને લોકોએ ભયમુક્ત થઇને આ ફિલ્મ જોઇ હતી. અનેક થિયેટરો હાઉસફુલ થઇ ગયાં હતાં. બુધવારે આયોજિત પેઇડ શોમાં પણ ‘પદ્મવતે’ 5 કરોડની કમાણી કરી લીધી છે. ટ્રેડ એક્સપર્ટ તરણ આદર્શે જણાવ્યું કે લોકોમાં આ ફિલ્મ જોવાની ઉત્સુકતા છે. આ એક બધી ફિલ્મોથી અલગ જ છે. આ ફિલ્મ ચોક્કસરૂપે બોક્સઓફિસ પર અધધ કમાણી કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.