Abtak Media Google News

રેશ્માં પટેલ લોકસભાની ચૂંટણી સંદર્ભે ભાજપ વિરૂધ્ધ પ્રચાર-પ્રસાર શરૂ કરશે

 

જે પાર્ટીમાં હું જોડાયેલી છું એ ભારતીય જનતા પાર્ટી વિકાસવાદ, રાષ્ટ્રવાદ, સૌનો સાથ સૌનો વિકાસનાં પ્રચાર પ્રસારનાં માધ્યમોથી વાતો કરે છે. નૈતિકતા અને સિદ્ધાંતોની વાતો કરે છે. આવીજ વાતોથી પ્રેરાઇને લોકોની સેવા કરવા સમાજનાં હિત માટે રાજ્ય અને રાષ્ટ્રનાં સુશાસનમાં મારો પણ સમય અને શક્તિ આપી શકું એવા આશયથી ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૭ પૂર્વે પક્ષ સાથે જોડાયા હતા. પક્ષનાં આદર્શ કાર્યકર્તા તરીકે નિષ્ઠાપૂર્વક કામ પણ કર્યું. એવી આશાથી કાર્ય કર્યું કે પક્ષની સરકાર બનશે તો લોકોના કામ, સમાજની માંગણીઓ આશાનીથી પૂર્ણ કરાવી શકીશું અને સમસ્યાનું સમાધાન આવશે પરંતુ આજે દુ:ખ સાથે કહેવું પડે છે કે ભારતીય જનતા પાર્ટી વિકાસની નહીં પણ વિનાશ ની રાજનિતી કરી રહી છે. જુઠ, ભ્રમ અને જુઠ્ઠાણાની રાજનિતી કરી રહી છે. મહિલાઓ હોય કે શોષિતવર્ગ, ખેડૂતો હોય કે વિદ્યાર્થીઓ દરેકનાં માથા ઉપર માત્ર વોટબેંકની રાજનિતી કરી રહી છે જે સત્ય હકીકત છે. આ વાત કહેવા મજબુર એટલા માટે થાવ છું કારણકે છેલ્લા કેટલાક સમયથી લોકહિતની કેટલીક માંગણીઓની રજુઆત કરી રહી છું એ માંગણીઓ નું કોઇ સકારાત્મક પરિણામ આવ્યું નથી અને ઉલ્ટાનું મુખ્યમંત્રી શ્રી નાં કાર્યાલયમાં થી તંત્ર ને પત્ર લખી જણાવવામાં આવે છે કે હું આંદોલનના પગલા ના ભરુ એ માટે મને સમજણ આપવામાં આવે અને મારી પાસે એ બાબતે પોલીસ તંત્રએ નિવેદન લીધું. કહેવાનો મતલબ જે મુદ્દાઓનું સમાધાન જરુરી છે એ મુદ્દાઓની નોંધ ન લેતા અને મે આપેલ આંદોલનની ચીમકી ની નોંધ લઇ હું આંદોલન ના કરુ એ માટેની કાર્યવાહી ચાલું થઇ ગઇ. પરંતું હું લોકશાહી ઢબે મારો અવાજ તો ઉઠાવતી જ રહીશ અને હું ૨૦૧૯ લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનાં જુઠ્ઠાણા, ખોખલા વચનો અને એમની કૂટનીતિઓ ને લોકો વચ્ચે જઇ ઉજાગર કરીશ અને એમના વિરુદ્ધમાં પ્રચાર પ્રસાર કરીશ.

પાટીદાર શહિદોનાં પરિવારને નોકરી આપી લાભ આપો.*

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ ની સ્પર્ધાત્મક પરીક્ષા માટેની વય મર્યાદા અન્ય રાજ્યોની જેમ ૪૦ વર્ષ કરવામાં આવે.*

સરકારી પરીક્ષાની ફી માફ કરી નિ:શુલ્ક કરવામાં આવે અથવા ઉપયોગમાં લેવાયેલા પેપર ખર્ચની સામાન્ય કિંમત જ લેવામાં આવે.*

બિન અનામત વર્ગને થતા લાભો મેળવવાની ક્રીમીલેયર મર્યાદામાં તાજેતરમાં જે વધારો કર્યો છે એમા પણ હજુ વધારો કરવાની જરૂરીયાત છે.*

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ દ્વારા જે સહાય અને લોન માટે અરજીઓ થઇ છે તે તાત્કાલિક ધોરણે તેઓને ફાળવવામાં આવે.*

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.