Abtak Media Google News

આઈસીસીનાં પૂર્વ અમ્પાયર સાઈમન ટોફેલે ફિલ્ડ અમ્પાયર દ્વારા લેવાયેલ નિર્ણય યોગ્ય ન ગણાવ્યો

વિશ્વકપ ફાઈનલમાં ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ રમાયો હતો ત્યારે ન્યુઝીલેન્ડનાં હાથમાંથી મેચ ગુપ્ટિલનાં થ્રો બાદ નિકળી ગયો હતો પરંતુ વિશ્વકપ પૂર્ણ થયા બાદ અનેકવિધ ભૂતપૂર્વ ખેલાડીઓ બેનસ્ટોકસની વ્હારે આવી જણાવે છે કે, અમ્પાયર દ્વારા જે ઓવર થ્રોથી મળેલા જે ૪ રન હતા તેનાં કારણે ઈંગ્લેન્ડનો વિજય નિશ્ચિત થયો હતો પરંતુ બેનસ્ટોકસ દ્વારા જે ૪ રન ન આપવા આજીજી પણ અમ્પાયર સમક્ષ કરવામાં આવી હતી. બેનસ્ટોકસનો જન્મ ન્યુઝીલેન્ડમાં થયો છે ત્યારબાદ તે ઈંગ્લેન્ડ સ્થાયી થયો હતો જેનાં કારણે એ વાત સ્પષ્ટ થાય છે કે, ન્યુઝીલેન્ડમાં જન્મેલા અને ન્યુઝીલેન્ડને વિશ્વકપમાં હરાવનાર બેન સ્ટોકસને આજીવન વસવસો રહેશે.

સાથોસાથ પૂર્વ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલમાં ફરજ બજાવતા અમ્પાયર સાઈમન ટોફેલે ફિલ્ડ અમ્પાયર દ્વારા ઓવર થ્રો બાદ જે ચાર રન આપવાનો નિર્ણય લીધો હતો તેને યોગ્ય ગણાવ્યો ન હતો અને જણાવ્યું હતું કે, તે ચાર રન અમ્પાયર દ્વારા ખોટા આપવામાં આવ્યા છે.  વર્લ્ડકપની ફાઇનલમાં માર્ટિન ગુપ્ટિલના થ્રો પર ઇંગ્લેન્ડને ૪ રન મફતમાં મળ્યા હતા. ગુપ્ટિલે સ્ટ્રાઇકર એન્ડ પર થ્રો કર્યો હતો અને બોલ બેન સ્ટોક્સના બેટને અડીને બાઉન્ડ્રીની બહાર જતો રહ્યો હતો. આ અંગે મેચ પછી સ્ટોક્સે ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સનની માફી માગી હતી. અમ્પાયર કુમાર ધર્મસેનાએ પોતાના સાથી અમ્પ્યાર સાથે ચર્ચા કર્યા પછી ૬ રન આપ્યા હતા. ઇંગ્લેન્ડની ટીમે તે પછી મેચમાં વાપસી કરી હતી. ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને દાવો કર્યો છે કે સ્ટોક્સે અમ્પાયરોને નિર્ણય બદલવા કહ્યું હતું. ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમના સભ્ય જેમ્સ એન્ડરસન અનુસાર, વર્લ્ડ કપની જીતના હીરો બેન સ્ટોક્સે રવિવારે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની ફાઈનલમાં અમ્પાયર્સને ટીમના સ્કોરમાંથી ઓવર થ્રોના ચાર રન હટાવવા માટે કહ્યું હતું જે અંતે નિર્ણાયક સાબિત થયા. ન્યૂઝીલેન્ડના ફિલ્ડર માર્ટિન ગુપ્ટિલનો થ્રો સ્ટોક્સના બેટ સાથે ટકરાઈને ચાર રન માટે જતો રહ્યો હતો. ભાગીને લીધેલા બે રન અને ઓવર થ્રોના ચાર રન સાથે સ્ટોક્સને ૬ રન આપવામાં આવ્યા જ્યારે ઘણા ક્રિકેટ એક્સપર્ટ્સનું માનવું છે કે, પાંચ જ રન મળવા જોઈતા હતા.

આવી સ્થિતિમાં ઈંગ્લેન્ડને ન્યૂઝીલેન્ડ સામે એક રનથી હારનો સામનો કરવો પડત. જણાવી દઈએ કે, ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા ૮ વિકેટે ૨૪૧ રન બનાવ્યા હતા જેની સામે ઈંગ્લેન્ડે પણ ૨૪૧ રન બનાવતા મેચ ટાઈ પડી. બાદમાં બંને ટીમોએ સુપર ઓવરમાં પણ ૧૫-૧૫ રન બનાવ્યા. અહીં મેચમાં વધારે બાઉન્ડ્રી ફટકારવાના આધારે ઈંગ્લેન્ડને ચેમ્પિયન ગણવામાં આવ્યું. ટેસ્ટ ટીમમાં સ્ટોક્સના સાથી એન્ડરસને કહ્યું કે, આ ઑલરાઉન્ડરે ઓવર થ્રોના તરત બાદ હાથ ઉઠાવીને માફી માગી લીધી હતી અને અમ્પાયર્સને અપીલ કરી હતી કે, તે પોતાનો નિર્ણય બદલે. એન્ડરસને કહ્યું, ક્રિકેટની શિષ્ટતા એ છે કે, જો બોલ સ્ટમ્પ તરફ ફેંકવામાં આવે અને તે તમને ટકરાઈને ખાલી જગ્યાએ જાય તો તમે રન ન લો પણ જો તે બાઉન્ડ્રીની બહાર જતી રહે તો નિયમો અનુસાર તે ચોગ્ગો છે અને તમે તેમાં કંઈ જ ન કરી શકો. એન્ડરસને કહ્યું કે, બેન સ્ટોક્સ અસલમાં અમ્પાયર્સ પાસે ગયો હતો અને કહ્યું, શું તમે આ ચાર રન હટાવી શકો, અમારે આ રન નથી જોઈતા પણ આ નિયમ છે અને એવું જ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.