Abtak Media Google News

પાણીનો કાપ ઝીંકી દેવાતા લોકોને ભારે હાલાકી

ભાટીયા મા વર્ષોથી પાણીની બાપામારી થમવાનું નામજ નથી લેતી. પાણી જીવનને ટકાવી રાખવા મહત્વનો ભાગ ભજવે છે સાથે પ્રજાને પીવાનું પાણી આપવું એ સરકાર પ્રાથમિક ફરજોમાં સર્વો પરી  હોવી જોઈએ પરંતુ ખારે ડૂચાને દરવાજા મોકરા હોય તેમ પ્રજાની સુવિધાના બહાને કરોડોના ખર્ચ કરવા છતાં માત્ર વાહવાહી એકઠી કરવા અનેકો પાણી લક્ષી યોજનાઓના લોકાર્પણ થાય પરંતુ ગ્રામ્ય કક્ષાએ પ્રજાને પીવાના પાણી માટે આજે પણ વલખા મારતી નજરે ચડે છે, ૧૦૦/૧૦૦ ઇંચ જેટલો વરસાદ વરસી જવા છતાં શિયાળામાં પ્રજાને પીવાનું પાણીન મળતું હોય તે સરકારની કામગીરી સામે પ્રશ્નાર્થ ચિન્હ સમાન છે. ભાટીયામાં છેલ્લા થોડા સમયથી પાણીનો કાપ એકએક ઝીકી દેવતા પાણીની તંગી ઉભી થઇ છે જેના કારણે નાગરિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે ને અમુક વિસ્તારોમાં ૩૦-૩૦ દિવસોથી પીવાના પાણીનું  વિતરણ થયું ન હોવાથી ભાટીયામાં  ફરી બેળા યુગ પરત આવતો નજરે ચડે છે.

ભાટીયામાં એવા કોયાજ પીવાના પાણીના સ્ત્રોત નથી કે તેમાંથી પીવાનું પાણી લઇ સકાય માત્ર ને માત્ર પાણી પુરવઠાના પાણી વિતરણ પરજ આધાર રાખવો પાડે છે ભાટીયા ની વસ્તી ધોરણ મુજબ પરડે ૧૫૦૦૦૦ લીટર પાણીની જરૂરિયાત હોય છે પરંતુ  હાલની પરિસ્થિ પ્રમાણે સપ્તાહમાં પણ એટલું પાણી પાણી પુરવઠા દ્વારાન આપતા હાલ ભાટીયા ગામ મા દેકારો બોલી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.