Abtak Media Google News

આ લક્ષણોને ઓળખવાં જરૂરી છે. જો આપણે એને ઓળખી લઈએ તો વહેલાસર ડોક્ટરની મદદ લઈને ડિપ્રેશનને કાબૂમાં લઈ શકીએ છીએ અને એને લીધે ઊભી નારી તકલીફોને ટાળી શકીએ છીએ

આ વર્ષે વર્લ્ડ હેલ્ ડેની ઉજવણીરૂપે વર્લ્ડ હેલ્ ઑર્ગેનાઇઝેશન ડિપ્રેશન વિશે જાગૃતિ ફેલાવવાનું કામ કરવાનું છે. મહત્વની વાત એ છે કે ડિપ્રેશન જેને હોય તેને ખુદને સમજ નથી હોતી કે તેની માનસિક હાલત ખરાબ છે અને તેને ડોક્ટરની જરૂર છે. પરંતુ તેની આસપાસના લોકોને ચોક્કસ એ ખબર પડી શકે છે. એ માટે ડિપ્રેશનનાં શરૂઆતી ચિહ્નો સમજવાં જરૂરી છે. આ ચિહ્નોને ઓળખી લઈએ અને વહેલાસર ડોક્ટરની મદદ લઈએ એ ખૂબ જ જરૂરી છે. આ રીતે આપણે ડિપ્રેશનને કાબૂમાં લઈને એને લીધે ઊભી નારી પરિસ્થિતિઓને ટાળી શકીએ છીએ.

ડિપ્રેશનનાં શરૂઆતી લક્ષણો વિશે ખૂબ જ જરૂરી વાત કરતાં એસ. એલ. રાહેજા ફોર્ટિસ હોસ્પિટલ, માહિમના ડિપાર્ટમેન્ટ ઑફ મેન્ટલ હેલ્ અને બિહેવ્યરલ સાયન્સના કન્સલ્ટન્ટ સાઇકિયાટ્રિસ્ટ ડોક્ટર છે, શરૂઆતી લક્ષણોમાં મૂળ નવ લક્ષણો ખાસ છે, જેમાંથી જો કોઈ પણ પાંચ લક્ષણો પણ દરદીમાં હોય અને એ પણ સતત બે અઠવાડિયાંથી વધુ સમય માટે દેખાય તો દરદીને ડિપ્રેશન હોવાની શક્યતા છે. વળી એવું નહીં કે દિવસના અમુક ભાગમાં જ તે વ્યક્તિ એવી હોય. ૨૪ કલાક માટે સરખા જ મૂડમાં અને સતત આ લક્ષણો ધરાવતી હોવી જોઈએ. બીજો એક મહત્વનો પોઇન્ટ એ છે કે દરદીને ખુદને એવું લાગે કે આ લક્ષણો મારામાં છે એ પૂરતું નથી, દરદીની આસપાસના લોકોને પણ એમ લાગવું જોઈએ કે કોઈ મહત્વનો ચેન્જ દરદીમાં આવ્યો છે અને આ લક્ષણો તે ધરાવે છે. ત્યારે એ નક્કી ઈ શકે કે વ્યક્તિ ડિપ્રેશનમાં છે કે નહીં.

સતત બદલતો મૂડ એ માણસની ખાસિયત છે. ઉદાસ કોણ નથી તું? બધા જ થાય છે, પરંતુ જ્યારે વ્યક્તિને ડિપ્રેશન હોય ત્યારે એ ઉદાસીનતા કોઈ પણ ભોગે એ માણસનો પીછો ની છોડતી. જ્યારે કોઈ સામાન્ય માણસ ગમગીન હોય તો એક સમય આવ્યે એ મૂડમાં બદલાવ આવે જ છે, પરંતુ ડિપ્રેશનના દરદીમાં આવો કોઈ બદલાવ આવતો જ નથી. જે વ્યક્તિ ડિપ્રેસ્ડ છે તે કોઈ પણ મહાન કારણસર પણ ખુશ ઈ શકતી ની. સામાન્ય લોકોને સેલિબ્રેશનમાં આનંદ મળતો હોય છે.

ર્બ-ડે કે ઍનિવર્સરી હોય, પોતાના આપ્તજન આવ્યા હોય તેમને જોઈને-મળીને કે તેમના તરફી ગિફ્ટ મેળવીને કોઈ પણ વ્યક્તિ ખુશ થાય છે; જે ખૂબ દુ:ખી હોય તેનો પણ મૂડ બદલાય. પરંતુ જે ડિપ્રેસ્ડ હોય તેનો આ વાતોથી પણ મૂડ બદલાતો નથી. આ એક ખૂબ જ મહત્વનું લક્ષણ છે.

 પહેલાં ગમતી વસ્તુઓમાંથી ઓસરતો આનંદ

દરેક વ્યક્તિને પોતાના શોખ હોય છે. પોતાની ગમતી વસ્તુ કરવાની દરેકને મજા આવતી હોય છે. કોઈ પણ વ્યક્તિનો ખરાબ મૂડ હોય ત્યારે કે તે દુ:ખી હોય ત્યારે તેનું ગમતું કામ કરવા આપો એટલે તે ખુશ થઈ જાય છે, પરંતુ ડિપ્રેસ્ડ વ્યક્તિઓ સાથે એવું બનતું હોય છે કે પહેલાં જે કામ કરવામાં તેમને રસ હતો કે મજા આવતી હતી એ હવે તેમને ગમતું જ નથી. જેમ કે કોઈ સ્ત્રીને રસોઈ બનાવવાનો ખૂબ શોખ હોય, પરંતુ અચાનક જ તેને આ કામમાં કોઈ મજા જ ન આવે. કોઈને પાર્ટીઓમાં મહાલવામાં મજા આવતી હોય, પરંતુ હવે તે પાર્ટીથી દૂર ભાગતા થઈ ગયા હોય; કારણ કે એ માહોલ જે તેમને મજા આપતો હતો એ જ લોકો વચ્ચે રહીને પણ તે ખુશ જ નથી થઈ શકતા.

 ભૂખમાં આવતા બદલાવ

એવું જરૂરી ની કે જો વ્યક્તિ ડિપ્રેશનમાં હોય તો તેને ભૂખ લાગે જ નહીં, એમ પણ બને કે તે ખૂબ વધારે ખાવા લાગે. બન્નેમાંથી એક વસ્તુ ઈ શકે છે. ઘણા દરદીઓને એવું તું હોય છે કે અચાનક જ તેઓ ખૂબ વધારે ખાવા લાગે, જેને લીધે તેમનું વજન વધી જાય. ઘણા દરદીઓ એવા હોય છે જે ખાવાનું સાવ છોડી દે તો તેમનું વજન ઊતરી જાય. આમ ભૂખને લઈને કોઈ મેજર ફેરફાર આવ્યા હોય કે જેને લીધે શરીરના વજન પર પણ અસર ઈ હોય તો ચોક્કસ આ લક્ષણ પર ધ્યાન આપવું જરૂરી છે.

 ઊંઘમાં તકલીફ

ડિપ્રેશનનો સીધો સંબંધ ઊંઘ સો છે. કોઈ વ્યક્તિને ઊંઘની તકલીફ હોય તો ડિપ્રેશન આવી શકે છે અને ડિપ્રેશન હોય તો ઊંઘમાં પ્રોબ્લેમ હોય એની શક્યતા ઘણી ઊંચી છે. ભૂખની જેમ ઊંઘમાં પણ એવું છે કે ડિપ્રેશનમાં ઊંઘ એકદમ ઓછી કાં તો એકદમ વધારે ઈ જતી હોય છે. જ્યારે વ્યક્તિ એકદમ જ વધુ સૂવા લાગે કે તેની ઊંઘ રાત્રે ઊડી જાય અને એ જાગ્યા કરે, કોઈ-કોઈ કેસમાં સૂવાનું જ બંધ કરી દે તો સમજવું કે ડોક્ટર પાસે જવું જરૂરી છે.

 અયોગ્ય અપરાધભાવ

ગિલ્ટ, જેને આપણે અપરાધભાવ કહીએ છીએ એ દરેક વ્યક્તિને તો હોય છે; પરંતુ એની યોગ્યતા ચકાસવી જરૂરી છે. ડિપ્રેશન જ્યારે વ્યક્તિ પર હાવી હોય ત્યારે દુનિયામાં કોઈ પણ ખોટી વસ્તુ થઈ હોય તો તે પોતાને એ માટે જવાબદાર માનતા થઈ જાય છે. દરેક બાબતની જવાબદારી પોતાના માથે નાખીને સતત એવું સમજ્યા કરવું કે મારે કારણે આવું યું અને એની સો-સો એ પણ અનુભવવું કે હું ખૂબ જ બિચારો છું અને કંઈ જ કરી શકું એમ ની એ એક એવું લક્ષણ છે જે ડિપ્રેશનના દરદીઓમાં ખાસ જોવા મળે છે.

સ્લો ઈ જાય

ડિપ્રેશન શરીર અને મગજ બન્નેને અસર કરતી વસ્તુ છે. એવું નથી કે ડિપ્રેશનમાં ફક્ત ઇમોશનલ પ્રોબ્લેમ્સ જ આવે, શારીરિક અને બૌદ્ધિક પ્રોબ્લેમ પણ આવે જ છે. ડિપ્રેશનને લીધે વ્યક્તિને સાઇકો-મોટર એજિટેશન રિટાર્ડેશનની તકલીફ આવી શકે છે, જેને કારણે વ્યક્તિની કામ કરવાની કે વિચારવાની પ્રક્રિયા ધીમી ઈ જાય છે. વ્યક્તિ સ્લો-ડાઉન ઈ જતી હોય છે. આ પ્રક્રિયા એવી છે કે દરદીની આજુબાજુના લોકો તરત જ સમજી શકે છે અને જાણી શકે છે કે કંઈક ગરબડ થઈ ગઈ છે. અમુક પ્રકારની બેચેની પણ આ એજિટેશનને લીધે આવી શકે છે.

એનર્જી જતી રહે

ડિપ્રેશનમાં જે વ્યક્તિ હોય તે ક્યારેય ખૂબ જ એનર્જેટિક અને ખુશ લાગતી હોતી ની. તે સદા ડલ અને એનર્જી વગરની જ લાગતી હોય છે. ડિપ્રેશનને લીધે વ્યક્તિની શારીરિક અને માનસિક એનર્જી જતી રહે છે. ઉત્સાહ જેવું કંઈ આ લોકોમાં હોતું જ ની. તેઓ ફીકા પડી જાય છે. મૂડ તો સારો ની જ હોતો, જેને લીધે માનસિક એનર્જી ડહોળાયેલી રહે છે અને શારીરિક તેની પાસે હોતી જ ની એટલે એક ડલનેસ તરી આવે છે.

 એકાગ્રતામાં ઘટાડો

જો કોઈ વ્યક્તિ પોતાનું કામ એકાગ્રતા સો ન કરી શકે ત્યારે પણ એ શક્યતા છે કે તેને ડિપ્રેશન હોઈ શકે છે. આ એક મહત્વનું લક્ષણ છે. ડિપ્રેશનમાં વ્યક્તિનું મગજ ભમતું હોય છે અને એક જગ્યાએ કેન્દ્રિત કરવું મુશ્કેલ બની જાય છે. આમ પણ તેને કામ કરવામાં રસ પડતો ની અને ઉપરી એકાગ્રતા ઓછી હોય એટલે તેના કામ પર ધીમે-ધીમે ડિપ્રેશનને લીધે અસર દેખાવાનું શરૂ થાય છે.

 મૃત્યુના વિચારો

ડિપ્રેશનના દરદીમાં સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે આ રોગ તેમના માટે ઘાતક બની શકે છે, કારણ કે આ રોગમાં તેમને સતત મરવાના વિચારો આવતા હોય છે. કોઈ વ્યક્તિને કોઈ એકાદ ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં વિચાર આવ્યો કે જીવન જીવવા જેવું ની અને આના કરતાં તો મરી જવું સારું એ ડિપ્રેશન ની, પરંતુ જેને સતત મરવાના વિચારો આવતા હોય તે વ્યક્તિ ડિપ્રેશન ધરાવે છે. આવી કોઈ પણ પરિસ્િિતને અવગણવી ખૂબ જ ગંભીર ઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.