Abtak Media Google News

રૂ ૧૨૬૦ કરોડના ખર્ચે તૈયાર થયેલી ૧૧૪ દેશી બોફર્સ તોપોમાંથી ૧૮ તોપો વર્ષ ૨૦૨૦ સુધીમાં સૈન્યને સોંપી દેવાશે

દેશના રાજકારણમાં દાયકાઓથી ચુંટણી સમયે રાજકીય ધડાકા ભડાકા કરતી બોફર્સ તોપ આ વખતે પણ ચુંટણીમાં ગાજશે પરંતુ બોફર્સના આ ભડાકાઓના અવાજોમાં ભ્રષ્ટાચારની બુમરંગના બદલે આ વખતે સ્વદેશી શસ્ત્ર ઉત્૫ાદનનો ગૌરવની ગુંજ હશે. ભારતની સંપૂર્ણ ઘર આંગણે તૈયાર કરવાનું આવેલી ૧૫૫ મીમી ૪૫ કેલિબરની બોફર્સ જેવી જ ધનુષ તોપ માર્ચ ૨૬ થી કામ કરતી થઇ જશે. ૧૯૮૯ માં રાજીવ ગાંધી સરકાર દ્વારા આયાત કરવામાં આવેલી બોફર્સ તોપનું દેશી વઝન ધનુષ્ય નું ઘરઆંગણે ઉત્પાદન શરુ થયું છે.

જબલપુરના તોપ ઉત્પાદન કારખાનામાં બોફર્સની દેશી આવૃત્તિ ધનુષને તમામ પરીક્ષણોમાંથી સાંગોપાંગ ઉતાર્યા બાદ તેનું ઉદધાટન કરવામાં આવ્યું હતું. પ્રથમ પાંચ તોપનું પરિક્ષણ કર્યા બાદ કેટલીક ટેકનીકલ ક્ષતિઓને દુર કરીને સતત છ મહિનાના પરીક્ષણ બાદ માર્ચ મહિનાની ર૬ થી સેનામાં આ તોપ કાર્યરત કરી દેવામાં આવશે.

૧૯૮૦ ના દાયકામાં આયાત કરવામાં આવેલી બોફર્સ તોપ તેના સોદાના ભ્રષ્ટાચારના કારણે અત્યાર સુધી ખુબ ગાજતી આવી છે. લાંબા ગાળાના નિશાન ઉ૫ર પ્રહાર કરવાની ક્ષમતા ધરાવતી બોફર્સ અત્યારે વિશ્વના સૌથી શકિતશાળી લશ્કરમાં ત્રીજો સ્થાન ધરાવતા ભારતના ૧૩ લાખ ના સૈન્યની તાકાત બની રહી છે.

૧૯૮૬ માં રાજીવ ગાંધી સરકારે ૧૪૩૭ કરોડના ખર્ચે બોફર્સની આયાત કરી હતી. કારગીલ યુઘ્ધ વખતે બોફર્સ તોપો એ જ પાકિસ્તાનને કારગીલના શિખરો પરથી ઉખેડી ફેકયું હતું. આ બોફર્સ સ્વદેશી ધોરણે તૈયાર કરી ૪૫ કેલીબરની આ તોપને  વધુ શકિતશાળી બનાવી ર૪ થી ૩૦ કીમી ની રેન્જમાં વધારો કરીને ધનુષ્યને ર૪ થી ૩૬ કીમી સુધી લક્ષ સાધવા સમર્થ બનાવી છે. ધનુષના ઉત્પાદનમાં ટ્રાયલ વખતે કેટલીક  સમસ્યાઓ સર્જાય હતી.

આ ક્ષતિઓ  દુર કરીને ધનુષ ને હવે સંપૂર્ણ પણે સૈન્ય માટે સક્ષમ બનાવવામાં આવી છે. ૧૨૬૦ કરોડના ખર્ચે તૈયાર થયેલી ૧૧૪ તોપોમાંથી ૧૮ તોપ ૨૦૨૦ માં લશ્કરને સૌથી દેવામાં આવશે.ભારતીય સેનાને ૪૧૪ તોપોની જરુર છે. સંપુર્ણપણે સ્વદેશી ધોરણે બોફર્સની વધુ વધારે સુધારેલું વર્ઝન ધનુષ અલ્ટ્રાલાઇટ શસ્ત્ર માટે આદર્શ તોપ ગણવામાં આવે છે ધનુષ્ય બોફર્સ ની સાથે એમ ૭૭૭ ને પણ તેમાં સામેલ કરવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના મેકીંગ ઇન્ડીયા પ્રોજેકટ અંતર્ગત ભારતમાં ઘર આંગણેજ શસ્ત્રના ઉત્પાદનના પ્રોજેકટને ત્રણે દિશામાં સફળ બનાવવાના પ્રયાસો પરિણામદાયી બની રહ્યા છે. ઘર આંગણે સબમરીન, રાફેલ જેદ અને બોફર્સ તોપનું નવું વર્ઝન ધનુષ ભારત સેનાની શાન બની રહેશે. આગામી દિવસોમાં શસ્ત્રોના નિકાસકાર તરીકે અત્યાર સુધી દુનિયામાં દબદબો ધરાવતા અમેરિકા, ચીન અને જર્મનની સાથે ભારત પણ સ્થાન મેળવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.