“ડેપ્યુટી કલેકટરનો જયદેવ ઉપર ફોન આવ્યો કે ઉંઝા ખાતેની ફાર્મસીમાં આતંકવાદીઓ ઘુંસી ગયા છે અને ફાર્મસી ભડકે બળે છે!”

104

“મહેસાણા કંટ્રોલરૂમથી સુચના આવી કે પાલનપુર તરફથી એક કાળી બોલેરો કારમાં આતંકવાદીઓ નીકળેલા છે, તેઓ સિધ્ધપુર પોલીસને થાપ આપી ઉંઝા મહેસાણા તરફ નાસી છુટયા છે તાત્કાલીક નાકાબંધી કરવી!”

આંતકવાદીઓની હારમાળા

એક દિવસ બપોરના ચારેક વાગ્યે ઉંઝા પીઆઈ જયદેવ ગુન્હાની તપાસમાં ઉનાવા ગામે હતો દરમ્યાન વિસનગરનાં સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ (ડે.કલેકટર) પટેલ સાહેબનો જયદેવને મોબાઈલ ફોન આવ્યો અને પૂછયુંકે ‘તમે કયાં છો?’ જયદેવે કહ્યું ‘ઉનાવા તપાસમાં છું’ તેમણે કહ્યું કે ‘ઉઝાની’ ફાર્મસીમાં આંતકવાદીઓઘૂસી ગયા છે. અને ફાર્મસી ભડકે બળે છે તેવોમને કોઈ ઉંઝાની વ્યકિતનો ફોન હતો પોતે મહેસાણા જીલ્લા કલેકટરની મીટીંગમાં છે. અને કલેકટર સાહેબ પણ જાણવા માગે છે કે ખરેખર શું છે? ’

ઉંઝા ખાતે આવેલી આ ફાર્મસી (આયુર્વેદીક દવાઓ બનાવવાનું કારખાનું) પ્રખ્યાત તો હતુ અને ડી ગેંગના સલીમ ઉર્ફે ભોગીલાલ દરજી જેદુબઈ મુકામ કરી રહ્યો હતો તેની ખંડણીની ધમકીમાં પણ હતુ જુઓ પ્રકરણ ૧૮૭ ‘મહેસાણા-ઉંઝા’ વળી ફાર્મસીનું આખુ વિશાળ સંકુલ ઉંઝા ગામની વચ્ચો વચ્ચ જ હતું.

જયદેવે ઉંઝા પીએસઓને ફોન કરી આ બાબતે પુછપરછ કરતા તેણે કહ્યું કે ‘સાહેબ એક ફોન આવ્યો હતો. પરંતુ અહીતો ‘વાઘ આવ્યો રે વાઘ..’ માફક દરેક વાત વધારીને રજૂઆત કરવાનીપધ્ધતિ છે. આથી સેક્ધડ મોબાઈલનેવાયર લેસથી જાણ કરી ફાર્મસી ખાતે રવાના કરેલ છે. પણ ચોકકસ શું હકિકત છે તે જાણવા મળ્યું નથી. જયદેવે મોબાઈલ ફોનથી સેક્ધડ મોબાઈલના હેડ કોન્સ્ટેબલ વજુજીનો સંપર્ક કરતા તેણે જણાવ્યું કે ‘ફાર્મસીમાં વિકરાળ આગ તો લાગી જ ગઈ છે. પરંતુ આ બાબતની જાણ થતા મુખ્ય બજારમાં લોકોનીભીડ એવી ખીચોખીચ ભરા, ગઈ છે કે મોબાઈલ વાન મહાપરાણે ધીરે ધીરે ચાલે છે. ફાર્મસીએ પહોચીને હેડ કોન્સ્ટેબલ વજુજીએ જણાવ્યું કે ‘ફાર્મસીના મુખ્ય ગેટ ઉપર તોપહોચી ગયા છીએ પણ તપાસ કરતા આ દરવાજેથી ફાર્મસીની અંદર વાન સાથે જઈ શકાય તેવો રસ્તો નથી વળી લોકો વાતો કરે છે.કે અંદર બેચાર આંતકવાદીઓ ઘુસી ગયા છે ! જેથી આગ વાળી જગ્યાએ વાન સાથે જઈ શકાય તેવો ગામમાં જ પાછળના ભાગે અંદર શેરીઓમાંથી રસ્તો છે. ત્યાં જઈ રહ્યા છીએ.આગ એવી ભયાનક છે કેતેની જવાળાઓ આકાશને આંબી રહી છે. તેમજ ફાર્મસીની અંદર કડાકા અને ભડાકાના અવાજો પણ આવી રહ્યા છે.’

જયદેવે તૂર્ત જ પોતાનો રથ (ઉંઝાવન જીપ) ઉનાવાથી પાછો વાળી ઉંઝાના મુખ્ય મોરચે જવા રવાના થયો. રેલવે ફાટક ક્રોસ કરી,માર્કેટ યાર્ડ પસાર કરતો હતો ત્યાં લોકોની હેકડેઠેઠ મેદનીથી બજાર ચિકકાર ભરેલી હતી. જયદેવે ફરી એજ ફલેશલાઈટ અને સાયરન ચાલુ કરી ફાર્મસીના મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર આવ્યો. ફાર્મસીના દરવાજા પછી તેની વહીવટી કચેરીના મકાનો હતા ત્યાં જયદેવ ગયો ફાર્મસીના કર્મચારીઓ ગભરાયેલા હતા. જયદેવે કર્મચારીઓની પૂછપરછ કરતા એવું જાણવા મળ્યુંકે સૌ પ્રથમ એક મોટો બોમ્બ જેવો વિસ્ફોટ થયો ત્યારબાદ તૈયાર થયેલી આયુર્વેદીક દવાઓના ગોડાઉનમાં ભીષણ આગ લાગી ગઈ છે. ફાયર બ્રિગેડેને જાણ કરી દીધેલ છે પરંતુ અંદરથી સમયાંતરે ભડાકાનાઅવાજ આવતા હોય ફાયર બ્રિગેડ જે પાછળના ઝાંપે તો આવી ગયું છે. પરંતુ અંદર આંતકવાદીઓ હોવાની અફવા ને કારણે કોઈ અંદર પ્રવેશ કરતુ નથી’

જયદેવે જોયું કે આ આગ વાળી જગ્યાએ આગતો લબકારા મારતી આકાશને આંબતી હતી પરંતુ આગ સાથે કયારેય કયારેક દવાના પ્લાસ્ટીકના ડબલાઓ પણ ઉપર ફેંકાઈ રહ્યા હતા. આથી જયદેવે અનુમાન લગાડયુંં કે જે ભડાકાના અવાજ આવે છે તેઆગની ગરમીને કારણે દવાઓ પેક કરેલા ડબ્બાઓમાં દવાઓ વાયુ ગેસમાં રૂપાંતર પામતા ગેસના દબાણના કારણે ડબ્બાઓ ભડાકાના અવાજ સાથે ફાટીને ઉપર આકાશમાં પણ ફેંકાતા હશે તેને કારણે આવતા હશે.

આથી જયદેવે તેની જીપ બજારમાંથી લઈ ફરીને શેરીઓમા થઈ પાછળ આવેલા દરવાજે પહોચ્યો જયાં ઉંઝા સેક્ધડ મોબાઈલ તથા ફાયર બ્રિગેડનો બંબો ઉભા જ હતા. જેમાના લોકો આગથી ગરમીને કારણે આઘા પાછા થતા હતા. આથી જયદેવે ફાયર બ્રિગેડના લાશ્કરોને કહ્યું કે અંદર કોઈ આતંકવાદી-બાંતકવાદી નથી આગ કાંઈ તેમની માસી ન થાય, તમે કોઈ ભય રાખ્યા વગર પાણીનો મારો ચાલુ કરો, આમ ઓપરેશન ચાલુ થયું થોડી વારે મહેસાણાથી પણ બંબાઓ આવી ગયા અને કામે લાગ્યા. આ કામતો પત્યુ, કોઈ આંતકવાદી હતો નહિ !

પરંતુ આ આગની જાહેરાત નિવેદન અંગે ફરી બીજો વિવાદ ઉભો થયો, આ આગના બનાવની જાહેરાત કરનાર ફાર્મસીના અધિકારીઓ પીએસઓને આગમાં દવાઓનો ખૂબ વિશાળ જથ્થો નાશ પામ્યો હોવાનું કહી કરોડો રૂપીયાની નુકશાનીની વાત કરતા પીએસઓએ તે બાબત જયદેવને કહી કે ફાર્મસીના આખા વર્ષનાં પ્રોડકશનને નુકશાન થયું હોય તેવું લખાવે છે.

સામાન્ય રીતે લોકોના માનસમાં એવી લઘુતા ગ્રંથી બંધાઈ ગયેલી છે કે ખરેખર જેટલુ નુકશાન થયું હોય તેનાથી બમણું કે વધારે નુકશાન દર્શાવી અન્ય ખોટ પણ ભરપાઈ કરી લેવી પરંતુ વિમા કંપની ફકત તેમની જાહેરાત ઉપર જ વિમો પકવતી નથી અન્ય સંજોગો, પોલીસ રીપોર્ટ, પંચનામા તપાસનો અહેવાલ વિગેરે પણ ધ્યાને લેતા હોય છે.

આગ લાગેલી તે ગોડાઉન ચ્યવન પ્રાશનું હતુ જયદેવે કહ્યું વાંધો નહિ આપણે વૈજ્ઞાનિક તપાસણી કરાવીએ જયદેવે ફોરેન્સીક સાયન્સ મોબાઈલ વાનને બોલાવી અને તેમના નિષ્ણાત અધિકારીએ જગ્યાનુ નિરીક્ષણ કરીને કહ્યું કે ગોડાઉનમાં આગ તો ઈલેકટ્રીક શોર્ટ સર્કિટ થવાથી લાગી હોઈ શકે. જયદેવે તેમને ગોડાઉનની લંબાઈ, પહોળાઈ, ઉંચાઈ માપવાનું કહ્યું અને જે ચ્યવન પ્રાશના ડબ્બાઓ બચેલા હતા તે પૈકી એકની પણ માપ સાઈઝ લેવા કહ્યું અને કેલકયુલેટરથી આવા ચ્યવન પ્રાશના કેટલા ડબ્બાઓ આ ગોડાઉનમાં સમાઈ શકે તેની ગણતરી કરતા સાચી વાસ્તવીકતા સામે આવી ગયેલ અને તે મોટી રકમની નુકશાનીનો પ્રશ્ર્ન પણ હલ થયેલો.

આ આંતકવાદીઓ અને ફાર્મસીની આગ વાળા બનાવના પડઘા હજુ શમ્યા નહતા ત્યાં એક દિવસ સાંજે સાડા પાંચ છ વાગ્યાના સુમારે જયદેવ પોલીસ સ્ટેશનમાં વહિવટી કામ કરી રહ્યો હતો તેવામાં વાયરલેસ ઓપરેટરે આવીને જયદેવને વર્ધી આપી કે ‘મહેસાણા પોલીસ કંટ્રોલરૂમે સુચના આપેલ છે કે પાલનપૂર તરફથી એક કાળી બોલેરો જીપમાં આંતકવાદીઓ નીકળેલા તેઓ સિધ્ધપૂર પોલીસને થાપ આપી ઉંઝા મહેસાણા તરફ નાસી છૂટયા છે તો તમારે તાત્કાલીક નાકા બંધી કરવી.

જયદેવે વિચાર કર્યો કે ઉંઝા પોલીસ સ્ટેશન નેશનલ હાઈવેથી ગામમાં આશરે બે કે ત્રણ કિલોમીટર જેટલુ અંદરના ભાગે આવેલું છે. સિધ્ધપૂર અને ઉંઝા વચ્ચે તેર કિલોમીટરનું જ અંતર છે. અને તે પણ સિધ્ધા નેશનલ હાઈવે ઉપર ! જયારે ઉંઝા બજારમાં ટ્રાફીકમાંથી રસ્તો કરતા હાઈવે ઉપર જવામાં આવો તો સહેજે મોડુ થાય અને તેમાં પણ જો રેલવે ફાટક બંધ હોય તો વાત જ પૂરી ! વળી બોલેરો સિધ્ધપૂર પોલીસને થાપ આપીને નાસી છૂટી હોય તેથી ઝડપ પણ અસામાન્ય કે વધારે જ હોવાની વળી સિધ્ધપૂર પોલીસે હાઈવે ઉપરથી સિધ્ધપૂર પોલીસ સ્ટેશનને અને સિધ્ધપૂરે પાટણ કંટ્રોલ રૂમે અને તેણે મહેસાણા કંટ્રોલ રૂમને અને મહેસાણા કંટ્રોલે ઉંઝાને સુચના આપી તે રીતે જયદેવને સંદેશો મળતા સૂધીમાં સહેજે પાંચ સાત મીનીટ તો પસાર થઈ જ ગઈ હોય જેથી હવે બોલેરોને પહોચી શકાય તેવી ઓછી શકયતા છે.

આથી જયદેવે તેની સેક્ધડ મોબાઈલનું લોકેશન પુછતા તે ઉનાવા હાઈવે ઉપર જ હોઈ જયદેવે સેક્ધડ મોબાઈલને વ્યુહાત્મક રીતે કાળી બોલેરોને રોકવા સુચના કરી દીધી અને પોતે જીપ લઈને હાઈવે ઉપર જવા રવાના થતા પહેલા જે હાજર જવાનો હતા તેમનેહથીયારો ઈસ્યુ કરાવ્યા અને ઝડપથી રવાના થયો.

પરંતુ હકિકત તો જયદેવના અનુમાન મુજબ જ બની. હજુ તે હાઈવેઉપર પહોચ્યો નહતો ત્યાં ઉંઝા સેક્ધડ મોબાઈલે ઉનાવાથી જણાવ્યું કે કાળી બોલેરો પૂરપાટ આવતી હતી તેને રોકવા કોશિષ કરતા તેણે બોલેરો પોલીસ જવાન ઉપર ચડાવવાની કોશિષ કરી, કાવુ મારી મહેસાણા તરફ નાસી છૂટી છે. અમે મરૂધર હોટલ સુધી તેનો પીછો કરી રહ્યા છીએ.

આથી આજ સુચના જયદેવે કંટ્રોલ રૂમ મહેસાણાને આપી દીધી જોકે મહેસાણા કંટ્રોલ રૂમે મહેસાણા તાલુકા પીઆઈને પણ હાઈવે ઉપર અગાઉથી જ સુચના કરી ઉભા કરી દીધા હતા. તેમને આ ઉનાવાથી ભાગ્યાના સમાચાર આપી દીધા.

હજુ જયદેવની જીપ નેશનલ હાઈવે ઉપર ચડી જ રહી હતી ત્યાં મહેસાણા કંટ્રોલે ફરીથી જયદેવને જણાવ્યુ કે મહેસાણા તાલુકા પીઆઈની નાકાબંધી ને કારણે આ આંતકવાદી બોલેરો પાછી વળી ફરી મરૂધર હોટલ ઉનાવા ઉંઝા તરફ નાસી છૂટી છે. તેથી હવે તમે જ તેનો મુકાબલો કરો ! આથી જયદેવે તેની સેક્ધડ મોબાઈલને આ વર્ધી આપી તેઓ હજુ હોટલ મરૂધર પાસે જ હતા.

જયદેવની જીપને હવે ઉનાવા પહોચવામાં બે ત્રણ કિલોમીટર જ બાકી હતા ત્યાં સેક્ધડ મોબાઈલે જણાવ્યું કે કાળી બોલેરો તેમનાથી રોકી શકાયેલ નથી અને ભયંકર ઝડપે ઉનાવા ઉંઝા તરફ ભાગી છે. આથી સમય સુચકતા વાપરી જયદેવે પોતાની જીપ ત્યાંજ ઉભી કરી દીધી જયાંતેઓ પહોચ્યા હતા. તે સમયે હજુ નેશનલ હાઈવે ડબલ ટ્રેક જ હતો. ફોરટ્રેક બન્યો નહતો વાહનો ડીવાઈડર વગરના એક જ રોડ ઉપરથી સામસામે પસાર થતા હતા.

જયદેવે પોતાના જવાનો હુકમ કર્યો કે તમે મહેસાણા તરફથી આવતા તમામ વાહનોને ઉભા રાખી રસ્તો બંધ કરો અને પોતાની જીપ રોડ ઉપર જ ઉભી રાખતા ઉંઝા સિધ્ધપૂર તરફથી આવતો ટ્રાફીક આપોઆપ ઉભો રહી ગયેલ હતો. પરંતુ વાહનો મોટી સંખ્યામાં આવતા હોય બંને બાજુ લાંબી કતારો થવા લાગી આથી જે લાઈન મહેસાણા તરફથી આવતા વાહનોની બનતી હતી તેના છેડે જવા માટે જયદેવ અમુક જવાનોને સાથે લઈ રવાના થયો કેમકે કાળી બોલેરો તે છેડે જ આવવાની હતી.

એક કોન્સ્ટેબલ રમણીકલાલ કે જે રાજકોટ ગ્રામ્ય જીલ્લામાંથી સજામાં બદલાઈને આવેલ તેને પોલીસ વડાએ કાઠીયાવાડી કાઠીયાવાડી પાસે પોસાય રહે તે ન્યાયે જયદેવ પાસે જ નિમણુંક આપતા ઉંઝા મુકાયેલો. આ કોન્સ્ટેબલ અગાઉ જેતપૂર, જેતલસર નોકરી કરતો તેથી તે જયદેવની કાર્ય પધ્ધતિથી બરાબર જાણકાર હતો. જેથી જયારે જયદેવ ઉંઝા પોલીસ સ્ટેશનથી જીપ લઈને રવાના થતો હતો ત્યારે તેને રાયફલ લેવાનો સમય નહિ રહેતા ચાલુ જીપે તેમજ દોડીને ચડી બેઠલો આથીતેણે પોલીસ જીપમાં પડેલુ ધારીયું પોતાની સાથે લીધું.

મહેસાણા તરફથી આવતા વાહનોની લાઈનના છેડે પહોચ્યા ત્યાંજ કાળી બોલેરો આવી ગઈ અને રસ્તો બંધ અને સશસ્ત્ર પોલીસને જોઈ તુરત જ તેનો ડ્રાઈવર સમજી ગયો કે હવે બંને બાજુથી ઘેરાઈ ગયા છીએ તેમ છતા તેણે જીપ ઉભી રાખ્યા સીવાય જ પાછા વળવા જોરદાર ટર્ન માર્યો ત્યાં સૌથી આગળ કોન્સ્ટેબલ રમણીકલાલ હતા તેમણે સમય સુચકતા વાપરીને તેમના હાથમાંનુ ધારીયું સિધ્ધુ બોલેરો જીપના આગળના વિન્ડ સ્ક્રીન (કાચ) ઉપર પુરી તાકાતથી જીકયું પરંતુ આ કાચ ટફન્ડગ્લાસ હોઈ ટુકડા થઈ ને ખરી પડવાને બદલે નાના નાના ચોસલા રૂપે ચોટેલા જ રહેલા અને ધારીયું તેમાં ફસાઈ ગયું પરંતુ બોલેરો એટલી ઝડપથી વળીકે ધારીયું રમણીકલાલના હાથમાંથી છૂટી ગયું અને જીપ તેજ હાલતમાં પાછી વળી નાસવા લાગેલી જેના આગળના વિન્ડ સ્ક્રીન ઉપર ધારીયું લટકતુ જતુ હતુ !

આ દરમ્યાન જ જયદેવની જીપ આવી જતા તમામ જવાનો ફટાફટ જીપમાં ગોઠવાઈને તેનો પીછો ચાલુ કર્યો હવે જયદેવે વિચાર્યું કે આ કાળી બોલેરોથી થોડુ અંતર રાખવું જરૂરી છે કેમકે આંતકાવાદીઓ પાસે ઓટોમેટીક વેપન્સ હોય અને હવે મરણીયા પણ બન્યા હોય.

જયદેવે વિચાર્યું કે આગળ મરૂધર હોટલ પાસે સેક્ધડ મોબાઈલ અને તેનાથી આગળ મહેસાણા તાલુકા પીઆઈ નાકાબંધી કરીને ઉભા જ છે ને ! હવે આ બોલેરો કયાં જશે ?

પરંતુ ઉનાવા મીરાદાતાર દરગાહ પુરી થતા જ રોડની પશ્ર્ચિમે પળી ગામે જતો રસ્તો સીંગલ પટ્ટી ડામર રોડ હતો તેના ઉપર બોલેરો વળી ‘ડુબતો માણસ જેમ તણખલુ પણ ઝાલે’ તેમ ગમે ત્યાં પોલીસથી નાસી છૂટવાના હવાતિયા રૂપે મરણિયા બનીને બોલેરોને એટલી ઝડપે લઈ ગયા કે જો કોઈ ઓચિંતુ વચ્ચે આવે તો અથડાઈ જ પડે, જયદેવ પળી ગામે પહોચ્યો ત્યાં સુધીમાં તો બોલેરો અદ્રશ્ય થઈ ગઈ ! પરંતુ પળીગામે લોકો અવાચક બનીને ઉભા હતા તેમને જયદેવે કાળી બોલેરો અંગે પૂછતા તેમણે જણાવ્યું કે સાહેબ હાલ જ આ ગામ વચ્ચેથી પૂર ઝડપે બમ્બરો ઠેકાડતી ગઈ છે. સદ્નસીબે કોઈ બાળકો પણ રોડ ઉપર હતા નહિ નહિતો આજે પુરૂ હતુ પરંતુ બોલેરો જે રસ્તે નાઠી છે તે રસ્તો એક વાડીમાં જઈને પૂરો થઈ જાય છે તેથી હવે તેઓ નાસી નહિ શકે આથી જયદેવે પણ તેની જીપ તેજ રસ્તે જવા દીધી પરંતુ ત્યાં સુધીમાં તો સૂર્યાસ્ત થઈ ગયો હતો. સાંજ ઢળી ગઈ હતી અને ધીમે ધીમે અંધારાના ઓછાયા ધરતી ઉપર ઉતરી રહ્યા હતા તમરાના તિવ્ર અવાજો ચાલુ થઈ ગયા હતા.

ગામના પાદરમાં એક વાડીની અંદર જઈ આ રસ્તો પૂરો થતો હતો વાડીમાં કેડ સમાણી લીલીછમ મોલાત હીલોળા લેતી હતી પક્ષીઓ તેમના માળા તરફ જઈ રહ્યા હતા વાડી ના કુવા પાસે પહોચીને જોયું તો દૂર વાડીના બીજા છેડે બોલેરો ઉભી હતી.

જયદેવે ત્યાં પોતાની જીપ લેવા કોશિષ કરી પરંતુ તે કાચા રસ્તે પાણી ભરેલું હતુ અને કીચડ પણ હતો જીપ, લઈ જવામાં આવે તો પાછી વાળવામાં પણ મુશ્કેલી પડે તેમ હતુ આથી જયદેવે પોતાની જીપ ત્યાં કુવા ઉપર જ ઉભી રાખી પોતાના જવાનોને ત્રણ દિશામાં ગોઠવી રવાના થયો, અને સાથે સાથે તમામને ઓપરેશનની વ્યૂહાત્મક સુચના પણ કરી દીધી.

ધીમેધીમે બોલેરો પાસે જતા ત્યાં કોઈ જ વ્યકિત જોવા મળી નહિ આરોપીઓ કદાચ નાસી છૂટવામાં સફળ થયા હતા બોલેરો કદાચ કીચડમાં ખૂંચી ગયેલી હતી પરંતુ બોલેરોના કાચ બંધ કરી જીપ લોક કરેલી હતી.

આથી જયદેવે બોલેરોની એક બારીનો કાચ ફોડી ને અંદર જોયું તો તે આશ્ર્ચર્ય પામી ગયો, કોથળામાંથી બીલાડુ નીકળે તેમ આ બોલેરો જીપમાં  રાજસ્થાનમાંથી ગેરકાયદેસર આયાત થતો મોટા જથ્થામાં ઈગ્લીશ દારૂ હતો ! એનો અર્થ એ થયો કે આ લોકો આંતકવાદીઓ નહિ આંતર રાજય દારૂના માફીયા હતા જે પાછળથી જાણવા મળેલુ કે સમગ્ર ગુજરાતમાં આબુમાં બેઠો બેઠો રાજસ્થાનના મંડાર વિગેરે જગ્યાએથી મોટાપાયે ગુજરાતમાં ઈગ્લીશ દારૂ ઠાલવતા માફીયા ડીએસ ઉર્ફે દલપત સિંહનો માલ હતો.

થોડીજ વારમાં ડી સ્ટાફ જમાદાર રણજીતસિંહ ઉંઝાના સેવાભાવી યુવાનોની કાર લઈને ખબર પડતા પાછળ પાછળ આવી ગયા. જયદેવે શ્રી સરકાર તરફે આ કાળી બોલેરોના ચાલક વિરૂધ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૭. ૧૧૪ (માનવને હડફેટે લઈ મારી નાખવાની કોશિષ અને પરપ્રાંતમાંથી ઈગ્લીશ દારૂની આયાત કરવાના ગુન્ઓની અલગ અલગ ફરિયાદો આપી. (ક્રમશ:)

Loading...