Abtak Media Google News

નર્મદાના નીરથી આજી ડેમ ભરાતા રાજકોટની કાયાપલટ થશે: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આવકારવા-વધાવવા શહેરીજનોને જબ્બર થનગનાટ: નીતિનભાઇ પટેલ

રાજય સરકાર દ્વારા આગવી ઓળખના કામો માટે રાજકોટ મહાપાલિકાને ‚રૂ.૫૧ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જેનો ઉપયોગ આજી નદીના વિકાસ માટે કરવા રાજય સરકાર દ્વારા મંજુરી આપવામાં આવી છે. તેમ આજે પત્રકાર પરિષદને સંબોધતા રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, વર્ષોથી પાણીની હાડમારી વેઠી રહેલા રાજકોટના લોકોને માંગણી, લાગણી અને જ‚રીયાત હતી કે આજીડેમ નર્મદાના નીરથી છલકાઈ જાય જે સ્વપ્નુ સાકાર થવા જઈ રહ્યું છે. આગામી ૨૯મી જુનના રોજ વડાપ્રધાનના હસ્તે સૌની યોજના અંતર્ગત નર્મદાના નીરથી આજીને ભરવાના શુકનવંતા કામનું લોકાર્પણ કરવામાં આવનાર છે. ત્યારે શહેરીજનોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને રાજકોટના આંગણે આવકારવા અને વધાવવા લોકો થનગની રહ્યા છે. રાજયના મુખ્યમંત્રી અને રાજકોટના વતની વિજયભાઈ રૂપાણીની પણ અંગત લાગણી છે કે રાજકોટમાં વડાપ્રધાનનું શાનદાર સ્વાગત કરવામાં આવે. આ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આજે કલેકટર કચેરી ખાતે વડાપ્રધાનના કાર્યક્રમ અંગે અલગ-અલગ સરકારી વિભાગો સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. તેમ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું.

તેઓએ ઉમેર્યું હતું કે, આગવી ઓળખના કામ માટે રાજય સરકાર દ્વારા અલગ-અલગ શહેરોને વસ્તી મુજબ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. જે અંતર્ગત રાજકોટને ૫૧ કરોડ ‚પિયા ફાળવવામાં આવ્યા છે. આ રકમ આજી નદીના વિકાસ માટે ખર્ચવા મેયર સહિતના પદાધિકારીઓએ રજુઆત કરી હતી. જેનો રાજય સરકારે સ્વિકાર કર્યો છે અને કરોડોના ખર્ચે આજી નદીનો વિકાસ કરવામાં આવશે.

પત્રકાર પરિષદમાં ગુજરાત મ્યુ.ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, મેયર ડો.જૈમન ઉપાધ્યાય, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ભાનુબેન બાબરીયા, બાવનજીભાઈ મેતલીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા, જુનાગઢ જિલ્લાના ભાજપના પ્રભારી નીતિનભાઈ ભારદ્વાજ, પવિત્રયાત્રાધામના વિકાસ બોર્ડના ઉપાધ્યક્ષ રાજુભાઈ ધ્રુવ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.