Abtak Media Google News

પાણી કરકસરથી વપરાય તે જોવાની આપણી સૌની જવાબદારી છે, ગુજરાત સરકારે ૧૮ લાખ હેક્ટરમાં ડ્રીપ ઇરીગેશન માટે રૂા. ૬૨૦૦ કરોડની ખેડૂતોને સબસીડી આપી છે : નીતિનભાઈ પટેલ

સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના નવાનગર ખાતે નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના હસ્તે ગુહાઇ સિંચાઇ વિભાગ દ્રારા કેનાલથી નવાનગર તળાવની બાજુમાં બનાવેલ સંપમાં સિંચાઇ માટે મળેલ પાણીથી ડ્રીપ ઇરિગેશનના ખેડૂતલક્ષી કાર્યોનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ સિંચાઇ માટે મળેલ પાણીને કમાન્ડ વિસ્તારના ૪૭૦ હેક્ટર જમીનને ડ્રીપ ઇરિગેશન દ્રારા  પિયતનો લાભ મળશે. જેના થકી  ખેડૂતોના પાક  પાણી મળી રહેશે સાથે પાણીનો વ્યય ઓછો થશે જેના પરિણામે જમીનમાં રહેલા ભૂગર્ભ જળના સ્તર ઉંચા આવશે. જે  સંચય થયેલા જળનો ભવિષ્યમાં ઉપયોગ થઈ શકશે.

7537D2F3 23

આ લોકાર્પણ કાર્યક્ર્મમાં નાયબ મુખ્યમંત્રીશ્રી દ્રારા ખેડૂતોને અભિનંદન આપતા જણાવ્યું કે ખેડૂત જગતનો તાત છે જે અન્ન  પુરુ પાડવાનું કામ કરે છે.  રાજ્ય સરકારે  ખેડૂતો માટે અનેકવિધ કૃષિ કલ્યાણકારી  યોજનાઓ અમલમાં મુકી છે.  જેનાથી ખેડૂતોની આવક બમણી કરી શકાય અને ખેતીનો વિકાસ કરી શકાય. આવનારા ભવિષ્યમાં ખેડૂત આર્થિક રીતે સમૃધ્ધ બને તેવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વપ્નને સાકર  કરવા રાજ્ય સરકાર  કટીબધ્ધ છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં આજે ૧૮ લાખથી વધુ  હેક્ટર જમીનમાં નર્મદાના નીરના  સિંચાઇ નો લાભ મળે છે. જ્યારે ૪ કરોડ લોકોને પીવાનું શુધ્ધ પાણી  પુરુ પાડવામાં આવે  છે.    વધુમાં નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે જળ બચાવો, જીવન બચાવો એક અનોખી પહેલ નવાનગરના ખેડૂતોએ કરી  છે. જે રાજ્યના  અન્ય ખેડૂતોએ પણ અપનાવવા જેવી છે. જેથી કરીને પાણી,વિજળી અને સમયનો બચાવ થાય અને ખેતીની સ્થિતિમાં સુધારો થઈ શકે. પાણી કરકસરથી વપરાય તે જોવાની આપણી સૌની જવાબદારી છે. નવાનગરના ૪૭ પ્રગતીશીલ અને મહેનતુ ખેડૂતોએ રૂ. ૨ કરોડ જેવી માતબર રકમ એકઠી કરીને સહભાગી રીતે  યોજનાને સાકાર કરી એક નવો રાહ ચિંધ્યો છે. આ સમરસ એવુ આ ગામના મંડળ કે પંચાયતમાં ક્યારેય ચુંટણી થઈ નથી જે  વિકાસની નવી દિશા આપવાનુ કામ આગામે કર્યું છે. આ નાના એવા આ ગામે જળ સંચયનો આ નવો પાઠ શીખવ્યો છે. જે ગુજરાતના દરેક ગામે અપનાવવા જેવો છે. પાણીના ટીપે ટીપાનો બચાવ કરવો અને બાપ- દાદાઓની વર્ષોની મહેનતના પરીણામે ઉપજાઉ બનેલી ધરતીને ભુગર્ભ જળની ખારાશથી બચાવાનો અને ભુગર્ભ જળ ઉંચા લાવવાની જે પહેલ ગામ દ્રારા કરવામાં આવી છે તેના માટે આ ગામ આદર્શ જળ સંચયના નમૂનેદાર કામગીરીથી આગળ આવશે.  ગુજરાત સરકારે  પણ  જળ સંચય અભિયાન હાથ ધરીને પાણી બચાવવા માટે ૧૮ લાખ હેક્ટરમાં ડ્રીપ ઇરીગેશન માટે રૂ. ૬૨૦૦ કરોડની ખેડૂતોને  સબસીડી આપી છે.હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે પાણીની સાચી કિંમતો નવાનગરના પ્રગતીશીલ અને ઉધ્યમી ખેડૂતોએ જ સમજી છે. આ ગામની એકતા અને અખંડિતતા ઉડીને આંખે વળગે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.