Abtak Media Google News

રાજ્યના ૨૦૭ તાલુકાઓમાં વરસાદ: સૌરાષ્ટ્રમાં ચાર ઈંચ સુધી વરસાદ: થાનમાં ૪, ધ્રાંગધ્રામાં ૩॥ વાંકાનેર ૩, હળવદ-દસાડામાં ૨॥ કેશોદમાં ૨ ઈંચ વરસાદ: સવારે બે કલાકમાં ચોટીલા અને બોટાદમાં ૧-૧ ઈંચ ખાબક્યો

અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન નબળુ પડી વેલમાર્ક  લોપ્રેસરમાં પરિવર્તીત થઈ ગયું છે જેના કારણે આજે રાજ્યભરમાં વરસાદનું જોર ઘટશે. કાલી મેઘરાજા વિરામ લે તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૩૧ જિલ્લાના ૨૦૭ તાલુકામાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. સૌરાષ્ટ્રમાં હળવા ઝાપટાી લઈ ૪ ઈંચ સુધી વરસાદ પડયો છે. આજે સવારે ચોટીલા અને બોટાદમાં ૧-૧ ઈંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે રાજકોટમાં સવારે જોરદાર ઝાપટું પડયું હતું. સૌરાષ્ટ્રભરમાં વરાપ નીકળતા લોકો સો ખેડૂતોએ પણ રાહતનો શ્ર્વાસ લીધો છે.

હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર અરબી સમુદ્રમાં જે ડિપ્રેશન સર્જાયું હતું તે આજે નબળુ પડી લો-પ્રેસરમાં પરિવર્તીત થશે અને આવતીકાલે સંપૂર્ણ રીતે વિખેરાઈ જશે જેની અસરના કારણે આજે રાજ્યના ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલી, દાહોદ અને મહિસાગરમાં વરસાદની સંભાવના જણાય રહી છે. સૌરાષ્ટ્રમાં આજે એકાદ બે સ્થળને બાદ કરતા મેઘવિરામ જેવો માહોલ જોવા મળશે. જો કે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ છે. સાથો સાથ પવનની દિશા પણ દક્ષિણ-પૂર્વ તરફની હોવાના કારણે બપોર પછી લોકલ ફોર્મેશન અને કલેકટીવ કલાઉડના કારણે અમુક છુટા છવાયા વિસ્તારોમાં સતત વરસાદ ચાલુ રહેશે. હવામાન વિભાગ દ્વારા ગઈકાલે ચોમાસુ પૂર્ણ થઈ ગયું હોય તેવી જાહેરાત ચોકકસ કરવામાં આવી હતી પરંતુ ચોમાસુ વિદાય લઈ ર્હયું છે તેવી કોઈપણ જાહેરાત કરવામાં આવી નથી. આજી વરસાદનું જોર ઘટશે અને કાલી સંપૂર્ણ મેઘવિરામ જેવો માહોલ જોવા મળશે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યાનુસાર છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૩૧ જિલ્લાના ૨૦૭ તાલુકામાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. ઉત્તણ ગુજરાતમાં ગઈકાલે ૧ થી લઈ ૮ ઈંચ સુધી વરસાદ પડયો હતો. મહેસાણાના સાંતલસાણામાં ૮ ઈંચ વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. રાજ્યમાં આજ સુધીમાં ૧૪૦.૧૬ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. સૌરાષ્ટ્રમાં ગઈકાલે હળવા ઝાપટાી લઈ ૪ ઈંચ સુધી વરસાદ પડયો હતો.

સુરેન્દ્રનગરના જૂનાગઢ ૪ ઈંચ, ધ્રાંગધ્રામાં ૩॥ દસાડામાં ૨॥ લખતર, લીંબડી સાયલા અને ચોટીલામાં ૧ ઈંચ જેટલો વરસાદ પડયો છે. મોરબી જિલ્લાના વાંકાનેરમાં ૩, હળવદમાં ૨॥ મોરબી શહેરમાં ૧॥ માળીયા મિંયાણામાં ૧ અને ટંકારામાં ૧ ઈંચ જેયલો વરસાદ વરસ્યો છે. પોરબંદરમાં ૧ ઈંચ જ્યારે જૂનાગઢ જિલ્લાના કેસોદમાં ૨ ઈંચ, માણાવદર અને મેંદરડામાં ૧ ઈંચ જ્યારે વિસાવદરમાં ॥ ઈંચ જેટલો વરસાદ પડયો છે. ગીર સોમનાના ઉનામાં ॥ ઈંચ, અમરેલીના ખાંભા, સાવરકુંડલામાં ૧, લીલીયા રાજુલા અને ધારીમાં ॥ ભાવનગરના મહુવા, ઘોઘામાં ૧ ઈંચ જ્યારે બોટાદના બરવાળા, ગઢડામાં ૧ ઈંચ જેટલો વરસાદ પડયો છે. જ્યારે કચ્છના રાપરમાં ૧ ઈંચ વરસાદ વરસ્યો છે.

ઉત્તર ગુજરાતમાં ૧ થી લઈ ૮ ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો. પૂર્વ-મધ્ય ગુજરાતમાં હળવા ઝાપટાી લઈ ૩॥ ઈંચ જ્યારે દક્ષિણ ગુજરાતમાં ૨ ઈંચ સુધી વરસાદ પડયો છે. આજે સવારે રાજકોટમાં જોરદાર ઝાપટું પડયું હતું. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા અને બોટાદમાં ૨ કલાકમાં ૨ ઈંચ વરસાદ વરસી ગયો હતો. સવારી ૩૭ જિલ્લામાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.