Abtak Media Google News

માધવપુર બેન્કોના થાપણદારોની દિવાળી સુધરી

કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા સહિતના મહાનુભાવોના હસ્તે શનિવારે અમદાવાદમાં ચેક વિતરણ કાર્યક્રમ

સિનિયર બિમાર, વિધવા વગેરે જેવા  ખાસ કિસ્સાના થાપણદારોને ૩ થી પ લાખ અપાશે

રાજકોટ કસ્ટમર્સ એસોસીએશન દ્વારા રિકવરી માટે સારી કામગીરી કરનારા અધિકારીઓનું સન્માન કરાશે

ગુજરાત રાજયનું સૌથી મોટું અને પ્રથમ આર્થિક કૌભાંડ માર્ચ ૨૦૦૧ માં માધવપુરા બેંકના ચેરમેન, એમ.ડી. અને શેરદલાલ કેતન પારેખની ત્રિપુટીની મિલિભગતથી રૂ ૧૮૦૦ કરોડની રકમનું આચરાયું હતું. આ કૌભાંડને કારણે રાજયમાં સહકારી ક્ષેત્રમાં પાયા હચમચી ગયા કારણ કે માધવપુરા બેંકમાં ૧૬૦ થી વધુ સહકારી બેંકના રૂ પણ સલવાઇ ગયાં.

આ ઉપરાંત નાના વેપારીઓ, મઘ્યમ અને ગરીબ વર્ગનાં લોકો વધુ વ્યાજ મેળવવા આ બેેંકના થાપણ મૂકેલ તે ઉપરાંત ગુજરાતની અસંખ્ય ધાર્મિક, સામાજીક અને જીવદયા સંસ્થાઓ આ કૌભાંડનો ભોગ બની હતી. લાખો થાપણદારોની સ્થિતિ દયનીય થઇ ગઇ હતી.

શ‚આતમાં ર૦૦૧ થી ર૦૦૬ સુધી લોકોની થોડી ઘણી મૂડી પરત આવી હતી પણ કૌભાંડકારો કાયદાની છટકબારીનો ભરપૂર ઉપયોગ કરી ૨૦૦૬ થી ર૦૧૪ સુધી યેનકેન પકારે બેંકને લોન ચૂકવવા ગલાતલા કરતાં પણ ર૦૧૪ માં કેન્દ્રમાં નરેન્દ્રભાઇ મોદીની સરકાર તથા ગુજરાત રાજયની વિજયભાઇ રૂપાણીની સરકારે કાયદાની પ્રક્રિયા ખુબ જ ઝડપી બનાવી અને કૌભાંડકારો ઉપર કાયદાનો સકંજો મજબુત બનાવ્યો તેમાં પણ ખાસ કરીને માધવપુર બેંકમાં ફડચા અધિકારી તરીકે નિમણુંક પામેલા દીલીપભાઇ રાવલ ખુબ જ સક્રીય રીતે કાયદાકીય લડત આપી રાજય અને કેન્દ્ર સરકારની સાથે સમન્વય કરી નવી નવી યોજના દ્વારા રીકવરીમાં ઘણી સફળતા મળી છે. આ કાર્યમાં ગુજરાત રાજય, અર્બન બેંક ફેડરેશનનાં ચેરમેન અને સહકારી ક્ષેત્રનાં ભિષ્મપિતામહ એવા જયોતિન્દ્રભાઇ મહેતા તથા ગુજરાત સ્ટેટ કો.ઓપ. બેંકના ચેરમેન અજયભાઇ પટેલ સાથે રહી ઘણી જહેમત ઉઠાવેલ છે.

આગામી તા. ૩-૧૧ ને શનીવારે સાંજે ૪ કલાકે ગુજરાત રાજય સહકારી બેંકના સરદાર વલ્લભભાઇ પટેલ સહકાર ભવન ખાતે કેન્દ્રીય મંત્રી પરસોતમભાઇ ‚પાલાની ઉ૫સ્થિતિ તથા ગુજરાત રાજયનાં સહકાર મંત્રી ઇશ્વરભાઇ પટેલની હાજરીમાં તથા ફેડરેશનના ચેરમેન જયોતિન્દ્રભાઇ મહેતા, ગુજરાત સ્ટેટ સહકારી બેંક ના ચેરમેન અજયભાઇ પટેલના હસ્તે રૂ બે લાખના પ્રતિકરુપે ચેક થાપણકારો, ધાર્મિક સંસ્થાઓ, સહકારી બેંક, જીવદયા સંસ્થા એમ ૩૦ થી ૪૦ ચેક આપી ચુકવણાની શુભ શરુઆત કરવામાં આવશે.

માધવપુરામાં કુલ ૪૫૪૪૪ ડીપોઝીટો બેંકના રેકર્ડ ઉપર છે. ડીપોઝીટની રકમ પરત મેળવવા માટે સીનીયર સીટીઝન, સુપર સીટીઝન, ગંભીર બીમાર હોય તેવા ડીપોઝીટરો, વિધવા, ત્યકતા, આર્થિક મુશ્કેલી ધરાવતા ડીપોઝીટરોની સતત રજુઆતો આવે છે., વ્યકિતગત ડીપોઝીટરો ઉપરાંત કો-ઓપ બેન્કો ક્રેડીટ સોસાયટીઓ, હાઉસીંગ સોસાયટીઓ, ટ્રસ્ટી સમાજ, મંડળો વગેરેની ડીપોઝીટો છે.

ભારત સરકારના રાજય કક્ષાના કૃષિ મંત્રી પરસોતમભાઇ ‚પાલાના ખાસ પ્રયાસો અને દરમ્યાનગીરીથી સેન્ટ્રલ રજીસ્ટ્રર, નવી દિલ્હીના તા. ૨૯-૮-૧૮ ના પત્રથી બેંકના લીકવીડેટરને કાયદાની જોગવાઇ મુજબ ઠારાવેલ અગ્રતાક્રમ પ્રમાણે રૂ બે લાખની મર્યાદામાં ડીપોઝીટરોની બાકી ડીપોઝીટ પરત કરવા મંજુરી આપેલી છે.

‚પાલાજીએ માનવીય અભિગમ રાખીને બેંકના થાપણદારો પૈકી ૬૦ વર્ષના સીનીયર સીટીઝન્સ ગંભીર માંદગી હોય તેવા વિધવા-ત્યકતા બહેનો ને તેમની બેંકમાં બાકી થાપણ ની રૂ ૩ લાખ સુધીની અને ૮૦ વર્ષના સુપર સીનીયર સીટીજન્સને તેમની બાકી થાપણ ની રૂ પ લાખ સુધીની ડીપોઝીટની રકમ પરત કરવા બેંકના લીકવીડેટર ને ખાસ કિસ્સા તરીકે (સ્પેશીયલ કેઇસ) મંજુરી આપેલ છે. જે અનુસાર સંબંધકર્તા ડીપોઝીટર્સને ડીપોઝીટ પરત કરવામાં આવનારી છે.

સેન્ટ્રલ રજીસ્ટ્રાર, નવી દિલ્હીના તા. ૨૯-૦૮-૨૦૧૮ ના પત્રથી લીકવીડેટરે કાયદાની જોગવાઇ મુજબ ઠરાવેલ અગ્રતા ક્રમ પ્રમાણે રૂ બે લાખની મર્યાદામાં ડીપોઝીટરોને પરત કરવામાં આવશે. જેન રૂ બે લાખની મર્યાદામાં ચુકવવા પાત્ર ડીપોઝીટ સંખ્યા ૪૪૩૪૦ ડીપોઝીટરોને ૪૨.૨૫ કરોડ તથા રૂ બે લાખથી વધુ ડીપોઝીટની રકમ રૂ બે લાખની મર્યાદામાં ચુકવવા પાત્ર સંખ્યા ૧૨૦૪ ડીપોઝીટરોને રૂ ૨૧.૦૮ કરોડ એમ કુલ સંખ્યા ૪૫૫૪૪ ડીપોઝીટરોને કુલ રૂ ૬૩.૩૩ કરોડ ચુકવવામાં આવશે.

બેંકના ૪૫૫૪૪ ડીપોઝીટરો પૈકી સીનીયર સીટીઝન્સ, ગંભીર માંદગી હોય તેવા વિધવા-ત્યકતા  બહેનો તેમની બેંકમાં થાપણ ની રકમ રૂ ત્રણ લાખ સુધીની અને ૮૦ વર્ષના સુપર સીનીયર સીટીઝન્સને તેમની બાકી થાપણ ની રૂ પ લાખ સુધીની ડીપોઝીટની રકમ પરત આપવાનું આયોજન કરેલ છે. ડીપોઝીટરોને ડીપોઝીટ કલેઇમમાં અરજી ફોર્મ મેળવવા- પરત કરવાની કાર્યવાહી બેંકમાં તા. ૧-૧૧-૧૮ થી ૩૦-૧૦-૧૮ દરમ્યાન હાથ ધરવામાં આવેલી છે.

થાપણદારો માટે ઉપેનભાઇ મોદીએ કરેલી નિ:સ્વાર્થ સેવાની કદર કરાશે

માધવપુર બેન્કના થાપણદારોના ડુબેલા કરોડો રૂ. ની રકમ પરત અપાવવા માટે કસ્ટમર્સ એસોસીએશનોની રચના કરવામાં આવી હતી. જેમાં રાજકોટ એસોસીએશનના પ્રમુખ તરીકે ઉપેનભાઇ મોદીએ ૧૭ વર્ષની નિ:સ્વાર્થભાવે સેવા આપી થાપણદારોની રકમ પરત અપાવવા માટે સતત રજુઆતો કરી હતી જેથી તેમની સેવાની કદરરુપે આ ચેક વિતરણ કાર્યક્રમમાં ઉપેનભાઇ મોદીનો ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

તેઓના હસ્તે એસોસીએશન વતી રીકવરીની સુંદર કામગીરી કરવા બદલ અધિકારીઓનું સન્માન કરવામાં આવશે. ઉપેનભાઇ ૨૦૦૧ થી રાજકોટમાં કાર્યરત માધવપુર બેંક કસ્ટમર્સ એસોસીએશન ૧૭ વર્ષ દરમ્યાન એકધારી સતત રજુઆતો અને બેંક સાથે રોજબરોજની માહીતી મેળવતાં રહેતા અને થાપણદારો પાસેથી એકપણ ‚પિયો લીધા વગર લડત આપતા રહ્યા છે. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના થાપણદારોને ઉ૫સ્થિત રહેવા અપીલ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.