Abtak Media Google News

પૂર્વ કેબિનેટ મંત્રીના પુત્ર ડો.હિરેન કોરાટના બિડન સાથેના સંભારણા

સમગ્ર વિશ્ર્વની નજર છેલ્લા ૬ માસથી જેની ઉપર હતી તે અમેરિકાના રાષ્ટ્રપતિની ચુંટણી ભારે રોમાંચિત રહી હતી. આ ચુંટણીમાં ગુજરાતીઓની જમાવટે બિડનને જીત અપાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે.

કહેવાય છેકે સૌરાષ્ટ્રમાં કાળા માથાનો માનવી ગમે ત્યાં જાય ત્યાં તેનો રસ્તો શોધી લ્યે છે. પણ વિશ્ર્વ જેની ઉપર નજર રાખીને બેઠું હોય કે જગતના જમાદાર કોણ હશે તે આજથી સાત માસ પહેલા કહેવું એ એક વિચાર માગી લ્યે તેવી વાત છે.તેમાં પણ ટવીટ કરીને છાતી ઠોકીને કહેવું તે બીજા માટે તો હાસ્યાસ્પદ લાગે પણ આપણા કાઠીયાવાડમાં કહેવત છે કે મોરના ઈંડા ચિતરવાના પડે તે કહેવતને વાસ્તવમાં સાચી પાડી શકે તે કાઠીયાવાડી જ હોય અને તે પણ સૌરાષ્ટ્રના નખશીખ પ્રમાણીક એવા ગુજરાતના પૂર્વ કેબીનેટ મંત્રી સ્વ. સવજીભાઈ કોરાટ અને જશુબેન કોરાટના પુત્ર ડો. હિરેન કોરાટ છે.

અમેરિકાના ટેકસાસ રાજયનાં હયુસ્ટન શહેરમાં રહેતા મુળ જેતપૂરના અને વ્યવસાયે ડોકટર એવા હિરેન કોરાટે ગત તા.૨૯-૨-૨૦૨૦ના રોજ પોતાના ટવીટર ઉપર અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ જો બાઈડન જ બનશે તેવુ જણાવેલ આ અગાઉ પણ તા.૩૧-૭-૨૦૧૬ના રોજ ટવીટર ઉપર જે તે સમયે રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બનશે તેવું જાહેર કરી ચૂકયા હતા.

રાષ્ટ્રપ્રમુખના નામ સાત માસ પહેલા જણાવનાર ડો. હિરેન કોરાટ ઉપર ફેસબુકમાં અભિનંદન વર્ષા થઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે અમેરિકામાં સંસદની ચૂંટણી દર ચાર વર્ષે યોજાઈ છે તેમાં પણ ખાસ સમય નકકી કરવામાં આવ્યો છે. દર ચાર વર્ષે યોજાતી ચૂંટણી નવેમ્બર મહિનાના પ્રથમ મંગળવારે યોજાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.