જીયોની જમાવટ: માત્ર 399માં કરી શકે છે ફોરજી ફોન લોન્ચ

તાજેતરમાં રિલાયન્સ જીઓની આવકનું ક્વાર્ટર પરિણામ જાહેર થયું હતું. રિલાયન્સ જીયોએ પ્રારંભિક તબક્કે નુકશાન ભોગવ્યા બાદ તેની આવકમાં દિનપ્રતિદિન વધારો થવા પામ્યો છે. હવે એવો તબક્કો આવ્યો છે જ્યારે તેની આવકમાં ત્રણ ગણો ઉછાળો આવ્યો છે. દરમિયાન જીયોએ સસ્તા દરમાં ફોન બહાર પાડવાની તૈયારી કરી હોવાનું જાણવા મળે છે.

રિલાયન્સ જિઓએ વર્ષ 2018 માં જીયો ફોન રજૂ કર્યો હતો, જે સૌથી સસ્તો 4જી ફોન હતો. તે પછી, કંપનીએ જીયો ફોન 2ને માર્કેટમાં 2,999 રૂપિયાના ભાવે લોન્ચ કર્યો હતો તે પછી આ ફોન ઓફર હેઠળ 1500ના ભાવે વેચાયો હતો. તે જ સમયે એવા સમાચાર છે કે જીયો 500 રૂપિયાથી ઓછામાં ફોન લોન્ચ કરવા જઈ રહી છે.

રિલાયન્સ જિયો જીયોફોન-5 પર કામ કરી રહી છે. જીયોફોન-5 ફીચર ફોન હશે અને તેમાં 4જી સપોર્ટ પણ હશે. જીઓફોન-5 એ જીઓફોનનું લાઇટ વર્ઝન હશે, જેની કિંમત 399 રૂપિયા હોઈ શકે છે.

આ ફોનમાં જિઓ ફોન 1 અને 2 જેવા ઓપરેટિંગ સિસ્ટમ પણ મળશે. એટલે કે આ ફોનમાં વ્હોટ્સએપ, ફેસબુક અને ગુગલ જેવી એપ્સનો ઉપયોગ કરી શકશે. જીયોફોન-5 એ વિશ્વનો સૌથી સસ્તો 4જી ફોન હશે.

Loading...