Abtak Media Google News

સૌરાષ્ટ્રના ૩૯ સ્થળોએ જુગાર પ્રેમી ઝડપાયા

રોકડ, કાર, બાઇક અને મોબાઇલ મળી રૂ.૧૭ લાખનો મુદ્દામાલ કબ્જે

ગિર સોમનાથ, કચ્છ, સુરેન્દ્રનગર, દ્વારકા, ગોંડલ, શાપર, જેતપુર, પાટણવાવ, જામકંડોણા, ભાડલા, ધોરાજી, જસદણ અને ઉપલેટામાં પતાટીંચતા નવ મહિલા સહિત ૧૯૫ શકુની ઝડપાયા

શ્રાવણીયા જુગારની મોસમ પર બહાર ખીલી હોઇ ત્યારે પોલીસે  ગોંડલ, શાપર, જેતપુર, પાટણવાવ, જામકંડોણા, ભાડલા, ધોરાજી, જસદણ અને ઉપલેટામાં જુગારના દરોડા પાડી  જુગાર રમતી નવ મહિલા સહિત ૧૦૯ શખ્સોને ઝડપી, રોકડ, કાર, બાઇક અને મોબાઇલ મળી કુલ રૂ.૧૩,૬૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસસુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, શાપરમાં રાધે કિષ્ના હાઇટ ફલેટ નં.૧૦૪માં રેહતા વિજય રણછોડભાઇ કલોલા તેના મકાનમાં જુગાર રમાડતા હોવાની બાતમી પરથી દરોડો પાડી વિજયભાઇ સહિત આઠ શખ્સોને ૫,૬૫ હજારની રોકડ અને આઠ મોબાઇલ મળી રૂ. ૭,૩૭ લાખના મુદ્દામાલ સાથે શાપર પોલીસે ઝડપી લીધા છે.

ગોંડલ તાલુકાના મછીતાળા ગામે હરદાસભાઇ કરશનભાઇ મેરના મકાનમાં એલ.સી.બી.ના સ્ટાફે દરોડો પાડી જુગાર ખેલતા હરદાસભાઇ સહિત ૬ શખ્સોને રોકડ, બાઇક અને મોબાઇલ મળી કુલ રૂ.૧,૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગોંડલ શહેરમાં ભોજરાજપરામાં સરદાર કેમીકલ નામનુ કારખાનું ધરાવતા હર્ષીલ સુભાષભાઇ મકાણી તેના કારખાનામાં જુગાર રમાડતો હોવાની બાતમીતા આધારે ગોંડલ સીટી પી.એસ.આઇ. બી.એલ. ઝાલા સહિતના સ્ટાફે દરોડો પાડી  કારખાનેદાર હર્ષિલ મકાણી સહિત છ શખ્સોને રોકડ અને છ મોબાઇલ મળી કુલ રૂ. ૧,૪૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ગોંડલના આશાપુરા ફાટક નજીક આવેલી રૈયારાજ સોસાયટી પાસે જુગાર રમતા મુકેશ ગોવિંદભાઇ વાળા, અને બે મહિલા સહિત સાત પતાપ્રેમીની રૂ.૨૧,૩૦૦ની રોકડ સાથે ધરપકડ કરી છે. જેતપુરમાં ભાદરના સામાકાંઠે નજીક જાહેરમા જુગાર રમતા અનિરૂધ્ધભાઇ સુમાંતભાઇ વાળા સહિત ચાર શખ્સોને રોકડ રૂ.૧૦,૧૭૦ની રોકડ સાથે તેમજ જેતપુરના જુનાગઢ રોડ પર આવેલી એસ.કુમાર રેસીડેન્સી, બ્લોક નં.૧૧ પાસે જુગરું ખેલતા કૈલાશભાઇ હરીભાઇ પોલરા સહિત ચાર શખ્સોને રૂ.૨૭,૫૬૦ની રોકડ સાથે જેતપુર પોલીસે ઝડપી લીધા છે.

જામકંડોણાના રોેધેલ રાખડી પર આવેલી યોગેશ અરજણભાઇ વીરાણીની વાડીએ જવાના રસ્તે જુગાર રમતા જીગ્નેશ ગોબરભાઇ વીરાણી સહીત આઠ શખ્સોને રૂ.૩૬,૭૦૦ની રોકડ સાથે તેમજ જામકંડોરણામાં આવેલી ઉભીબજાર દરબાર ગઢ પાસે વરલીના આંકડા પર જુગાર રમતા જયકુમાર જીતેન્દ્રભાઇ દવે અને નારણ રાયચુરાને જામકંડોરણા પોલીસે ઝડપી લીધા છે.

પાટણવાવના કલાણા ગામે રહેતા મુમતાઝબેન મુસાભાઇ નાઇ તેના મકાનમાં જુગાર રમડતા હોવાની બાતમી પરથી ધોરાજી પોલીસે મુમતાઝબેન અને અન્ય છ મહિલા સહિત ૧૦ પતાપ્રેમીને રોકડ અને બાઇક મળી કુલ રૂ ૩૭,૪૬૦ના મુદ્દામાલ સાથે પાટણવાવ પોલીસ ઝડપી લીધા છે.

ધોરાજીના દરબારગઢ, લાખાવીરરોડ પર કાદરી મસ્જીદ વાળી ગલીમાં રહેતો અબ્દુલ વ્હાલ ઉર્ફે વસીપ સબ્બીર હુશેન મટારીને તેના મકાનમાં જુગાર રમાડતો હોવાની બાતમી પરથી ધોરાજી પોલીસે અબ્દુલ વ્હાલ ઉર્ફે વસીપ મટારી સૈયર સહિત આઠ શખ્સોને ઝડપી રોકડ અને છ ફોન મળી કુલ રૂ.૪૬,૫૮૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે.

જસદણના બાખલવડ પાસે આવેલી ભરતભાઇ બાધાભાઇ પલાળીયાની વાડી પાસે જુગાર ખેલતા ભરત પલાળીયા, રાજેશ છગનભાઇ સોસા સહિત ૧૦ શખ્સોને રૂ.૩૫,૬૩૦ની રોકડ સાથે તેમજ જસદણની શ્રીનાથજી ચોકની સામેની શેરીમાં જુગાર ખેલતા ઘનશ્યામ રણછોડભાઇ કટેશીયા સહિત સાત પતાપ્રેમીને રોકડ અને ચાર બાઇક મળી કુલ રૂ.૬૬,૩૦૦ના મુદ્દામાઇ સાથે અને જસદણના નાની લાખાવાડ ગામે જુગરું રમતા કાના અરમણભાઇ મેર સહિત પાંચ શખ્સને રૂ.૨૬ હજારનાં મુદ્દામાલ સાથે જસદણ પોલીસે ઝડપી લીધા.

જયારે ભાડલાના  ખડવાવડી ગામે જુગાર રમતા ભુપનભાઇ પોપટભાઇ સુરેલીયા દિનેશ લીંબાભાઇ મેર સહિત ૧૬ પતાપ્રેમીને ૧૩ હજારની રોકડ સાથે ભાડલા પોલીસ ધરપકડ કરી છે. જયારે ઉપલેટા પોલીસે ઉપલેટામાં જુગાર ખેલતા અશોક પ્રકુલભાઇ સહિત પાંચ શખ્સોને રૂ.૧૦,૮૪૦ની રોકડ સાથે ઝડપી લીધા છે.

ગીર સોમનાથ જીલ્લામાં જુગારના દરોડામાં ગીરમાં રૂ. ૧૯,૦૭૦ ની રકમ સાથે ૧ર જુગારીઓ, તાલાલમાં રૂ. ૨૩,૬૫૦ ની રકમ સાથે ૬ જુગારીઓ, સુત્રાપાડામાં રૂ. ૩૬,૦૩૦ ની રકમ સાથે ચાર શકુની, સોમનાથ મરીનમાં સાત જુગારીઓને રૂ. ૧૬,૧૨૦ મુદામાલ સાથે, પ્રભાસ પાટણમાં રૂ. ૪૩૭૦ ના મુદામાલ સાથે બે જુગારીઓ, ગીરગઢડામાં રૂ. ૧૨,૭૫૦ સાથે પાંચ શકુનીઓને ઝડપી પાડયા છે.

જયારે દેવભૂમિ દ્વારકામાં પોલીસે દરોડા પાડી ભાણવડમાં રૂ. ૫૩૩૦ ની રકમ સાથે ૬ જુગારી બીજા દરોડામાં રૂા ૧ર,૦૯૦ મુદામાલ સાથે પ આરોપી અને કલ્યાણપુરમાં પોલીસે દરોડો પાડી રૂ. ૩૬,૮૫૦ ની રકમ સાથે ૩ જુગારી ઝડપી પાડયા હતા.

જયારે કચ્છ-ભુજમાં પણ જુગાર ધામ પર પોલીસે ત્રાટકી આદિપુરમાં જુગાર રમતા ૩ શકુનીને રૂ. ૭૬૯૦ ના મુદામાલ સાથે અને વાયોરમાં ૭ શકુની રૂા ૧૧,૪૫૦ તથા માંડવી મરીન રૂ. ૧૦૨૦ ની રકમ સાથે પાંચ અને ગઢશીરામાં રૂ. ૧૧,૨૦૦ ના મુદામાલ સાથે પાંચ શકુની ઝડપી પાડયા છે.

સુરેન્દ્રનગરમાં જુદા જુદા બે સ્થળોએ પોલીસે જુગાર ધામ પર દરોડા પાડયા હતા. જેમાં મૂળી ગામે રૂ. ૧.૧૦ લાખના મુદામાલ સાથે ૯ પતાપ્રેમી અને રૂા ૧૯,૩૯૦ ના રકમ સાથે ૬ જુગારીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

શ્રાવણી સરવાણી પકડાઇ, એના કરતા રમવા વાળા અનેક ગણા

તંત્રની નબડાઇ કે ‘નાલ’નો વહીવટ?

જુગાર પકડવામાં અને ન પકડવાના પાછળ પોલીસની ‘ભેદી ભૂમિકા’

શ્રાવણ માસ એટલે જુગારની મોસમની સાથે પોલીસની સિઝન શરૂ થતી હોય છે. જુગારના દરોડા પાડી પત્તાપ્રેમીને પકડવા અને ન પકડવા માટે ‘વહીવટ’ મહત્વનો છે તેમ જુગાર રમાડનાર માટે ‘નાલ’નો વહીવટ મહત્વનો છે. પોલીસ ખરેખર જુગાર રમતા શખ્સોને પકડે છે અને મુદામાલ કબ્જે કરે છે તેના કરતા મોટી સંખ્યામાં જુગાર રમતા હોય છે અને રોકડ કબ્જે કરવાનું ગણિત પણ અટપટુ રહ્યું છે. જુગાર રમતા પકડાયા બાદ જુગાર ધારા ૧૨ અને જુગારધારા ૪-૫ મુજબ કાર્યવાહી કરવામાં પણ ઘણા ‘વહીવટ’ સાચવવા પડતા હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.