ઈન્ટરનેટ સ્પીડમાં જમાવટ કરી જીઓ દેશનું સૌથી ઝડપી નેટવર્ક બન્યું

ઈન્ટરનેટની સ્પીડ અને કોલ વોઇસના ભાવમાં જીઓએ લાવેલી ક્રાંતિ ઐતિહાસિક બની ગઈ છે. પ્રારંભિક તબક્કે ખૂબ સસ્તા દરે સેવા આપવાથી થોડા સમય માટે ખોટમાં રહેલી જીઓ હવે ધોમ નફો કરવા લાગી છે ત્યારે ગ્રાહકોને ઈન્ટરનેટની ઝડપ આપવામાં જીઓ ફરીથી ટોચના સ્થાને રહ્યું હોવાનું આંકડા કહી રહ્યા છે.

ટ્રાઈના જણાવ્યા મુજબ જીઓની સરેરાશ ઈન્ટરનેટ ડાઉનલોડ સ્પીડ 19.3 એમબીપીએસ છે. જે અત્યારની ટેલિકોમ કંપનીઓમાં સૌથી ટોચે છે. ત્યારબાદ આઈડિયા (હવે વોડાફોન આઈડિયા) નો ક્રમ આવે છે. આઈડિયાની સ્પીડ 8.6 એમબીપીએસની છે. ત્યારબાદ વોડાફોન 7.9 એમબીપીએસ અને એરટેલ 7.5 એમબીપીએસનો નંબર આવે છે.

આ આંકડા મેળવવા માટે દેશના 49 શહેરોમાં સર્વે કરવામાં આવ્યો હતો. સર્વે ધી ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઈ) દ્વારા કરવામાં આવ્યો હતો. ઑગસ્ટ કરતા સપ્ટેમ્બરમાં તમામ ટેલિકોમ ઓપરેટરની ઝડપ વધી છે. અલબત્ત રિલાયન્સ જીઓ નેટવર્કની ઝડપ સપ્ટેમ્બરમાં 15.9 એમબીપીએસમાંથી 19.3 એમબીપીએસ સુધી વધી છે.

Loading...